Gujarat: જામનગરના કાલાવડના ખેડૂત, જવાન અને સંશોધક એવા રમેશભાઈ કુરજીભાઈ પાનસુરીયા એક સમયે ભારતીય લશ્કરમાં હતા. પછી તેઓ ખેડૂત અને વેપારી બન્યા અને પછી તેઓ ખેતીના સમય અને નાણાં બચાવે એવા 50 અવનવા ખેત સાધનોનું ઈનોવેશન કર્યું હતું. આમ તેઓ જવાન, કિસાન અને વિજ્ઞાનને સાથે લઈને જીવ્યા છે.
ખેતી કરવામાં સાધનોના અભાવે કંટાળો આવે છે તેને દૂર કરવાનું કામ રમેશભાઈએ કર્યું છે.
એક ઈનોવેશન કરવામાં વર્ષ કે તેનાથી વધારે સમય લાગી જતો હોય છે. એક વિચારને અમલમાં મૂકવામાં તેમાં અનેક સુધારા કરવા પડે, ઘણી મહેનત અને મોટા ખર્ચ પછી તે આખરી સાધન બને છે.
તેમના નવા સાધનો અંગે કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટીમાં તેના જ્ઞાનનો લાભ લેવામાં આવે છે. તેઓ હંમેશ કૃષિ વિભાગ અને કૃષિ વિશ્વ વિદ્યાલયના ઓળખીતા અધિકારઓ સાથે જોડાયેલા રહે છે. ખેડૂતોનું કામ અને જીવન સરળ બને અને સમય તથા પૈસાની બચત થાય એવા એમના સતત પ્રયાસો રહેતાં આવ્યા છે. યુનિવર્સિટીમાં તેમની શોધોનું પીપીટી 100 પેઈઝનું પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. ત્યારે અનેક ખેડૂતોની હરિફાઈ વચ્ચે તેમને પહેલું ઈનામ મળ્યું હતું.
તેમને ખેતી કામ કરતી વખતે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે આવા સાધનો વિકસાવે છે.
રમેશભાઈ કહે છે કે મારે કોઈ પેટન્ટ જોઈતી નથી. મેં જે કંઈ ખાત સાધનોમાં સુધારા કર્યા છે તે ખેડૂતોને અર્પણ કરું છે. તેમાંના ઘણાં સુધારા કેટલાંક ફેબ્રિકેશન કંપનીઓએ અપનાવ્યા છે. મારી શોધના કારણે ખેડૂતોનું કામ સરળ થયું છે તેનો મને આનંદ છે. એક વસ્તુ બનાવવામાં એક વર્ષ નિકળી જાય છે. તેમાં વારંવાર ફેરફાર કરવા પડે છે. ખેતીમાં ઓછી મહેનતે સારું અને સસ્તુ કામ કરી શકાય તેમ છે.
છેલ્લું સાધન
ઘાસ દાટવાનું સાધન 2020માં તૈયાર કર્યું હતું. છેલ્લું નવું ઈનોવેશન છે, ઘાસ ઉગેલું હોય તેને દૂર કરવા માટે નવી તરકીબ શોધી છે. લોઢિયા માટે દાંતા બેસાડીને પાછળ વાવતેર ઉપર 4 ઈંચની માટીની પાળી થતી જાય. માટીની પાળી બનવાથી છોડને હવા અને ભેજ સારો મળે છે. ઉગી જાય પછી માટીની આ પાળી ધોવાઈ તેની સાથે ખડ પણ ઉખડતું જાય છે. આવું થોડા દિવસ પઢી ફરીથી કરે છે. જેમાં માટી પાકના થડમા આવી જાય અને સિંચાઈ કરતાં તે માટી ધોવાઈ અને આસપાસ ઘાસના કોટાને પણ સાથે લેતુ જાય છે. આમ આપ મેળે નિંદામણ થઈ જાય છે.
પાકની વચ્ચે ઉગેલું ઘાસ કાઢવાનું ઓછું થાય છે. મજૂરીનું ખર્ચ ઓછું થઈ જાય છે. કેન્સર માટે જવાબદાર એવી ખડ નાશક દવા છાંટવી પડતી નથી. નીંદામણ 90 ટકા ઘટી જાય છે. આસપાસના ખેડૂતો પણ આવું જ કરવા લાગ્યા છે.
જીવાતો મારતું સાધન
પાકને નુકસાન કરે એવી અનેક પ્રકારની જીવાતો હોય છે. ઉડતી જીવાતોને મારવા માટે રમેશભાઈએ નવી જ તરકીબ અજમાવી છે. તેમણે જીવાતોને ચોંટાડીને મારવાનું સાધન તૈયાર કર્યું છે. જેમાં જંતુનાશક દવા વપરાતી નથી. તેમાં ઓઈલ વપરાય છે.
પાકમાં આંતરખેડ વખતે સાતી ચાલતું હોય ત્યારે જીવાત ઉડાડવા માટે ટ્રકના ટ્યૂબના 5થી 6 ફૂટના લેરીયા બનાવીને સાતી સાથે ગોઠવી દીધા હતા. જે છોડ પર ઘસાતા જાય તેથી જીવત ઉડે અને તે જીવાત ઓઈલ લગાવેલા કાગળ સાથે ચોંટી જાય છે. ઉડતી જાવાતો રંગને કારણે આકર્ષાતી હોય છે. તેથી કાગળ પણ રંગીન રાખે છે. જેના પર જીવાતો બેસવા જાય અને ઓઈલ સાથે ચોંટી જતાં આખરે મોતને ભેટે છે. આમ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગર જીવાતને મારી શકાય છે. વળી, છત્રી આકારના લોઢીયા ઓઈલ નાંખેલું હોય છે.
ટપક સિંચાઈનું રોલર
ટપક સિંચાઈ માટે નળીઓ મહત્વની હોય છે. ટપક સિંચાઈને વર્ષો સુધી ટકાવી રાખના તેને વીંટવા માટે વપરાતું રોલર ઘણું મહત્વનું છે. કંપનીઓના હાલ રોલર આવે છે તે ભારેખમ અને ઓછા ખાંચાનું ઓછી ગોળાઈનું રોલર આવે છે. જેમાં રમેશભાઈએ સુધારા કરીને કંપનીના 3 આકાના બદલે 10 આકા ગોઠવીને રોલર મોટું કરી દીધું છે. જેથી પાઈપ વળી ન જાય. તેથી વર્ષો સુધી તે ટકે છે. ડ્રીપ ઈરીગેશનની નળીઓ લાંબો સમય સારી રહી શકે છે. પહેલા અને છેલ્લા છોડને એક સરખા દબાણથી પાણી મળે છે. ફીંડલુ ગોળ બને છે. ત્રણ પાંખીયાના બદલે 10 પાંખીયા ગોઠવેલા અને મોટું ચકરડું કરી દીધું તેથી પાઈપ તૂટવાનું ઓછું થયું હતું.
રાબડીયું
સાતીમાં દાઢો હોય તેની અંદર રાબડી ફીટ કરેલી હોય. તે બદલી ન શકાય. પાક વચ્ચે અલગ અલગ રાબડી બનાવી છે. 4થી 24 ઈંચનો સેટ કરાવી લીઘો અને બોલ્ટથી ફીટ કરાવી દેવાની રહે છે. થડિયામાં પાણી ભેગુ ન થવા દેવું ન જોઈએ. મૂળ પચકી જાય છે. મૂળનો સડો થાય છે. થડીયામાં ફૂગ ન લાગે, પાણી ન ભરાય. જે રાબડીયું તેના પર માટી ચઢીવી દે છે.
માટી ચઢાવવાનું સાધન
વાવણીની સાથે તેના પર 4 ઈંચની પાળી થતી જાય એવું સાધન તૈયાર કર્યું છે. કોઈ પણ પાક પર પાળો થઈ શકે છે. ભેજ ન ઉડવા દે. તેથી 100 ટકા પાક ઉગે છે. ફરી રોપણી કરવી પડે છે. ઉપર પોલું રહે. નાના બી જમીન ઉંચકીને કપોટા પાડી શકતા ન હોય ત્યારે તે બી માટે સારું છે. ઉગાવો સારો રહે છે. દાણા અને ખાતર એક સરખા પડે છે. એક સરખું વાવેતર થાય છે.
મગફળી ખોદાવનું સાધન –
મૂળીયા પાસે ધોડા વાળી રાપ બનાવી હતી. માગફળી ખોદવાનું આ સાધન હવે મોટા ભાગરા લુહાર બનાવતા થયા છે.
ખાતર છાંટવાનું સાધન –
ગરણીમાં થડ પાસે એક સરખું ખાતર પડે એવી પાઈપ વાળી ગરણી બનાવી છે. જેમાં રાસાયણીક ખાતર હાથથી નાંખવામાં આવે છે. ખાતરનો બગાડ થતો નથી. ખાત જ્યારે પાન પડ પડી રહે તો તે બળી જાય છે. આવું આ ગરણીમાં થતું નથી. ખાતરની બચત થાય છે. એક સરખું ખાતર નાંખવામાં આવે છે. 4 માણસનું કામ ગરણી કરી શકે છે. જેટલું જોઈએ એટલું જ ખાતર પડે છે. ટાઈમનો બચાવ થાય છે.
લશ્કર
આર્મીમાં ક્લાર્ક હતા. આર્મીની કચેરીમાં જમ્મુ ઉધમપુરમાં સરહદ પર માલ પહોંચાડવાનું કામ કરતાં હતા. ફીલ્ડ ઓર્ડીનન્સ ડેપોમાં તેઓ હતા. ત્યાં તેમણે કામને સરળ કરી આપ્યું હતું. કચેરીમાં વ્યવસ્થા એવી ગોઠવી કે જવાનોનો સમય બચવા લાગ્યો હતો. પછી દિલ્હી, મુંબઈ અને કલકત્તામાં પોસ્ટીંગ તેમને મળેલું. આર્મીમાં પણ કામ માટે નવા ઈનોવેશન કરેલાં જેમાં આર્મીમાં જવાનનો સમય બચી જાય. ભારતના લશ્કરે તેમને યુનોના લશ્કરમાં મોકલીને 35 દેશના જવાનોની સાથે તેઓ આફ્રિકાના સોમાલીયામાં લશ્કરી ઓપરેશનમાં ગયા હતા. જ્યાં દોઢ વર્ષ રહ્યાં હતા. યુનોએ વિશ્વના દેશોના વિઝા આપેલા તેઓ કોઈ પણ દેશામાં જઈ સકતા હતા.
વેપારી
બીજા લોકો દારૂ પીતા હોય ત્યારે આર્મીમાં હોલ સેલ બજારમાં તેઓ ફરવા જતા હતા. માતાપિતાને સાચવવા પ્રિમેચ્યોર રિટાયર થયા હતા. જામનગર આવીને તેઓ ખેતી કામ કરવા લાગ્યા હતા. તેની સાથે લગ્નના રેડીમેડ વસ્તુનો વેપાર કર્યો હતો. જે મોટા શહેરોના જથ્થાબંધ બજારોમાં ફરતાં હતા તે કામ આવ્યું હતું.