Gujarat: ભાજપ પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ પાસેથી રૂ. 97 લાખ પડાવી લીધા
8 ડિસેમ્બર 2024
Gujarat સુરેન્દ્રનગરના ભાજપના નેતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્વરા એન્ટરપ્રાઈઝના નામે 97 લાખની છેતરપિંડી નેતા સાથે કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઇ તેઓએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો હતો.
Gujarat ધૂતારાઓએ સુરેન્દ્રનગરમાં ભાજપના નેતા સાથે જ કાંડ કરી નાખ્યો હતો. જેમાં ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ઘટનામાં સ્વરા એન્ટરપ્રાઈઝના નામે 97 લાખની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં 97 લાખનું RTGS મહેન્દ્ર પટેલ પાસે કરાવાયું હતું.
સમગ્ર ઘટનાને લઇ મહેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં તેઓએ કિસ્સામાં સુરતના આચાર્ય સંજય પટેલે છેતરપિંડી કર્યાનો આક્ષેપ મૂક્યો છે. સંજય પટેલ દ્વારા આપવામાં આવેલ 97 લાખનો ચેક બેંકમાં રિટર્ન થયો હતો.
દાદાગીરી
1 ઓક્ટોબર 2021માં ભારતીય જનતા પક્ષના સુરેન્દ્રનગર શહેર પ્રમુખના અણછાજતા વર્તનનો વીડિયો ઉતારીને તેમની હરકત ખુ્લ્લી પાડી હતી. સુરેન્દ્રનગરમાં ભાજપના શહેર પ્રમુખે હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારીઓને ધક્કે ચઢાવ્યા હતા. એટલું જ નહીં નેતાજી એ બૂમ બરાડા પાડીને કહ્યું કે ‘જાઓ થાય એ કરી લ્યો, સીલ નહીં મારવાનું.’ આમ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની દાદાગીરીનો લાઇવ વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે.
હૉસ્પિટલોની ફાયર સેફ્ટિ એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે ત્યારે સત્તાના મદમાં ચકચૂર બનેલા શહેર ભાજપ પ્રમુખ સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે ફાયરસેફ્ટી તથા બીયુ પરમિશન ન ધરાવતી શ્રધ્ધા હોસ્પિટલને સીલ કરવા ગયેલા ચીફ આફીસર અને પાલિકાની ટીમ સાથે મનફાવે એવું વર્તન કર્યુ હતું. મહેન્દ્ર પટેલ દ્વારા ધક્કો મારતા મામલો બીચક્યો હતો.