ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલે લેવાશે. રાજ્યમાં ગુજકેટની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. રાજ્યભરમાં જે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની તારીખ જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો જિલ્લા કક્ષાએ ફાળવવામાં આવ્યા છે
ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલે લેવાશે. આ વખતે ખાસ વાત એ છે કે હવે આ પરીક્ષા કેન્દ્રો જિલ્લા કક્ષાએ ફાળવવામાં આવ્યા છે. જેથી આ વખતે વિદ્યાર્થીઓએ વધુ દૂર જવું પડશે નહીં. ગુજકેટની આ પરીક્ષા જિલ્લા કક્ષાએ સવારે 10 થી સાંજે 4 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.