Gujarat: ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોદીએ ત્રીજી વખતની સરકારમાં તેઓ ખેડૂતો અને ખેતીને આગળ લઈ જવાની વાતો દરેક સભામાં કરી રહ્યાં છે. તો સવાલ એ આવે છે કે 10 વર્ષમાં ખેતી માટે શું કર્યું. 2014માં સ્વામિનાથનની ભલામણો ખેડૂતો માટે સ્વિકારીને તેના કલ્યણની ગેરંટી આપી હતી. પણ સત્તામાં આવતાની સાથે જ છ મહિના બાદ જ ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવી શક્ય નથી.
મોદી ગુજરાતમાં છે ત્યારે ખેડૂતો તેના ઉમેદવારોને પ્રશ્નો પૂછી રહ્યાં છે.
મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે. તો પછી મોદી રાજમાં 10 વર્ષમાં 1 લાખ 74 હજાર ખેડૂતોએ શા માટે કરી આત્મહત્યા? મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેતપેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાંયધરી પર આવી હતી. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે. ખેડૂતોની લોન માફ કરશે. તે દરેક ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે.
દુઃખની વાત એ છે કે મોદીએ આમાંથી એક પણ બાંયધરી પૂરી કરી નથી. એતો ઠીક ખેડૂતોને કચડી નાંખવા માટે ત્રણ કાળા કાયદા લાવ્યા હતા. તેનો વિરોધ ખેડૂતોએ 16 મહિના સુધી કરીને 752 ખેડૂતોએ જીવ ગુમાવ્યા.
ગુજરાતમાં 59 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 67 ટકા ખેતી સાથે જોડાયેલા છે. 39.31 લાખ ગ્રામીણો ખેતી સાથે સંકળાયેલા છે. 39.31 લાખ ખેડૂતોમાંથી 16.74 લાખ દેવામાં ડૂબેલા છે.
પહેલાં બે ટર્મ મોદીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. સ્થિતિ એવી છે કે કોર્પોરેટ હિતોના રક્ષણ માટે ખેડૂતો પાસેથી બલિદાનની માંગ કરવામાં આવી રહી છે.
આ સરકારે વાર્ષિક કૃષિ બજેટની ફાળવણીમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સબસિડીમાં કાપને કારણે બીજ, ખાતર, જંતુનાશક દવાઓ અને ડીઝલ જેવા અન્ય કૃષિ ઇનપુટ્સના ભાવમાં વધારો થયો છે.
આ સરકાર રોજગાર ગેરંટી યોજનાને ધીરે ધીરે નબળી કરી રહી છે. પ્રોજેક્ટ માટે જરૂરી વાર્ષિક ખર્ચ ₹2.72 લાખ કરોડ છે, પરંતુ 2023-24ના બજેટમાં માત્ર ₹73 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. દેશના તમામ ખેડૂતોની લોન માફ કરવા માટે કુલ 5 લાખ કરોડ રૂપિયાની જરૂર છે. પરંતુ, સરકારનો દાવો છે કે ભંડોળના અભાવે આ શક્ય નથી.
કોર્પોરેટ કંપનીઓની લગભગ 30 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.
ખેતીની હાલત એવી છે કે ખેડૂત પરિવારોનું દેવું પણ 30 ટકા વધી ગયું છે. તેઓ દેવાના દુષ્ટ ચક્રમાં ફસાઈ ગયા છે.
કેન્દ્ર સરકારે ‘નેશનલ રિલીફ ફંડ’નો પણ દુરુપયોગ કર્યો છે. પૂર, દુષ્કાળ કે સમાન આપત્તિઓના કારણે પાક ગુમાવનારા ખેડૂતોને કોઈ સહાય આપવામાં આવતી નથી.
બીજી તરફ ગુજરાતમાં ખેડૂતો પાક વીમો બંધ કરાયો છે. બીજા રાજ્યોમાં કૃષિ પાક વીમો સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના હાથમાં છે. જેના કારણે ખેડૂતોનું વધુ શોષણ થઈ રહ્યું છે.
કૃષિ પાકોના અત્યંત નીચા ભાવ, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને લોન ચૂકવવાના અન્ય માધ્યમોના અભાવને કારણે, ગામડાઓમાંથી ખેડૂતોનું શહેરો તરફ સ્થળાંતર ઝડપી થઈ રહ્યું છે.
2016-2023ના છ વર્ષના ગાળામાં ચાર કરોડ લોકોએ ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે.
કેન્દ્ર સરકાર ત્રણ ખેડૂત વિરોધી કૃષિ કાયદા લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા સ્થપાયેલી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMCs) અનૈતિક સુધારા કાયદા દ્વારા બંધ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ખાનગી એપીએમસી બનાવવાની કાયદાથી છૂટ આપી છે જેમાં ભાજપના નેતાઓનો કબજો છે.
ગુજરાતમાં હવે ખેડૂત ન હોય છતાં જમીન ખરીદી શકે એવો કાયદો સરકાર લાવવાની છે.
જમીન અધિનિયમમાં સુધારાથી કંપનીઓને ખેડૂતોની જમીન સરળતાથી કબજે કરવાની તકો ઊભી થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં બીજેપી સાંસદ અજય મિશ્રા થેનીના પુત્રએ જાણીજોઈને કાર ચલાવી તે પછી આઠ ખેડૂતોના મોત થયા હતા. આ આયોજનબદ્ધ કૃત્ય સૌની નજર સામે થયું, પરંતુ અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા ન હતા કે તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ખેડૂતોને ડરાવવા અને વિખેરવા માટે બીજી ઘણી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ તેઓ હટ્યા નહીં. બાદમાં જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી ત્યારે મોદી અચાનક ટીવી સ્ક્રીન પર દેખાયા અને ખેડૂતોની માફી માંગી. તેમણે ત્રણેય કાયદા પાછા ખેંચવા અને ખેડૂતોની અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી.
કેન્દ્ર સરકારે લેખિત બાંયધરી આપ્યા બાદ ખેડૂતો પોતાના ઘરે પરત ફર્યા હતા.
ત્યારપછી એક વર્ષ વીતી ગયું છે, પરંતુ મોદી સરકારે હજુ પણ પોતાના વચનો પૂરા કરવાના કોઈ સંકેત દેખાડ્યા નથી.
ગુજરાતના ખેડૂતોએ 54,277 કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે. 2014-15માં ટર્મ લૉન 10,597 કરોડની હતી જે વધીને વર્ષ 2016-17માં 20,412 કરોડ રૂપિયા અપાઈ છે. 2024માં તેમાં જંગી વધારો થયો છે. 34.94 લાખ ખેડૂત પરિવારોએ લૉન લીધી હતી તેમાંથી 29.50 લાખ પરિવારોએ પાક લૉન લીધી હતી. ગુજરાતમાં 33,864 કરોડની પાક લૉનમાથી 62 ટકા લૉન ભરપાઈ થઈ નથી.
100 કિલો યૂરિયાનો ઉપયોગ કરીને જે ઉત્પાદન મેળવી શકાતું હતું તે 500 કિલો યૂરિયાના ઉપયોગથી પણ મળી રહ્યું નથી.
2012ની જુલાઈથી વર્ષ 2013ના જૂન સુધી ગુજરાતમાં ખેડૂતોનો એવરેજ માસિક ખર્ચ 2250 રૂપિયા સામે આવક 5773 રૂપિયા હતી. 2017 પ્રમાણે રાજ્યના ખેડૂતની માસિક સરેરાશ આવક 3573 રૂપિયા હતી. 53.20 લાખ ખેડૂતોની કુલ વાર્ષિક આવક લગભગ 25 હજાર કરોડ રૂપિયા થાય છે. 2018, 2019, 2020 એમ ત્રણ વર્ષમાં ખેડૂતોની કુલ આવક બમણી થઈ નથી. આવક ઘટી છે. 16 લાખ કરોડના જીડીપી સામે ખેડૂતોની આવક વધી નથી