GUJARAT રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલવા જઇ રહ્યા છે…કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા.
મંદિર : અંબાજી
સમય: સવારે ૭:૩૦થી ૧૦:૪૫ વાગ્યા સુધી
બપોરે: ૧૨:૩૦થી ૪:૩૦ વાગ્યા સુધી
સાંજે: ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી
જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા, પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો છે જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો 11 તારીખથી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લા મુકવામા આવશે.
મંદિર : ચોટીલા
સમય: સવારે ૭:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી
રાજ્યના દરેક ધાર્મિક સંસ્થાઓએ એક સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર ન થાય તેની કડકપણે તકેદારી રાખવાની રહેશે…જેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોએ મંદિર ખુલે તે પહેલા સેનેટાઇઝિંગ..સાફસફાઇ સહિતની કામગીરી આરંભી છે.
મંદિર : દ્વારકા
સમય: સવારે ૬:૩૦ વાગ્યાથી દર્શન કરી શકાશે
તો ઘણા લાંબા સમય બાદ મંદિરો શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલતા હોવાથી એક સાથે ભીડ એકત્ર ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે.
મંદિર : સોમનાથ
સમય: સવારે ૭:૩૦થી ૧૧:૩૦ વાગ્યા સુધી
બપોરે ૧૨:૩૦થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી
મંદિર : વિરપુર
સમય: સવારે ૭:૦૦થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી
બપોરે ૩:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી
કોરોનાની મહામારીથી હવે રાહત મળી છે. જેથી શ્રદ્ધાળુઓમાં ઉમંગ છે. જેથી શ્રદ્ધાળુઓના આગમન પર્વે મા ઉમિયાનું ધામ ઊંઝા.પાવાગઢ. અને બહુચરાજી મંદિર તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે.
મંદિર : પાવાગઢ
સમય: સવારે ૬:૦૦થી સાંજના ૭:૩૦ વાગ્યા સુધી
તો ડાકોર, શામળાજી અને દ્વારકા મંદિર તંત્ર પણ સજ્જ બન્યું છે તો જગતના નાથ જગન્નાથનું અમદાવાદ સ્થિત મંદિર પણ દર્શનાર્થીઓના આગમન પૂર્વે સજ્જ જોવા મળ્યું છે.