Gujarat કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ
10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ
અમદાવાદ, 5 એપ્રિલ 2025
Gujarat ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે.
ખર્ચ
3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ શકતાં બીજા એટલાં જ અને શહેરની સરકારો ખસીકરણ માટે એટલું જ ખર્ચ કરે છે. આમ ગુજરાતમાં કુતરા હવે મોંઘા પડી રહ્યાં છે. રૂ.300 કરોડથી 600 કરોડનો ખર્ચ થાય છે. સરેરાશ એ માણસે રૂ. 100નો ખર્ચ થાય છે.
ઉપાય
કુતરાનો સારો ઉપાય એ છે કે, કરડતા કુતરાને પકડીને દીપડાઓ જે જંગલમાં રહેતા હોય ત્યાં છોડી દેવા જોઈએ. જેથી દુધાળા પશુઓનો શિકાર બચાવી શકાય અને કુતરાને તેના ખોરાક તરીકે આપી શકાય
નિષ્ફળ તંત્ર
ગુજરાતમાં વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ સુધીના ત્રણ વર્ષ અને ૨૦૨૫ના જાન્યુઆરી માસ મળીને રાજ્યમાં કૂતરા કરડવાના કુલ ૮,૯૪,૬૭૯ બનાવ બન્યા છે. એકલદોકલ બાળકો-વૃદ્ધો ઉપર પણ હવે હુમલો કરતા કૂતરાઓનો આટલો ઉત્પાત છતાં રાજ્ય સરકાર આટલી ખરાબ સ્થિતિને નિયંત્રણમાં લઇ શકી નથી અને ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં જ ૫૩,૯૪૨ નાગરિકોને કૂતરા કરડ્યા છે.
ગામડાઓમાં સરપંચ અને શહેરના મેયર કુતરા કરડવા જેવી બાબતથી પણ મુક્તિ અપાવી શકતા નથી. રસ્તા પર જતા વ્યક્તિ કે વાહન ચાલકને કૂતરાના ત્રાસથી ડરતા રહેવું પડે તેવી સ્થિતિ છે.
લોકસભા
લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે કારણકે દર વર્ષે કુતરા કરડવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રોજના સરેરાશ ૧૮૦૦ લોકોને કૂતરા કરડે છે. તે જોતા મહાનગરોમાં કુતરા પકડવાનું કે તેના ખસીકરણની કામગીરી કેટલી કંગાળ હશે તે સ્પષ્ટ છે. કેટલાક રાજ્યને બાદ કરતા ગુજરાતમાં કુતરા કરડવાનું પ્રમાણ વધારે હોવાનું પણ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
દેશ
૨૦૨૫ના જાન્યુઆરીના આંકડા મુજબ ગુજરાતમાં કૂતરા કરડવાના ૫૩,૯૪૨ બનાવ સામે બિહારમાં ૩૪,૪૪૨, દિલ્હીમાં ૩૧૯૬, કર્ણાટકમાં ૩૯,૪૩૭, મધ્યપ્રદેશમાં ૧૬,૧૭૦, મહારાષ્ટ્રમાં ૫૬,૫૩૮, રાજસ્થાનમાં ૧૫,૦૬૨ અને ઉત્તરપ્રદેશમાં ૨૦,૪૭૮ બનાવ બન્યા હતા.
કેન્દ્રના પશુપાલન વિભાગે બેંગલુરુ મહાનગરે કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા કરેલી કામગીરીની ખાસ નોંધ લીધી છે. ખસીકરણની ટકાવારીમાં ૨૦ ટકા જેટલી સિદ્ધિ થઇ છે. તેથી કૂતરાઓની વસતીને અને જન્મ નિયંત્રણ અંકુશમાં લઈ શકાય છે.