Gujarat Heatwave Alert: ગુજરાત તપશે: ઉત્તર અને કચ્છમાં યેલો એલર્ટ, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે!
Gujarat Heatwave Alert: એપ્રિલ મહિનાનો મધ્ય ભાગ ચાલે છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મે સમાન ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ તીવ્ર તાપમાન રહેવાની આગાહી કરી છે, જેના પગલે લોકોમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી બે દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આટલું વધી શકે છે તાપમાન
અમદાવાદ : તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે
રાજકોટ : તાપમાન 43 ડિગ્રી સુધી જવાનું અનુમાન
રાજ્યમાં કુલ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે
ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
હીટવેવથી બચવા માટે ખાસ સૂચનો
હવામાન વિભાગે લોકોને સલામત રહેવા માટે નીચેના ઉપાયો અપનાવવાની સલાહ આપી છે:
ઠંડા પ્રવાહી જેમ કે છાશ, લીંબુ પાણી, નારીયેળ પાણી, ORS વગેરેનું પૂરતું સેવન કરવું
તડકામાં ફરવાનું ટાળવું, ખાસ કરીને બપોરના 2થી 4 વચ્ચે
ટોપી, છત્રી, ચશ્માં અને સફેદ ઢીલા કપડાં પહેરવા
વધુ તાવ, માથુ દુખાવું કે ઉલ્ટી થઈ રહી હોય તો તાત્કાલીક ડૉક્ટરની સલાહ લેવી
ઠંડક માટે મોલ, મંદિર, મસ્જિદ, થિયેટર જેવા સ્થળોની મુલાકાત લેવી
તાપમાન ઘટાડવા માટે ઘરની છત પર સફેદ ચૂનો અથવા ટાઇલ્સ લગાવવી
બજારનું ખુલ્લો અને બગડેલુંલો ખોરાક ટાળવો, ખાસ કરીને બરફ અને દૂધમાવાની વાનગીઓ
લૂના સામાન્ય લક્ષણો જાણો
શરીર તાપમાન વધવું
માથું દુ:ખવું, ચક્કર આવવી
ઉલ્ટી, ઉબકા
ખૂબ તરસ લાગવી
બેભાન થવાનું જોખમ
ત્વચા સુકાઈ જવી
એવા કોઈ લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનું કે ડૉક્ટરનો સંપર્ક કરવો. તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ ને પણ કોલ કરી શકાય છે.