Gujarat Lok Sabha: કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હોય એવા 26 લોકસભાની બેઠક ઉપર 443 દાવેદારો નોંધાયા છે. જેમાંથી 104 દાવેદારોને ઉમેદવાર બનાવવા પેનલમાં નામો મોકલાયા હતા. જેમાં ઘણા ઉમેદવારો તો એવા છે કે તે તેના પક્ષના સત્તાવાર ઉમેદવારને નડે તેમ છે.
10 બેઠક પર આંતરિક વિખવાદો
દાહોદ, ભરૂચ, જામનગર, વડોદરા, વલસાડ, આણંદ, પાટણ, બારડોલી, રાજકોટ, પોરબંદર બેઠકો પર ઉમેદવારોમાં આંતરીક ટખા છે. તેઓ જાહેરમાં કે ખાનગીમાં સત્તાવાર ઉમેદવારને પછાડવા રાજકીય કાવાદાવા કરી શકે છે. પ્રદેશ સંસદીય બોર્ડમાં પ્રથમ વખત સાંસદ-ધારાસભ્યોને બાકાત રખાયા હતા. સંસદીય બોર્ડમાં શહેર-જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ પ્રભારી હતા. તેથી ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઘણી બેઠકો પર નારાજ હતા.
દાવેદારોની સંખ્યામાં વધારો થાય તો જે સ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા ભાજપ સંગઠન દ્વારા વ્યુહરચના ઘડી હતી. આંતરિક કલહ સપાટી પર જોવા મળી રહ્યો છે. મોકાની રાહ જોઈ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકો એવી મનાઈ રહી છે કે, જ્યાં ભાજપમાં અંદરો અંદર ડખા છે. જેમાં છે. આ બેઠકોમાં સત્તાધારી ભાજપના સાંસદોના વિરૂદ્ધમાં જ સંગઠન, જીલ્લાના નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ કે પૂર્વ મંત્રીઓ જેવા નેતાઓ અંદરખાને મેદાને પડેલા છે. જેને લઈને લોકસભાની આગામી ચૂંટણીમાં બળવાખોરી થવાનો પક્ષને ભય છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા અત્યારથી જ ભાજપે કમર કસી છે. આ પાંચ બેઠકોને ભાજપ આકાંક્ષી બેઠકો તરીકે ગણી રહ્યું છે.
ડખાના કારણે વડોદરા ખાતે પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર દ્વારા વડોદરા ખાતે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં દાહોદના તમામ ધારાસભ્યો સાંસદ સહિત કુલ 58 જેટલા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓને આંતરિક મતભેદો ભૂલી ભેગાં મળી કામ કરવાની ટકોર કરી હતી.
ગુજરાતની 27 બેઠકો ઉપર અચાનક જ સેન્સ સેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગુજરાતની દરેક બેઠક ઉપર ભાજપમાંથી એક બેઠક દીઠ સરેરાશ 12 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતાં ભાજપના હાઈકમાન્ડ માટે પણ ઉમેદવારોની પસંદગી પેચીદો પ્રશ્ન બન્યો હતો. બે બેઠક પર એક – એક ઉમેદવાર હતા જ્યારે 10 બેઠક પર 18થી 22 ઉમેદવારો હતા. 443 દાવેદારો 26 સાંસદીય બેઠકો માટે કર્યો હતો. જોકે ગાંધીનગરમાં બેઠક મળે તે પહેલાં એવો દાવો કરાયો હતો કે, 24 બેઠક પર 450 દાવેદારો હશે. રાજ્યભરની લોકસભાની બેઠકો માટે મંગળવારે ગાંધીનગરમાં ભાજપના સંસદીય બોર્ડમાં નામો હતા. જોકે તમામ નામો સત્તાવાર રીતે ગાંધીનગરથી જાહેર કરવાનું ટાળવામાં આવી રહ્યું છે. વિધાનસભાની 182 બેઠકો માટે બેઠક દીઠ જેટલાં દાવેદારો હોય એટલા લોકસભાની ચૂંટણીમાં જોવા મળે છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ચૂંટણી લડવા પોતાની સંપત્તિ 5 વર્ષમાં બે ગણી કરવા અને બીજી ટર્મ મળે તો તે 4 ગણી કરવાના ઈરાદાથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 7થી 35 દાવેદારો બેઠકો પર રહ્યાં છે. ભાજપની કાળી બોટલમાંથી ચિરાગમાંથી જીન નીકળતાં રહ્યાં હતા. 25 સાંસદમાંથી 18 સાંસદોને ફરીથી ઉમેદવાર ન બનાવે એવી શક્યતા હતી.
વડાપ્રધાનના પ્રવાસ બાદ અચાનક જ ભાજપ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટાભાગના ટીકીટ દાવેદારો ઉંઘતા ઝડપાયા હતાં. અડધી રાત્રે સેન્સ અંગેના મેસેજ મળતાં રાત્રે જ લોબીંગ માટે દોડધામ કરી હતી. ઉમેદવારી માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. દરેક બેઠક માટે વ્યક્તિગત દાવા અને રજૂઆતો પણ થવા પામી હતી. કોને ઉમેદવાર બનાવવા તે મોવડી મંડળ અસમંજસ સ્થિતિમાં હતા. પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નડ્ડા, શાહ અને મોદીએ દિલ્હી બોલાવ્યા હતા.
અમિત શાહ ગુજરાતમાં આવતાં જ લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો જીતશે અને NDA 400થી વધુ બેઠકો જીતશે એવું તેમણે કહ્યું હતું. ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો 5 લાખની સરશાયથી કબ્જે કરવા માટે 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા હતા.
મુખ્યમંત્રી આવાસ પર ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. તમામ બેઠકો પર ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કેન્દ્રીય પાર્લિમેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ યાદી સોંપી હતી. 26 બેઠક પર 3થી 4 નામોની યાદી તૈયાર કરી હતી. 78થી 104 નામો સત્તાવાર હતા.
26 માંથી બે બેઠક એવી છે, જ્યાં કોઈએ દાવેદારી ન નોંધાવી. આ બેઠક પર સર્વાનુમતે એક જ વ્યક્તિના નામ પર સહમતિ અપાઈ છે. તે છે ગાંધીનગરની બેઠક અને નવસારી બેઠક હતી. અન્ય કોઈના નામ સૂચવાયા નથી કે ટિકિટની માંગણી થઈ નથી.
ભાજપમાં જેના પતંગ ચગે એની દોરી મોદી કાપી નાખે છે. એક પણ નેતા છાતી ઠોકીને એમ કહી શકતા નથી કે તેને ઉમેદવાર બનાવશે. શિવાય કે શાહ અને પાટીલ.
તેથી ભાજપમાં જૂથવાદ છે એ સૌ કોઈ જાણે છે. હાલમાં દરેક જૂથ પોતાના માનિતાને ઉમેદવાર બનાવવા માટે પ્રયાસો થયા હતા. ગુજરાત ભાજપમાં તોડજોડની રાજનીતિ રહી છે. ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષમાં ઉમેદવાર બનાવા માટે વિખવાદ કે કકળાટ અંદરથી તો હતો જ. તેથી તો તેઓ ચૂંટણી લડવા માંગતા હતા.
પરંતુ ઉમેદવાર જાહેર થયા બાદ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષના તેના હરિફને જીતાડવા મહેનત કરતા હોય છે. તો ઘણાં એવા દાવેદારો પણ હોય છે કે સામેવાળાને પછાડવા કે હરાવવા અંદરથી અને જાહેરમાં કાવાદાવા કરે છે.
કોઈ પણ વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણી નહિ લડાવે એવું સંસદીય બોર્ડની બેઠકમાં કહી દેવાયું હતું. તેથી 30 જેટલાં ધારાસભ્યો એવા હતા કે તેઓને વિધાનસભા નાની લાગતાં સંસદમાં જવા માંગતા હતા. પણ તેમને તો કાપી કઢાયા છે. આમ તો ઘણાં એવા પણ હતા કે જો મોદીએ આ નિર્ણય ન લીધો હોત તો ધારાસભ્યોની દાવેદારી વધી ગઈ હોત. 42 પૂર્વ ધારાસભ્યો પણ સંસદમાં જવા માંગતા હતા. વર્તમાન 26 સાંસદો ઉપરાંત 12 પૂર્વ સાંસદો પણ લાઈનમાં હતા. 203 જેવા તો પક્ષના હોદ્દેદારો હતા.
20 સાંસદોને હાંકી કાઢવાના હતા.
કયા વર્તમાન સાંસદનું પત્તું કપાઇ શકે તેની ચર્ચાઓ હતી. તેમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડો.મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ ધડુક, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેષ પટેલ, હસમુખ પટેલ, કે.સી.પટેલનો સમાવેશ થાય છે. પણ ઘણાં નામો ચાલુ રખવામાં આવતાં તેમને હાંકી કઢાયા ન હતા.
દાવો કરનારા ધારાસભ્યોમાં મુળુ બેરા, રિવા જાડેજા, કૌશિક વેકરીયા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા સહિત 30થી 32 ધારાસભ્યો હતા.
પૂરબહારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યાં હતા. ગુજરાત એ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઘરનું રાજ્ય ગુજરાત હોવાને પગલે ભાજપ અહીં 26 બેઠકો જીતવા માગે છે. લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ અને પાટીલ સિવાય કોઈની પણ ઉમેદવારી નક્કી ન હતી.
દરેક બેઠક પર ઓછામાં ઓછા ભાજપના 47 હોદ્દેદારોને લાયક ઉમેદવાર કોણ એવું પૂછવામાં આવ્યું હતું. પણ 10 બેઠકો એવી હતી કે જ્યાં માત્ર લોકશાહી પ્રક્રિયા માટે કાર્યકરો સમક્ષ ઢોંગ કરવામાં આવ્યો હતો. પણ ઉમેદવાર તો દિલ્હીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરી રહ્યાં હતા.
ખેડા અને બીજી કેટલીક બેઠકો પરથી ઘણાં સાંસદોએ પોતાના જ માણસો મોકલીને ઉમેદવારી કરાવડાવી હતી. જેથી એવું લાગે કે અગાઉથી નક્કી કરવામાં આવ્યું ન હતું. પણ સ્થાનિક હોદ્દારોએ કહ્યું તેથી તેમને ઉમેદવાર બનાવાયા છે.
શાહ અને મોદીનો દશકો છે, તેથી તેઓ દેખાવ ખાતર પસંદગીની પ્રક્રિયા કરે છે. લોકશાહીના સ્તંભ ટકવા દીધા નથી તો, પક્ષમાં તો, મોદી અને શાહ કઈ રીતે લોકશાહી પ્રક્રિયા ન હતી.
અપમાનિત કરવામાં દિલ્હીને આનંદ આવે છે. કોઈ કોઈનું સાંભળતાં નથી. રામ મંદિર બની ગયું અને મતદાન મશીન છે તેથી હવે નેતાઓ માત્ર ફોર્માલીટી ખાતર ઉમેદવારની પસંદગીની કવાયત કરે છે. ઉમેદવાર ફીક્સ થઈ ગઈ છે.
મોદી અને શાહ જ નક્કી કરે છે.
પોરબંદર બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણી અને મહેસાણા બેઠક પરથી નીતિન પટેલના નામ હતા. બન્નેની ઉમેદવારી પરત ખેંટવાની ફરજ પાકવામાં આવી હતી. પણ આનંદી પટેલ કે વજુવાળાએ દાવેદારી કરી ન હતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં 114 માંથી 72 ધારાસભ્યોને જ ફરી ઉમેદવાર બનાવાયા હતા. આવું લોકસભામાં રાખવાના બદલે જીતે તેને ઉમેદવાર બનાવ્યા હતા. જ્ઞાતિ, જાત, ધર્મ, પૈસા, લાગવગ, ગમો અને અણગમો, સરમુખત્યાર શાહી પસંદગીના સાધનો દિલ્હીથી અપનાવવામાં આવ્યા હતા. ઘણી બેઠકો તો એવી હતી કે સ્થાનક લોકો ઉમેદવાર
સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢમાં ભાજપનો પેચ ફસાયો હતો તેથી પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાને મોદીએ દિલ્હી બોલાવ્યા હતા.
ગુજરાતમાં પણ 26માંથી 20 સાંસદોની ટિકિટ કપાય તેવી સંભાવના હતી. એવા નામ આવ્યા હતા કે કલ્પના પણ નહીં કરી હોય.
દાવેદારની સંખ્યા – 443
ગાંધીનગર – 01
નવસારી – 01
જામનગર – 03
ખેડા – 12
જૂનાગઢ – 09
પાટણ – 11
સુરત – 15
અમદાવાદ પશ્ચિમ – 20
અમદાવાદ પૂર્વ – 20
સુરેન્દ્રનગર – 11
ભાવનગર – 21
વલસાડ – 15
દાહોદ – 13
અમરેલી – 22
રાજકોટ – 13
ભરૂચ – 12
બનાસકાંઠા – 31
બારડોલી – 15
આણંદ – 22
પોરબંદર – 15
વડોદરા – 18
પંચમહાલ – 30
સાબરકાંઠા – 34
છોટા ઉદેપુર – 27
મહેસાણા – 34
કચ્છ – 18
કૂલ દાવેદાર – 443
દાવેદાર સાંસદો –
ગાંધીનગર અમિત શાહ
નવસારી ચંદ્રકાંત પાટીલ
દેવુ ચૌહાણ ખેડા
રાજેશ ચુડાસમા જુનાગઢ
ભરત ડાભી ઠાકોર પાટણ
દર્શના વિક્રમ જરદોશ સુરત
ડૉ. કિરિટ સોલંકી અમદાવાદ પશ્ચિમ
ડૉ. મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગર
ડૉ. ભારતી શિયાળ ભાવનગર
ડૉ. કેસી પટેલ વલસાડ
જશ્વંત ભાભોર દાહોદ
નારણ કાછડીયા અમરેલી
મોહન કુંડારિયા રાજકોટ
મનસુખ વસાવા ભરૂચ
પરબત પટેલ બનાસકાંઠા
પરભુ વસાવા બારડોલી
હસમુખ સોમા પટેલ અમદાવાદ પૂર્વ
મિતેશ પટેલ આણંદ
રમેશ ધડુક પોરબંદર
રંજન ભટ્ટ વડોદરા
રતન મગન રાઠોડ પંચમહાલ
દિપ રાઠોડ સાબરકાંઠા
ગીતા રાઠવા છોટા ઉદેપુર
શારદા પટેલ મહેસાણા
- 26 બેઠકોમાંથી 11 બેઠકો માટેના ઉમેદવારોનાં નામો જાહેર કરાયાં ન હતા.
- સૌરાષ્ટ્રની અમરેલી, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકો માટે મુશ્કેલી છે.
- કોના માથે કળશ ઢોળાશે તેનું સસ્પેન્સ રાજકીય વર્તુળોમાં સર્જાયું છે. આ ચારેય બેઠકો માટેનાં નામો નહીં જાહેર થવા પાછળનાં અનેક પરિબળો-કારણો રહ્યાં છે.