- રૂપાણી સરકારના 100 કૌભાંડો પછી હાંકી કઢાયા હતા
કૌભાંડોથી ખરડાયેલી સરકારને કોણ હાંકી કાઢે છે - રૂપાણીએ જેમને છાવર્યા હતા તે સાગઠીયાના કૌભાંડો પછી રૂપાણીના 100 કૌભાંડો જૂઓ
Gujarat: ભોળા દેખાતા ગુજરાતના બિલ્ડર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક પછી એક 100 કૌભાંડો બહાર આવ્યા છે. તેનાથી પ્રજાને આંચકા પર આંચકા મળી રહ્યા છે. ત્યારે લોકો હવે વિજય રૂપાણીના રાજમાં 100 કૌભાંડો થયા હતા તે યાદ કરીને કઈ સરકાર સારી તેનો હિસાબ મૂકી રહ્યા છે. ખાસ કરીને દેશના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી જીતવા લોકસભામાં અમિત શાહને પડકાર આપીને ગુજરાતમાં સાગઠીયા કૌભાંડના અગ્નિકાંડના લોકોને મળ્યા બાદ હવે દિલ્હી સરકાર કૌભાંડોની યાદી મંગાવે એવી લાગણી જોવાઈ રહી છે. ત્યારે અગાઉની વિજય રૂપાણીની સરકારના એ 100 કૌભાંડો જેના કારણે તેમને હાંકી કઢાયા હતા તે લોકો યાદ કરી રહ્યાં છે. આનંદીબેન પટેલને પણ કૌભાંડના કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. પણ ખરા અર્થમાં તો નરેન્દ્ર મોદીની સરકારોમાં સૌથી મોટા કૌભાંડો થયા હતા. પણ તેમને ભાજપે પ્રમોશન આપીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયના 100 કૌભાંડો તો લોકોને યાદ છે. પણ હાંકી કઢાયેલા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારમાં જે 100 કૌભાંડો થયા હતા તે ફરી યાદ અપાવી રહ્યાં છે. કારણ કે રૂપાણીની આખી સરકારને હાંકી કાઢીને તેના એક પણ પ્રધાનને નવી સરકારમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે નવી સરકાર પણ રૂપાણીને ટપી જાય એવી નીકળી છે. રૂપાણી અને પટેલ બન્ને ગૃહ પ્રધાન અમિત શાહને વફાદાર છે.
રૂપાણી સરકારના 100 કૌભાંડો
રૂપાણીને કૌભાંડના કારણે જ સત્તા પરથી ખદેડી દેવાયા હતા.
સાગઠીયા
સાગઠીયા ટાઉપ પ્લાનીંગ અધિકારી પાસેથી નાક દબાવીને કામ કરાવેલા છે. તપાસ થાય તો ઘણી વિગતો બહાર આવે તેમ હતી. પણ રૂપાણીએ તેમની સામે કોઈ તપાસ કરાવી ન હતી. હવે 10 હજાર કરોડના કૌભાંડો સાગઠીયાના બહાર આવ્યા છે. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન હતા ત્યારે સાગઠીયાના ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવતાં તેમની સામે ફરિયાદ થઈ હતી પણ રૂપાણીએ તેમની સામે કોઈ પગલાં નહીં લઈને બચાવી લીધા હતા. હવે રાજકોટના લોકોને જીવતા સળગાવી દેવાયા છે.
સાગઠીયાના ભ્રષ્ટાચાર એ રૂપાણીના પ્રતાપે ફાલ્યા ફુલ્યા હતા.
રાજકોટની ચંડાળ ચોકડીના કેવા કરતુતો છે તે આ અહેવાલની નીચે આપેલા છે.
રાજકોટમાં જ્યાં હાથ નાખો ત્યાં ચંડાળ ચોકડીના જમીન અને ટેન્ડર કૌભાંડો મળી આવે છે.
ટીપી
રૂપાણી રાજમાં દર 4 દિવસે એક ટીપી – ડીપી મંજૂર કરવામાં આવતી હતી.અંદાજે 100થી 150 હેક્ટર એક ટીપી હોય છે. જેમાં 50થી 75 હેક્ટર જમીન સરકારશ્રી કે સ્થાનિક સરકારની હોય છે. જેમાં મોટા ગોટાળા થાય છે. એક ટીપી સ્કીમમાં અંદાજે 100 સરવે નંબર હોય છે.
રૂપાણીએ દર વર્ષે સરેરાશ 100 નગર યોજના – ટીપી સ્કીમ – જાહેર કરી હતી. 5 વર્ષમાં 500 ટીપી મંજૂર કરી હતી. તેમાં ગોટાળા થયા હોવાની શંકા ઊભી થાય એવું એક મોટું કૌભાંડ એક જ જમીનનું આવ્યું હતું.
અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં 43 ડ્રાફ્ટ TP સ્કીમ રૂપાણીએ મંજૂર કરી હતી.
2018માં 100 નગર રચના , 2019માં 100 ટીપી અને 2020માં 100 યોજનાઓ મંજૂર રૂપાણીએ કરી હતી. હવે આવી 500 ટીપી અને ડીપી શંકાના ઘેરામાં આવી હતી.
એક ટીપી સ્કીમમાં શહેર સત્તામંડળને 4500 ચો.મી વેચાણના હેતુ માટેના પ્લોટ હોય છે. 30 હજાર ચોરસ મીટર સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના પ્લોટ હોય છે.
જાહેર સુવિધા માટે 12 હજાર ચો.મી. એક ટીપીમાં હોય છે.
ખુલ્લી જગ્યા/બગીચા/પાર્કિંગ માટે 10 હજાર ચો.મી.ના પ્લોટો એક હોય છે.
TPમાં 60થી વધુ આંટીઘૂંટી હોય છે. 425 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ પેન્ડિંગ હતી. જે બધી રૂપાણીએ રાતોરાત મંજૂર કરી હતી. ટીપી સ્કીમમાં 60 જટિલ પ્રક્રિયા ઘટાડવા નિર્ણય કર્યો હતો.
ઝોન ફેરફારની મંજૂરી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી હતી. રૂપાણીની નીતિન ભારદ્વાજ અને ચંડાળ ચોકડીનું એક કૌભાંડ બહાર આવ્યું હતું. ચંડાળ ચોકડીના કૌભાંડો આ અહેવાલમાં છેક નીચે વિગતે છે.
સોલા
સોલામાં ટીપીમાં ફેરફાર કરાયા – EWSના મકાનની બાજુમાં મોટા નેતાનો પ્લોટ હોવાથી રાતો રાત ‘સેટિંગ’ પાડી દેવાયું હતું.
ટીપીમાં 30 હજાર કરોડનું ભાજપનું ફંડ – 2017માં સુરતમાં ટીપી સ્કીમોના ઓઠા હેઠળ 30 હજાર કરોડનું ફંડ એકઠું કર્યું હોવાનો આરોપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મૂક્યો હતો.
જેટલી ટાઉન પ્લાનીંગ રૂપાણીની તમામ તપાસ થવી જોઈએ. તેમાં રાજકોટના સરકારની જમીનોના તમામ કિસ્સા તપાસ કરવા જોઈતા હતા તે થયા નથી.
ત્યાર પછી વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
સહારા ઈન્ડિયા કૌભાંડ
આર.કે.બિલ્ડર, શેઠ બિલ્ડરને રૂપાણીએ જમીન આપી હતી તે શ્રીસરકાર થાય તેમ હતી. હવે આ જમીનમાં શ્રીસરકાર દાખલ કરવા માગણી વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. .
જમીન શ્રીસરકાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફારમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજકોટના ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજના કારણે 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ સંયુકત રીતે પત્રકાર અને મીડિયાના મિત્રોને માહિતી આપી હતી.
20 રેવન્યુ સર્વે નંબરની 5.37 લાખ વાર એટલે કે 111 એકર જમીનનો ગોટાળો બહાર આવ્યો હતો.
ઝોન ફેરફાર કરી હતી.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય પાણી કે જેઓ શહેરી વિકાસ વિભાગ પણ તેમની પાસે હતો. તેમણે 28 મે 2021માં મંજૂરી આપેલી હતી.
રાજકોટમાં રૂ.65 કરોડની જમીન વેચી
15 વર્ષ પહેલા સહારા કંપનીએ ટાઉનશીપ બનાવવા માટે ખરીદેલી 110 એકર ખેતીની જમીન રાજકોટનાં એક બિલ્ડર જૂથે ઓક્ટોબર 2018માં રૂ.65 કરોડમાં ખરીદી લીધી હતી. ત્યારે જ આ વિગતો બહાર આવી હતી. કોંગ્રેસ હવે યશ ખાટે છે.
કંપનીએ સમય મર્યાદામાં જમીન બિનખેતી કરાવી પ્રોજેક્ટ શરૂ નહીં કરતા શરતભંગથી માંડી જમીન ખાલસા કરવા સુધીના સરકારી લીટીગેશન ઉભા થયા હતા.
આગામી દિવસોમાં આ વિસ્તારમાં હોટેલ અને ટાઉનશીપ સહિતના મોટા પ્રોજેકટ આવે તેવી શક્યતા હતી.
સહારા કૌભાંડ
બિલ્ડર ભાગીદારીથી આ જમીન પડાવી લેવાઈ છે. સહારા ઇન્ડિયાએ ગુજરાતમાં આજ દિન સુધી એકેય પ્રોજેક્ટ પૂર્ણ કર્યો નથી. પ્લોટના નામે ડિપોઝીટ ઉઘરાવાય છે.લોકોના નાણાં ફસાયા છે તેમ છતાં સાદી અરજીના આધારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઝોન ફેરની કાર્યવાહી હાથ ધરી હતી.
500 કરોડ સહારા ઇન્ડિયાની જમીન સરકારશ્રી થવા લાયક જમીન હતી. જ્યાં ક્રેડાઈના પ્રમુખ – પરેશ ગજેરાને બનાવેલા છે. જે રૂપાણીના પીઠું છે.
કેજરીવાલ – રાહુલ
સહારા-બિરલા ડાયરી : મોદી સામે તપાસ નહીં
આવકવેરા વિભાગના એક દરોડામાં સહારાની કચેરીમાંથી એક ડાયરી મળી હતી જેમાં 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને 2પ કરોડ રૂપિયા કથિતપણે અપાયા હતા. મોદી સહિત કેટલાક રાજકારણીઓએ લાંચ પેટે રૂપિયા લીધા હોવાના આરોપ હતો. જે અદાલતે ફગાવી દીધો હતો.
સહારા જૂથે 9 વખત મોદીને કરોડો રૂપિયા આપ્યા હતા. 21 ડિસેમ્બર 2016માં મહેસાણામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહેસાણામાં જંગી રેલીને સંબોધતા મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા.
ગ્રીન ઝોન
બીજી તરફ નવા ડી.પી.માં અમદાવાદ હાઈવે પરના વિસ્તારમાંથી ગ્રીન ઝોન પણ ઉઠી જતાં આગામી સમયમાં જમીન ખરીદનાર બિલ્ડર જૂથ આ જમીન ઉપર મોટા પ્રોજેકટ મુકે તેવી શક્યતા છે.
1 લાખ હેક્ટર જમીન
રૂપાણીના રાજમાં 1 લાખ હેક્ટર જમીન બિન ખેતી થઈ હતી. એક મીટરે 300 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો.
વ્યારા
વ્યારામાં ટીપીમાંથી જમીનનું રિઝર્વેશન ઉઠાવી લેવાના નામે જમીન છૂટી કરીને રૂ.5 કરોડ ભાજપે શહેરમાંથી ઉઘરાવી હોવાનો આરોપ હતો.
હીરાસર હવાઈ મથક
ચોટીલા નજીક હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પાસે નજીક 520 હેક્ટર સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપીને રૂપાણી 2018માં 5 હજાર કરોડનું જમીન કૌભાંડ કર્યું હતું.
બીજું હીરાસર પાસે જમીન કૌભાંડ થયું તેમાં રૂપાણી અને ચંડાળ ચોકડીનું નામ બહાર આવ્યું હતું.
હીરાસર એરપોર્ટનું કૌભાંડ અબજોમાં છે. આસપાસની જમીનોની તપાસ કરો. જમીન ખાલસા કરવી પડી છે. વિક્રાંત પાંડે, ઉદિત નારાયણની બદલી કરવી હતી.
સનાથલ
29 ઓક્ટોબર 2017ના રોજ એક વર્ષ પહેલાં અમદાવાદમાં સનાથલ ગામમાં બિલ્ડર્સને ચોક્કસ રાહત આપીને વર્ષ 2013-14માં ભાજપ સરકાર પર ઓછામાં ઓછું 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની નીતિઓને ટાર્ગેટ કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જમીન કપાતમાં કેટલીક રાહત આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ
વિજય રૂપાણીએ અમદાવાદના થલતેજ અને વસ્ત્રાપુરની જમીન છુટી કરવા તત્કાલીન કલેકટર વિક્રાંત પાંડેને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બોલાવીને મંજૂરી આપવા દબાણ કર્યું હતું.
આ અધિકારી અગાઉ રાજકોટમાં કલેક્ટર હતા અને તેઓને રાજકોટથી બદલીને અમદાવાદમાં મુકવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં . 100 કરોડનો વહીવટ થવાની ગંધ આવતા દિલ્હીની સુચના મુજબ કલેકટર વિક્રાંત પાંડેની રાતોરાત બદલી થઈ હતી.
આવા તો અનેક કૌભાંડો ભાજપના શાસનમાં થયેલ અને આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાના કારણે આખી સરકારને બદલવી પડી હતી.
ઝોન ફેર
રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં 1111 એકર જમીનો ઝોન ફેરફારની મંજૂરી હોવાનું અનુમાન છે. જેમાં 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવામાં આવે છે. તેથી ભૂપેન્દ્ર પટેલે તે તમામ ઝોન ફેર રદ્દ કરવી જોઈએ.
700 જેટલી જમીનોના ટૂકડા ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરી વિજય રૂપાણી સામે તપાસ શરૂ કરવી જોઈએ.
અમૂલને જગ્યા આપી
અમૂલ દૂધને જમીન આપી હતી. સૌરાષ્ટ્ર-કચ્છનો મોટી ડેરી માટે આણંદપર-સોખડામાં 70 એકર જમીન આપી તેની આસપાસ જમીનોના સોદા થયા હતા તેની તપાસ કરો.
સૌની યોજના
3 હજાર કરોડની સૌની યોજના રૂ. 20 હજાર કરોડની કેમ થઈ ગઈ તેની તપાસ જરૂરી છે. સૌની યોજનાના ટેન્ડર કે વગર ટેન્ડરની વિગતોની તપાસ થાય તો ગુજરાતના મકાન વગર રહેતા તમામ લોકોના મકાન સરકાર મફત બનાવી શકે તેમ છે.
રાજકોટ હાઇવે
રાજકોટ અને અમદાવાદ હાઈવે તથા બીજા માર્ગોના ટેન્ડરો ઊંચા ભાવે કેમ અપાયા હતા. જેનું કામ હતું પૂરું થયું નથી. અહીં ઠેકેદારોના કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવ્યા છે.
હાઈરાઈઝ
70 માળની હાઈરાઈઝ બિલ્ડીંગોને મંજૂરી રૂપાણીના સમયમાં કેમ આપવામાં આવી તે તપાસ કરવી જોઈએ.
ચેરીટી
રાજકોટ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની ચેરીટી કમિશનરમાં જેટલી જમીન સોદા થયા છે તેની તપાસ ભૂપેન્દ્ર પટેલની સરકાર કરે. અમદાવાદમાં જગન્નાથ મંદિરની 800 કરોડની જમીન 8 કરોડમાં આપી દીધી તેની તપાસ થવી જોઈએ.
અંધ-અપંગ
કાલાવડ રોડ પર અંધ અપંગ વૃદ્ધાશ્રમ, કોસ્મો સિનેમાની પાસે. ટ્રસ્ટના નામે જમીન લઈ લીધી. જ્યાં મડ હાઉસ બનાવ્યું. જેમાં ભાજપના નેતાઓની ચંડાળ ચોકડીના પુત્રો છે.
ભાવનગર રોડ પર મહાદેવ જીન પાસે પેટ્રોલ પંપ છે તેની જમીનનું મોટું કૌભાંડ થયું હતું.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં લવાસા, લોનાવાળા, મહાબળેશ્વર એકરો જમીન કયા ભાજપના નેતાઓએ લીધી છે તેની તપાસ ન થઈ
સ્ટેમ્પ ડ્યુટી
રાજકોટના પ્રજ્ઞેશ જાની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અધિકારી પાસે ખોટી ભાગીદારી કરીને શિવમ એન્ટરપ્રાઇઝ – 3.75 કરોડની નોટિસ આપી. દંડ સાથે 37 કરોડ ભરવાના થતા હતા. વિજય રૂપાણીએ તેની પતાવટ કરી માફ કરી દીધા. તેની તપાસ થવી જોઈએ.
જીઆઇડીસી
જામનગર રોડ પર આનંદપર ગામ પાસે જીઆઈડીસી થવાની હતી. ત્યાં કેવા જમીન કૌભાંડ થયા છે તે બહાર લાવો.
મોરબી રોડ પર બેડી ગામ પાસે મારવાડી કોલેજ પાછળ જમીન કૌભાંડ થયેલ છે. શ્રી સરકાર થયેલી જમીન – મહેસુલ તંત્રને ખિસ્સામાં રાખીને મળતીયાઓએ કામ કર્યું છે.
મફતિયા પરા
રાજકોટના અમીન રોડ પર હીંગળાજ નગર પર મફતિયા પરામાં 1 લાખ વારનો ભાવ છે. તેના પર દબાણ થઈ ગયું હતું. મનસુખ સાવલિયા ભાગીદારી કરી પીપીપી આવાસ યોજનાની તપાસ થવી જોઈએ.
મુખ્ય પ્રધાનના છેલ્લા દિવસોમાં જેટલા જમીન સોદા થયા તે શોધી કાઢી રદ કરવા જોઈએ.
રાજકોટ ટેન્ડર
રાજકોટની પ્રજા ત્રાહીમામ હતી. એકી સાથે ટેન્ડર આપી દીધા. ટેન્ડર પાસ કરી દેવાયા હતા. કેમ આટલી ઉતાવળ રૂપાણીએ કરી હતી. રાજકોટને એકીસાથે ખોદી નાખવામાં આવ્યું હતું. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એક પછી એક કામ કરવાના હોય પણ તે ટેન્ડર રૂપાણીએ આપી દીધા.
ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા એવો વહીવટ રૂપાણી રાજમાં થયો હતો.
ગજાનન
ગજાનના સોસાયટી કૌભાંડ થયું છે. રાજેન્દ્ર કુમાર – કલેક્ટર 2012માં આનંદીબેનની સરકાર હતી. ભાજપના 3 આગેવાનો રૂપાણી, ભારદ્વાજ બોદર ત્રણેય કલેક્ટર પાસે ગયા હતા અને દબાવેલા, સીસીટીવી ફૂટેજ આજ સુધી આપવામાં આવેલા. બિનખેતી કરાવી હતી. જેનું નામ બદલીને શીવધારાના બોદર અને રૂપાણી, અંજલી , ઋષભ, રાધીકા ફેમિલી દસ્તાવેજો છે.
વેન્ટિલેટર -ધમણ કૌભાંડ
ધમણ-1 વેન્ટિલેટર કૌભાંડમાં રૂપાણીને બચાવવા વેન્ટિલેટર કંપનીનો પક્ષ લેતા આખી ભાજપ સરકાર મેદાને આવી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર મેદાને આવી ગઈ હતી. 1 હજાર વેન્ટીલેટર સરકારને મફતમાં આપવામાં આવ્યા હતા. વડાપ્રધાનને પણ તેમાં ફસાવી દેવાયા છે. સ્વદેશી ધમણની મોટી શોધ થઈ હોય તેમ વિજય રૂપાણી ધમણ વેન્ટીલેટર જોવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તેનાથી દર્દીના મોત થયા હતા.
વોલ્વો બસ
એસટીની તમામ 200 વોલ્વો બસનું રૂ.4 કરોડનું ચાઈનીઝ ટાયર કૌભાંડ ટાયર કૌભાંડ થયું હતું. 45 હજારના ટાયરમાં ચીનના 24 હજાર નાંખી દેવાયા હતા. લોકોના જીવ જોખમમાં મૂકી ભાજપની ભ્રષ્ટ રૂપાણી સરકાર હતી.
વિદેશમાં કંપની ખરીદી
ગુજરાત સરકારની માલિકીની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થતા નાણાં ડૂબી ગયા હતા. ગુજરાત સરકારના અધિકારી અતનુ ચક્રવર્તી ડિરેક્ટર હતા તે GSFCનું કેનેડામાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું જેમાં તપાસ ન થઈ.
GIDC કૌભાંડ
ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લીધા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામો અંભેલ, પખાજણ અને લીમડીમાં GIDC માટે 1200 એકર જમીન સંપાદન કરનાર ત્રણ સનદી અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
મોતના સોદાગર રૂપાણી
કોરોનામાં લોકો ટપોટપ મરી રહ્યા હતા. તેના આંકડા છુપાવવામાં આવ્યા હોવાની વિગતો જાહેર થઈ હતી. સામાન્ય દિવસોમાં જેટલા લોકો મોતને ભેટ્યા હતા તેના કરતાં બે ગણા ડેથ સર્ટિફિકેટ અપાયા હતા. કોરોનામાં મોતનું તાંડવ ખેલાયું હતું. રૂપાણી સાવ નિષ્ફળ રહ્યા હતા. તંત્ર પર કાબુ ગુમાવી દીધો હતો. 20 હજાર મોત રૂપાણીએ બતાવ્યા હતા. જે હવે અદાલતોના આદેશ બાદ 98 હજાર મોત થયા હોવાનું બહાર આવ્યું છે. વિરોધ પક્ષ તો 3 લાખ લોકોના મોત કોરોનાથી થયા હોવાનું કહે છે.
ત્યારબાદ વેક્સીનથી હજારો લોકો હૃદય રોગથી મોતને ભેટ્યા છે.
સેનેટાઇઝર કૌભાંડ
કોરોના વોરિયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદ્યા હતા. ગુજરાત મેડીકલ કોર્પોરેશન દ્વારા સરકારી હોસ્પિટલમાં બે કંપનીઓના સેનેટાઈઝર હલકી ગુણવત્તાવાળા નીકળ્યા હતા.
ગૌચરની જમીન પર મેડિકલ કોલેજ
ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમાં શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટને રૂ.200 કરોડની મેડિકલ કોલેજ બનાવવા જમીન આપી દીધી. અગાઉ સરકારે પાલનપુરની હોસ્પિટલ આપી દીધી હતી.
100 કરોડનું બેન્ક કૌભાંડ
કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં રૂ.100 કરોડના લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી છતાં રૂપાણીએ આંખો બંધ કરી દીધી હતી.
તીતલી જંતુ કૌભાંડ
બનાસકાંઠાના વાવ તાલુકામાં તીડ દ્વારા ભારે વિનાશ કર્યો હતો. નુકસાન કર્યું ન હતું એવા મળતીયા ખેડૂતોને વળતર આપી દીધું હતું.
આયુષ્માન કૌભાંડ
ગરીબ અને પછાત વર્ગને આરોગ્યની સુવિધા આપવા માટે દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં પણ મૌન હતી. 61,000 ભૂતિયા આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો. 1700 હોસ્પિટલોમાં આ કૌભાંડ એટલું વ્યાપક હતું કે જેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ ગઈ હતી. મા કાર્ડ હેઠળ રૂ.155 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો હતો.
શૌચાલય કૌભાંડ
શૌચાલય કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત થઈ હતી. સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ.12,000 આપવામાં આવે છે. હજારો ગામડાંઓમાં ઘર ઘર શૌચાલય બનાવવાના બદલે એક શેરી-ફળિયામાં પાંચ કે દસ પરિવારો વચ્ચે એક શૌચાલય બનાવીને કાગળ પર પાંચ-દસ શૌચાલય દર્શાવીને બાકીના નાણાં ઓળવી જવાયા છે.
નળ કૌભાંડ
રૂપાણી જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 25 હજાર કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં નળથી પાણી મળે છે. આજે 50 ટકા ઘરમાં પણ નળથી પાણી મળતું નથી.
પરિક્ષા કૌભાંડ
બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક કરવાના કૌભાંડમાં મહંમદ ફારુખ તો ભાજપનો કાર્યકર હતો. જે ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે. આ કૌભાંડથી સરકારની છબી ખરડાઈ હતી.
ભરતી કૌભાંડ
રૂપાણી સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ખોટી માર્કશીટ, અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં ભરતી કરી દીધી.
પરીક્ષા કૌભાંડમાં 50 લાખ બેકાર યુવાનોને રૂપાણીએ છેતરીને મોટું કૌભાંડ કર્યું છે.
રાજકીય રક્ષણ આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં 50 હજાર કર્મચારીઓની ભરતી કૌભાંડ હોવાનું માનવામાં આવે છે.
સહકારી ડેરીમાં નોકરી કૌભાંડ થયા છે.
ભાજપ કચેરીનું 1 લાખનું કૌભાંડ
ગાંધીનગર ભાજપની કોબા કચેરીમાં કરોડોના નોટબંધી કૌભાંડની ફરિયાદ 19 એપ્રિલ 2019માં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પુરાવા સાથે જાહેર કર્યું હતું કે, ચલણી નોટ રદ્દ કરી ત્યારે ભાજપના કમલમમાં એક આખો રૂમ ભરીને નવી નોટ હતી. જે 40 ટકા કમિશન લઈને બદલી આપવામાં આવી હતી. વિડિયોમાં 1 લાખ નકલી ચલણી નોટો બહાર છપાવીને ભારતમાં આવ્યા હોવાનું કહે છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિને ઓળખી બતાવે તેને એક લાખનું ઈનામ સિબ્બલે જાહેર કર્યું હતું.
તળાવ કૌભાંડ
ખેત તલાવડીઓમાં રૂપાણી સરકારમાં ખરેખર કેટલા કૌભાંડ ? 5 વર્ષે રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતા ગુજરાત જમીન વિકાસ નિગમમાં લાંચ રૂશ્વત વિરોધી દળ દરોડો પાડતાં 5 અધિકારીઓ પાસેથી તેની કચેરીમાંથી રૂ. 56 લાખ પકડાયા હતા.
જૂનું કૌભાંડ ઢાંકવા સુજલામ સુફલામ જળસંચય અભિયાન રૂપાણીએ ચલાવ્યું હતું. 13,000 તળાવો બનાવવા નાટક હતું.
આ બધા કૌભાંડ અંગે એક સંયુક્ત અહેવાલ તૈયાર કરવામાં આવે તો તેમાં રૂ.3000 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનું કૃષિ વિભાગના અધિકારી માની રહ્યા હતા.
ટેબલેટ કૌભાંડ
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ થયું હોવાનો પણ આરોપ હતો. રૂપાણીએ 3 લાખ ટેબ્લેટ ખરીદ કર્યા ત્યારે તેની કિંમત રૂ.5000 વધુ ચૂકવ્યા હતા. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાના શિક્ષણ વિભાગમાં રાજ્યવ્યાપી રૂ.150 કરોડનું ટેબલેટ કૌભાંડ થયું હોવાનું કોંગ્રેસ માનતી હતી.
ચૂંટણી ફંડ
ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ જાહેર થયું હતું. ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.1160 કરોડની લોનની લ્હાણી કરી હતી.
ઈલેકટ્રોરલ બોન્ડ કૌભાંડ પણ થયા હતા.
જગન્નાથનું નાક દબાવ્યું
અમદાવાદના વિખ્યાત જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ રૂ.800 કરોડની જમીન વેચી મારી હોવાનો આરોપ છે. જો તપાસ થાય તો તે રૂપિયા 8 હજાર કરોડની જમીનોનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. 800 કરોડની જમીન 8 કરોડમાં આપી છે. સરકારે જમીન પરત લીધી નથી.
અનાજ કૌભાંડ
ગુજરાત ભાજપની રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને અનાજ આપ્યું હતું. સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો થઈ હતી.
ખાનગી એપીએમસી
ખાનગી એપીએમસી બનાવવા માટે રૂપાણીએ વિવાદિત નિર્ણય કર્યો હતો. આવા ખાનગી એપીએમસી ભાજપના 150 નેતાઓને આપી દીધી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર 120 કરોડ રૂપિયાની લાખ ટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું હતું.
કોલસા કૌભાંડ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે અબજોનો રૂપિયાનો કોલસો કાઢવા રાજકોટમાં કોરોડોનો હપ્તો આપવામાં આવ્યો હતો. અહીં જમીનમાંથી રૂ. 20 હજાર કરોડનો કોલસો કાઢી લેવામાં આવ્યો છે.
ખનીજ લૂંટ
ગુજરાતમાં રૂપાણીના 5 વર્ષમાં ખનિજોની ખુલ્લેઆમ લૂંટ કરવામાં આવી છે. પ્રજાની માલિકાનું ખનિજ ભાજપના મળતીઆઓએ રૂપાણીના 5 વર્ષમાં 8 લાખ કરોડની લૂંટ કરી હોવાનું અનુમાન છે. તપાસ કરો. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 600 ગેરકાયદે મકાન અને સિમેન્ટ કંપનીઓના ગેરકાયદે ખાણો હતા.
જીંગા કૌભાંડ
વાપીથી લઈને ભરૂચ, ભાવનગર અને પોરબંદર દ્વારકા સુધી જિંગા પેદા કરવાનો ખરબો રૂપિયાનો ગેરકાયદે વેપાર ચાલે છે તે સરકારી જમીન 1 લાખ એકર દબાવી હતી.
વેરા કૌભાંડ
અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વિંગે ભરત ભગવાનદાસ સોનીની રાણીપમાં 10 હજાર કરોડના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી હતી. રૂપાણીએ પછી કંઈ ન કર્યું.
રૂપાણી અમિત શાહના અંગુઠાછાપ મુખ્ય પ્રધાન હતા. જેટલા રૂપાણી રાજમાં કૌભાંડો થયા છે એટલા અમિત શાહ પણ જવાબદાર છે.
જમીન માપણી કૌભાંડ
ગુજરાતમાં 18,047 ગામોના 1.25 કરોડ ખેતરોના ફરીથી માપ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ હતી. સરકારની કબૂલાત કરીને 7 કંપનીઓનો પ્રમોલગેશન સ્થગિત કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો. ગુજરાત સરકારના રૂ.262 કરોડના જમીન પુન: સરવે પ્રોજેક્ટમાં ગોટાળા બહાર આવ્યા છે. જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ સરકાર રૂ.800થી રૂ.1200 કરોડનો તોતીંગ ખર્ચ કરી રહી છે. સમગ્ર દેશમાં જમીનનું આ સૌથી મોટું કૌભાંડ છે.
GHCL
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી
ખેડૂત
ગુજરાતમાં નાના ખેડૂતો 20 લાખ થઈ ગયા હતા.
ગુજરાતની વિજય રૂપાણી સરકારે 2016માં આ કાયદામાં સુધારો કરીને આ કાયદો ખેડૂત વિરોધી બનાવી દીધો છે.
અન્યાય
કેમિકલ કંપની સામે 900 આંદોલનો રૂપાણી રાજમાં થયા હતા.
બટાકા, ડુંગળી, ટામેટા, શાકભાજી, ફળો, દૂધ વગેરેના ભાવ પણ મળતો નથી ત્યારે ખેડૂતો ગુસ્સે થઈને તેમને રસ્તા પર ફેંકી દઈ આંદોલન કરે છે. છેલ્લાં 28 વર્ષથી આવા 300 આંદોલનો દર વર્ષે સરેરાશ થતા હોવાનો અંદાજ ખેડૂત આગેવાનોનો છે.
ગૌચર
2800 ગામ ગૌચર વગરના થઈ ગયા છે. ઉધોગપતિઓને 491 કરોડ ચો.મી. જમીન આપી હતી. 5 કરોડ મીટર જમીન આપી હતી.
ઘાસચારામાં ફરી એક વખત ભાજપની રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર
બળદ કૌભાંડ
ગુજરાતમાં 95 લાખ ગાયની વસતી હતી. તેની સામે બળદ કે સાંઢની વસ્તી 1 કરોડ 5 લાખ હોવી જોઈતી હતી. પણ માંડ 18 લાખ બળદ કે સાંઢ હતા. તેનો મતલબ કે 87 લાખ બળદ ગુમ થયા હતા. આ બળદ ક્યાં ગયા. કતલખાને કે પછી નિકાસ થાય તે અંગે તપાસ કરી ન હતા. પછીથી ભાજપના નેતા મેનકા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગૌ વંશ મહારાષ્ટ્રના અલ કતલ ખાનામાં જઈ રહ્યું છે.
રૂપાણી સરકાર વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ ગઈ હતી. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.
2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણ હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે.
ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણ અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે. એક હજાર હેકટરની બજાર કિંમત એક હેક્ટર દીઠ રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે.
બિન ખેતી થાય એટલે એક હેક્ટરે 1 ટન કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે.
મનરેગા રોજગાર કૌભાંડ મોટું કૌભાંડ છે.
ગેરરીતિમાં તથ્ય જણાતાં સમગ્ર પ્રકરણની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો મારફતે કરાવવાના આદેશ મુખ્ય પ્રધાને આપ્યા હતા.
રોજગારી કૌભાંડ – ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમ (ગ્રીમકો)એ 7 વર્ષમાં રૂ.700 કરોડના 11 લાખ લોકોને રોજગારી આપવા માટેના સાધનો પૂરા પાડ્યા હતા. જે હલકી ગુણવત્તાના નીકળ્યા છે. જેમાં સિલાઈ મશીન છે.
14 લાખ હલકી સાયકલો
આદિજાતિ બાળકોને સરસ્વતી સાધના યોજનામાં 14 લાખ સાયકલ પુરી પાડવાની જવાબદારી ગ્રીમકોની હતી. જેમાં ઘણી હલકી ગુણવત્તાની છે.
130 કરોડનો દંડ
13 ફેબ્રુઆરી 2017માં ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ.130 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો.
સરદાર પટેલ
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. 3 હજાર કરોડની સરદારની પ્રતિમા અને બીજું રોકાણ મળીને 10 હજાર કરોડનું મૂડીરોકાણ થયું છે.
કાર્યકર કૌભાંડ
ભાજપની એક નીતિ રહી છે કે જ્યાં સુધી ભાજપના કાર્યકર કે ભાજપ સાથે જોડાયેલા લોકોને સરકારનું કામ ન મળે ત્યાં સુધી તે ટેન્ડર રદ કરતાં રહે છે. ભાજપના લોકોને મળે પછી જ કામ આપવામાં આવે છે. આવા અનેક કામો આખા રાજ્યમાં અપાયા છે. તેનું ઉત્તમ ઉદાહરણ સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રોજેક્ટ છે.
2000 કરોડનું મકાન કૌભાંડ – 2019માં વડોદરામાં સંજયનગરમાં આવાસ યોજનામાં રૂ.2 હજાર કરોડના કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને રાજકીય નેતાઓને બચાવી લેવાયા હતા. અધિકારી પૂનમચંદ પરમારને તપાસ સોંપી હતી.
ડીઝલ પંપ કૌભાંડ
ભાજપના નેતા સાથે જોડાયેલી જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ છતાં રૂપાણીએ કોઈ પગલા ન લેતા પેટ્રોલ ડિલરો હડતાલ પર ઉતરેલા હતા.
ધૂંવાવમાં ભળતા નામ કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી મનાઈ હુકમ:
રાજ્યના નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ
રાજકોટ મ્યુનિ. કોર્પો.ના સત્તાપક્ષના આજીવિકા યોજના કૌભાંડ
કબ્રસ્તાનની જમીન વેચી તેના પર મોટું સંકુલ બનાવવાનું કૌભાંડ
ગુજરાતમાં એપ્રેન્ટીસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવાની આશંકા
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું રૂ.111 કરોડના ખર્ચે 520 મીડીબસ ખરીદના ટાટા મોટર્સનું કૌભાંડ.
અમૂલનું 400 કરોડનું કૌભાંડ
ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ બહાર આવ્યું પણ રૂપાણીએ તેની તપાસ ન કરાવી. કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે.
જીએસટી
સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દોઢ હજાર કરોડ કરતાં પણ વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા પકડાયા હતા. 1500 કરોડ કરતાં વધુનું કૌભાંડ હોવાનું માનવામાં આવતું હતું. પણ તે અંગે પછી કંઈ ન થયું.
હીરા કૌભાંડ
મહાઠગ નિરવ મોદીના બેંક લોન કૌભાંડ બાદ બેંકો દ્વારા ડાયમંડ કંપનીને આપવામાં આવતી ક્રેડિટ ઘટાડી દેવામાં આવી છે. જેથી સુરત અને મુંબઈમાં કારોબાર કરતી એક પેઢી દ્વારા બેંક તરફથી મળેલી રૂ. 4 હજાર કરોડની ક્રેડિટનો લાભ લેવા માટે ઓવરવેલ્યુએશન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે અંગે 5 મહિના થયા છતાં કોઈ પગલાં લેવાયા નથી.
અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચડાવી દીધી
કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા કૌભાંડ
વન પ્રધાન વસાવડાએ 300 અધિકારીઓને ગેરકાયદે આદિવાસી બનાવી કૌભાંડ
ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ થયું હતું.
સાથીદારો
પૂર્વ મુખ્યપ્રધાન વિજય પાણીએ કરેલા જમીનના તમામ નિર્ણયો, રાજકોટના ભાજપના આગેવાન અને રૂપાણીના ધંધાના ભાગીદાર નીતીન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, કશ્યપ શુક્લએ જેટલા જમીનના સોદા કર્યા હોય તેની તપાસ ભાજપની સરકારે કરવી જોઈએ.
રાજકોટની ચંડાળ ચોકડીએ કેટલી લૂંટ કરી છે. તેની તપાસ માટે ધારાસભ્યોની સમિતિ બનાવવી જોઈએ.
ભૂપત બોદરના મળતીયોએ એક શાળા પચાવી છે. રાજકોટ નાગરપરની જમીનમાં 10 કૌભાંડો થયા હતા.
રૂપાણીને કોઈ પૈસાદાર કામ લઈને જાય ત્યારે તેઓ હંમેશા કહેતા હતા નીતિન ભારદ્વાજ મળો. શા માટે આવું કહેતાં હતા તેની તપાસ ભારદ્વાજની થવી જોઈએ.
રાજકોટમાં કોઈ કૌભાંડ જાહેર થાય તો નામ એક જ આવે છે. વજુ વાળા સૌરાષ્ટ્રના મોટા બિલ્ડર છે. છતાં તેનું નામ જમીન કૌભાંડમાં ક્યારેય આવતુ નથી. રૂપાણીનું નામ કેમ.
રૂપાણીની ધનસુખ ભંડેરીની ચંડાળ ચોકડીના ફોનની ડિટેલ વિગતો સરકારે કઢાવવી જોઈએ. ખાનગી ડીટેક્ટીવોએ ફોનની વિગતો મેળવી લીધી છે.
રાજકોટના એક પછી એક પ્રકરણ ખુલતા જાય છે. ભાજપના સારા લોકોને રૂપાણીએ ઘરે બેસાડી દીધા હતા.
આનંદીબેન કે કેશુભાઈને સત્તા પરથી કૌભાંડના આરોપસર કારણ હાંકી કાઢવામાં આવ્યા પણ તેમાં એક પણ કૌભાંડો બહાર આવ્યા નથી. ગીરનું જમીન કૌભાંડ હતું તે નરેન્દ્ર મોદીના સમયમાં હતું. ભાજપના એક માત્ર વિજય રૂપાણી છે તેમનું નામ 100 કૌભાંડમાં સંડોવાયેલા છે.
રાજકોટમાં રોજની કેટલી જમીનોના કૌભાંડો ખૂલે છે. રૂપાણીના 5 વર્ષની સત્તા કાળના રાજકોટની જમીનોના તમામ સોદા અંગે ભૂપેન્દ્ર પટેલ તપાસ કરવા માટે સીટ બનાવવાની જરૂર હતી. પણ તેમ કર્યું નથી.
અધિકારીઓની તપાસ કે એસીબીની તપાસ કેમ ન થાય, સસ્પેન્ડ કરાયા નથી. તેને કોણ બચાવી રહ્યું છે.
સી આર પાટીલે કૌભાંડ જાહેર કરવા જોઈતા હતા પણ તેઓ તેમ કર્યું ન હતું.
કશ્યપ ના ભાઈ નેહલ શૂક્લ સાથે સારા સંબંધો રૂપાણીને છે. તેની જમીનનો લેતીદેતી તપાસ થવી જોઈએ.
ગેંગસ્ટર, બુકી, મોટા ગુનેગાર, બીજા પાસે ગુના કરાવવાની ટેવ ધરાવતાં લોકો આ ચંડાળ ચોકડી સાથે સારા સંબધો ધરાવતાં રહ્યાં છે. નિર્દય ચોકડી તરીકે ઓળખે છે. મદદના નામે મગરના આંસુ તેની ટોળી પાડે છે.