Gujarat BJP ની મોટી તૈયારી: બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન માટે વિનોદ ચાવડાને મુખ્ય જવાબદારી
Gujarat BJP ગુજરાત ભાજપે આગામી દિવસોમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની Organizational મશીનરીને ઝડપી ગતિ આપી દીધી છે. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે રાજ્ય પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ કાર્યશાળામાં “બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન” અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી. આ અભિયાન રાજ્યભરમાં 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી યોજાશે અને આ સંદર્ભે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
વિનોદ ચાવડાને સોંપાઈ આગેવાની
ભાજપે સમગ્ર અભિયાનની સગવડ અને સંચાલન માટે ગુજરાતના સાંસદ વિનોદ ચાવડાને મુખ્ય જવાબદારી સોંપી છે. તેમને આ અભિયાનના સંકલન માટે રચાયેલી મુખ્ય સમિતિમાં આગળ મૂકવામાં આવ્યા છે. તેમના સાથે ગૌતમ ગેડિયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીયાની પણ ટીમમાં પસંદગી કરાઈ છે. આ ટીમ રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોની વ્યૂહરચના તૈયાર કરશે અને બહોળા જનસમુદાય સુધી ડો. આંબેડકરના વિચારોને પહોંચાડશે.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જનજાગૃતિ
ભાજપના સૂત્રો મુજબ, આ અભિયાન દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ (UCC), વકફ કાયદા અને ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા મુદ્દાઓ પણ લોકો સુધી લઈ જવામાં આવશે. પાર્ટીનું માનવું છે કે આ મુદ્દાઓ પ્રભાવશાળી છે અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્ર બની શકે છે.
https://twitter.com/VinodChavdaBJP/status/1911026227021746651
કોંગ્રેસ પર આકરા પ્રહારો
કાર્યશાળામાં હાજર BJP એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને ઐતિહાસિક રીતે અવગણ્યા છે. તેઓએ જણાવ્યું કે BJPઆ ભુલોને અને ઈતિહાસને પધ્ધતિસર લોકો સુધી લઈ જશે.
ભવિષ્યના રાજકીય સંકેતો
કાર્યશાળામાં, આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક અંગે પણ ચર્ચા થઈ. લાલસિંહ આર્યએ જણાવ્યું કે પાર્ટીમાં આવા નિર્ણયો મર્યાદિત લોકો નહીં પરંતુ સંસ્થાકીય સ્તરે લેવામાં આવે છે અને ટૂંક સમયમાં નવી નિમણૂક થવાની સંભાવના છે.
આ સમગ્ર અભિયાન માત્ર ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ પૂરું પાડવાનું નહીં પણ આગામી ચૂંટણી પૂર્વે સામાજિક સમીકરણો મજબૂત કરવા માટે ભાજપનો વ્યૂહાત્મક પ્રયાસ હોવાનું પણ માનવામાં આવે છે.