અમદાવાદ, 30 ઓગસ્ટ 2024
Gujarat: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે.
Gujarat: ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે.
આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.
સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે.
ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474,2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી 2021માં 33938, 2022માં 34806 અને 2023માં 35691 એમ 3 વર્ષમાં કુલ 1.04 લાખ મહિલાઓના મૃત્યુ થયેલા છે.
પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુઃ 10 વર્ષમાં 30 ટકાનો વધારો
વર્ષ 2023માં કયા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરથી વધુ મૃત્યુ
રાજ્ય – મૃત્યુ
ઉત્તર પ્રદેશ – 11,451
મહારાષ્ટ્ર – 7265
પ.બંગાળ – 6472
તામિલનાડુ – 5926
બિહાર – 5786
કર્ણાટક – 5388
મધ્ય પ્રદેશ – 4634
આંધ્ર પ્રદેશ – 4435
ગુજરાત – 4280
રાજસ્થાન – 4274
દેશમાં કુલ – 82,429
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ
વર્ષ – ગર્ભાશય કેન્સર – બ્રેસ્ટ કેન્સર
2019 – 1645 – 3850
2020 – 1645 – 3955
2021 – 1690 – 4062
2022 – 1735 – 4170
2023 – 1781 – 4280
કુલ – 8,451 – 20,317
વર્ષ 2023માં કયા રાજ્યમાં ગર્ભાશયના કેન્સરથી વધુ મૃત્યુ
રાજ્ય – મૃત્યુ
તામિલનાડુ – 3755
મહારાષ્ટ્ર – 3171
ઉત્તર પ્રદેશ – 4763
પ.બંગાળ – 2692
બિહાર – 2415
કર્ણાટક – 2156
મધ્ય પ્રદેશ – 1926
આંધ્ર પ્રદેશ – 1788
ગુજરાત – 1781
રાજસ્થાન – 1775
કુલ – 35,691