Gujarat Budget 2025-26: નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા પહેલા દુઃખદ સમાચાર
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું દુઃખદ અવસાન
થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો
લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025-26: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે, અને આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું 2025-26નું બજેટ રજૂ કરશે. જો કે, આ મહત્વના દિવસે એક દુઃખદ ઘટના બની છે. નાણામંત્રીના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, અને આજે તેમના અવસાનની દુઃખદ ખબર સામે આવી છે.
હાર્ટ એટેક બાદ સારવાર લઈ રહ્યા હતા
થોડા સમય પહેલા ક્રિકેટ રમતી વખતે રમેશ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હતી. તેમ છતાં લાંબી સારવાર બાદ તેઓ બચી શક્યા ન હતા.
શોકમાં રાજકીય માહોલ
નાણામંત્રી કનુભાઈ દેસાઈ માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે તેઓ આજે વિધાનસભામાં પોતાનું ચોથું બજેટ રજૂ કરવાના હતા. આ દરમિયાન તેમના નિકટના સહયોગી અને અંગત મદદનીશના અવસાનના સમાચારથી રાજકીય ગલિયારોમાં શોકની લાગણી પેદા કરી છે. જો કે, રમેશ ચૌધરીની લાંબી અસક્ષમતા કારણ કે તેઓની જગ્યાએ અગાઉ જ નવા અંગત મદદનીશની નિમણૂક કરી દેવાઈ હતી.
શોકદર્શક પ્રસ્તાવ રજૂ થયો
બુધવારે, વિધાનસભા બજેટ સત્રના આરંભ પર શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સ્વ. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ, ધારાસભ્ય કરસન સોલંકી અને શંભુજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
આવતા બજેટ પર રાજ્યવાસીઓની નજર
આ વખતે ગુજરાત સરકાર રૂ.3.72 લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે, જે ગત વર્ષ કરતાં 10% વધારે હશે. બજેટમાં નવા પ્રોજેક્ટ્સ, યોજના વિસ્તરણ, અને નાણાંકીય જોગવાઈઓની જાહેરાત થઈ શકે છે. લોકો આશા રાખી રહ્યા છે કે રાજ્ય સરકાર બજેટ દ્વારા નવી રાહત યોજનાઓ અને નાણાકીય લાભ જાહેર કરશે.