Gujarat government DA hike 2025 : ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબરી! મોંઘવારી ભથ્થામાં વધારો અને ત્રણ મહિનાનું એરિયર્સ મળશે, જાણો કોને કેટલી સહાય મળશે?
Gujarat government DA hike 2025 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણ મુજબ વધારો કરવામાં આવ્યો છે.
આ નવી જાહેરાત મુજબ, કુલ 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. આમાં રાજ્યસેવા, પંચાયત સેવા અને અન્ય વિભાગોનો સમાવેશ થાય છે.
શુ કર્યો છે સરકારે નિર્ણય?
આ જાહેરાત રાજ્યના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. તેમણે જણાવ્યું કે, સાતમા પગાર પંચના લાભાર્થીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકા અને છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ માટે 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળશે!
આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો ગણાશે અને તેની તફાવત રકમ (એરિયર્સ) પણ એકસાથે ચૂકવવામાં આવશે. એપ્રિલ 2025ના પગાર સાથે જ આ ત્રણ મહિનાનું એરિયર્સ મળવાનું રહેશે.
આર્થિક ફાયદો કેટલો થશે?
સરકારના આ નિર્ણયો પ્રમાણે, એરિયર્સ તરીકે કુલ રૂ. 235 કરોડની ચૂકવણી કરવામાં આવશે. ઉપરાંત દર વર્ષે પગાર અને પેન્શનના માધ્યમથી રાજ્યના ખર્ચમાં અંદાજે રૂ. 946 કરોડનો વધારો થવાનો અંદાજ છે.
અંતે શું સૂચના આપવામાં આવી છે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયો લેવાયો હતો. નાણાં વિભાગને આ ભથ્થા વધારાના અમલ માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે.