Gujarat ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો ધંધો
ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો અને કાળાબજારિયાઓ ફાવી ગયા
માઇક્રો બેટરી યુવાનોને ફેફસા કોરી ખાય છે, ત્યાં વિનાશક ઈ હુક્કા આવી ગયા
દિલીપ પટેલ
અમદાવાદ, 5 એપ્રિલ 2025
Gujarat શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમાં ઇ-સિગારેટ વેચાઇ રહી છે. કાફેની આડમાં ચાલતા ગોરખધંધા સેન્ટરો પર ઇ-સિગારેટનું ચલણ ખૂબ જ વધી ગયું છે. યુવાનો તો ઠીક પણ યુવતીઓના પર્સમાં પણ ઇ-સિગારેટ જોવા મળી રહી છે. અદાણીના મુંદ્રા બંદર પરથી રૂ. 50 કરોડની ઈ સિગારેટ પકડાઈ ત્યારથી ગુજરાત હવે ડ્રગસની જેમ ઈ સિગાટેરનું હબ બની ગયું છે.
ઈ-હુક્કાનો ઉપયોગ કરનારાઓને ગર્જનાના અવાજની સાથે હુક્કો પીવાનો અનુભવ પણ થાય છે. જે હુક્કા જેવા જ અનુભવ કરાવી રહ્યાં છે.
બજાર
ભારતમાં 2019માં પ્રતિબંધ મૂક્યો ત્યારે ઈ-સિગારેટનું કાળા બજાર 1500 કરોડ રૂપિયાનું હતું. હવે તે બજાર રૂ. 5 હજાર કરોડને પાર કરી ગયું છે. 2029માં ગુજરાતમાં પ્રતિબંધ મૂકાયો ત્યારે વેપારીઓએ સરકારને મળીને કહ્યું હતું કે, પ્રતિબંધ ન મૂકો, તેનાથી કાળા બજાર ઉભા થશે. એવું જ થયું છે. ગુજરાતમાં 600 કરોડની ઈ સિગારેટ પીવાતી હોવાનું અનુમાન છે.
ભારતમાં કોઈ કંપની ઈ-સિગારેટ બનાવતી નથી. પ્રતિબંધ પહેલાં ભારતમાં લગભગ 460 ઈ-સિગારેટ કંપની હતી જે માલ વેચતી હતી. બજારમાં તેમના હજારથી વધુ ફ્લેવર પ્રોડક્ટ્સ વેચાઈ રહ્યા છે. જેનું ટર્નઓવર લગભગ 1800 કરોડ રૂપિયા છે. પરંતુ તેનું કાળા બજાર 5 હજા કરોડ થઈ ગયું છે. ગુજરાતમાં આવી કંપનીઓ છે, જે ઈ સિગારેટ બનાવે છે.
વળી, ઇ-સિગારેટ ઉત્પાદનો ચીન, કોરિયા, જાપાન અને દુબઈ જેવા દેશોમાંથી મુંબઈ, દિલ્હી અને ગુજરાત થઈને લાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના અને વિશ્વના મોટા ઉદ્યોગપતિ પૈકીના એક એવા ગૌતમ અદાણીના મુંદરા બંદર પરથી રૂ. 50 કરોડની ઈ સિગારેટ પકડાઈ હતી. ત્યારથી ગુજરાત જે રીતે ડ્રગ્સનું હબ બની ગયું છે તેમ ઈ સિગારેટમાં પણ વેપારનું મુખ્ય મથક બની રહ્યું છે.
ચીની સિગરેટ
2003 માં ચીની ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઈ-સિગારેટ ભારતમાં નેપાળના નાથુલા પાસ અને અન્ય વેપાર માર્ગ દ્વારા આવી હતી. હવે મુંદરા માર્ગ બની ગયો છે. વિદેશી સિગારેટ દાણચોરી કરીને વિદેશથી લાવવામાં આવે છે. નિયમો અનુસાર બોક્સ પર 80 ટકા કેન્સરનું પિક્ચર હોય તેવી સિગારેટ વેચી શકાય. પિક્ચર હોતુ નથી, જે વેચવી ગુનો બને છે. દેશભરમાં અત્યારે સિગારેટના બદલે ઈ-સિગારેટનો ક્રેઝ વધી રહ્યો છે.
કાયદાથી બ્લેક બજાર
ગુજરાત સરકારે 2019થી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા બ્લેક ઓપન માર્કેટ મુંદરા બની ગયું છે. હુક્કાબાર માટે 3 વર્ષની કેદ અને રૂા. 50,000 સુધીનો દંડ થાય છે.
આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ – ઇલેકટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ’’ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 3 વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ થાય છે.
શું છે ઈ સિગારેટ
ઈ-સિગારેટ એટલે ઇલેક્ટ્રોનિક સિગારેટ. ઈ સિગારેટ એ એક ઇલેક્ટ્રિક ડિવાઇસથી બનેલી પેન આકારની સિગારેટ છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સનું એક સંક્ષિપ્ત રૂપ છે. આમાં માઇક્રો બેટરી સંચાલિત ઉપકરણો હોય છે. જે સામાન્ય રીતે ઇ-સિગારેટ્સ તરીકે ઓળખાય છે. જે ધૂમ્રપાનની સંવેદનાનું અનુકરણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ઉત્પાદનો જ્વલનશીલ સિગારેટ માટે એક સક્ષમ વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું તમાકું નથી. પણ સામાન્ય માત્રમાં તમાકુના અવશષો જેમ કે ટાર, કાર્બન મોનોક્સાઇડ હોય છે.
સિગારેટ એક બેટરી ઓપરેટેડ ડિવાઇસ છે. નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.
ગૌતમ અદાણીના મુંદરા બંદર
ગુજરાતમાં ગૌતમ અદાણીના મુંદરા બંદર ઈ સિગારેટ ગેરકાયદે આયાત કરવાનું હબ બની ગયું છે. 2022માં DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડની ઈ સિગારેટ ઝડપી હતી. કન્ટેનરમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. બન્ને કન્ટેનરના બિલ ઓફ લેડિંગમાં ફેરફાર કરીને દુબઈ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ભારતમાં ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ છે. તેમ છતાં ચોરી છુપીથી ઘુસાડવવામાં આવે છે.
2022માં સુરતમાં DRIએ 20 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો કન્ટેનર ભરેલો જથ્થો જપ્ત કર્યો હતો. શહેર ઈ-સિગારેટ ચીનથી આવી હતી અને મુંબઈ લઈ જવાની હતી.
અમદાવાદના બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ પાડતા 4.91 લાખની 434 નંગ ઇ-સિગારેટ ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4.24 લાખની રોકડ, બે કાર સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. રાજપથ ક્લબ પાસે આવેલા રંગોલી રોડ પાસેના સાલીસ્ટર બિલ્ડિંગમાં પાપાગો નામનુ પાન પાર્લર વેચતા હતા. સાલીસ્ટર બિલ્ડિંગની બેઝમેન્ટમાં બે કાર પાર્ક કરેલી કારમાં મોટો જથ્થો રાખતા હતા.
તાજેતરમાં કાલુપુરની અરિહંત ગિફ્ટ એન્ડ કિચન શોપમાં દરોડા પાડીને એસએમસીએ 9.11 લાખની ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.
ઇ-સિગારેટ સાથે ઝડપાયેલા ત્રણ સપ્લાયરો અમદાવાદના તમામ પોશ વિસ્તાર મોટા પાન પાર્લર પર સપ્લાય કરે છે.