Gujarat: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં દિવાળી ઉપર મોટો ‘લઠ્ઠાકાંડ’ સર્જવાની આશંકા! વહીવટદારના રાજમાં બુટલેગરો બેફામ!
Gujarat: ગુજરાતમાં ‘દારૂબંધી’નો કાયદો અમલમાં હોવાછતાં તેનો કાયદેસર અમલ કરવામાં આવતો નથી અને જ્યાં માંગો ત્યાં છૂટથી દારૂ મળી રહે છે જે વાત સૌ કોઈ જાણે છે અને અગાઉ ગંભીર પ્રકારના લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યા છે ત્યારે સત્યડે હવે ગાંધીના ગુજરાતમાં ચાલી રહેલા દારૂની અડાઓનો સૌથી મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યું છે,
Gujarat: અમદાવાદમાં ઠેરઠેર દેશી-વિદેશી દારૂના અડ્ડા ચાલી રહયા છે જેનો ખુલાસો કરવામાં આવશે કારણ કે દિવાળી ઉપર દારૂ ના વેચાણમાં મોટો ઉછાળો આવે છે ત્યારે હલકી કક્ષાના દારૂથી લઠ્ઠાકાંડ સર્જાવાની શક્યતા પણ ઉભી થાય છે.
અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂના અડાઓનો
સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવશે અહીંપોલીસ મથકના વહીવટદારના રાજમાં દેશી તથા વિદેશી દારૂ ના અડાઓ ધમધમી રહયા છે નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાછતાં પોલીસ જાણે કોઈ ખબર જ હોય તેમ બધું ધમધોકાર ચાલી રહ્યું છે.
દિવાળીનો તહેવાર આવતા જ કાગડાપીઠ વિસ્તારમાં દારૂનું વેચાણ પણ વધ્યું છે ત્યારે સવાલ એ થાય કે આટલો મોટો દારૂનો જથ્થો કોણ સપ્લાય કરી રહ્યું છે અને શહેરમાં કઈ રીતે હેરાફેરી થઈ રહી છે? તે પણ ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય છે.
અહીં બુટલેગરોમાં પોલીસ નો કોઈ ડર નથી અને જો તેવું ન હોયતોબુટલેગરો અને વહીવટદાર વચ્ચે શુ સેટિંગ છે તે પણ તપાસનો વિષય છે ત્યારે દેશી તથા વિદેશી દારૂનું હબ બની ગયેલા કાગડાપીઠ વિસ્તારમાં દિવાળી જેવા પર્વ ઉપર કે ભવિષ્યમાં મોટો લઠાકાંડ થાય તો નવાઈ નહિ!!!
સત્યડે અખબાર અને વેબ પોર્ટલ ઉપર તમામ અડ્ડાઓનો નામજોગ પર્દાફાશ કરવામાં આવશે. (ક્રમશઃ)