અમદાવાદ
Gujarat: 2017માં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગોકુલ ગ્રામની કલ્પના પર ‘ગીર ગાય અભયારણ્ય’ને મંજૂરી આપવામાં આવી હતી.
Gujarat કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાધા મોહન સિંહે જાહેરાત કરી હતી. પશુધન વીમા કવરેજ હેઠળ ધરમપુર, પોરબંદર ખાતે સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન હોવાનો દાવો છે. ગીર ગાય દ્વારા દૂધનું ઉત્પાદન વધારવા, ગીર ઓદાલનું સંરક્ષણ અને જાત સુધીરવા તથા વિર્ય સુધારણા માટે કામ કરવાનું હતું. જ્યાં પશુ હોસ્પિટલ અને કોલેજ પણ બનાવવાની છે. ટાઈગર, સિંહ અને ચિતા બચાવો પ્રોજેક્ટની જેમ ગીર ગાય બચાવવા માટે આ પ્રોજેક્ટ બનાવાયો છે.
કારણ
અભયારણ્ય બનાવવાનું મુખ્ય કારણ ગીરની ગાયનું સંવર્ધન કરવાનું હતું. ગુજરાત સરકાર ગીરની ગાયોના રક્ષણ માટે અભયારણ્ય બનાવી રહી હતું. આ અભયારણ્ય ખાસ કરીને ગુજરાતની ગાયો માટે હશે. 2015-16માં ગીરમાં ગાયોની સંખ્યા સતત ઘટીને 3,000 થઈ ગઈ હોવાનો દાવો કરાયો હતો. પ્રાકૃતિક ખેતીમાં ગીર ગાય એક ઉત્તમ વિકલ્પ છે. ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવાની શક્યતાઓને ધ્યાને લેતા ગીર ગાયની શુદ્ધ નસલ ખૂબ જ મોટી સંખ્યામાં જરૃરીયાત ઉભી થશે. આ જરૃરીયાતને સંતોષવા માટે જો ગીર ગાય કાઉ સેન્ચ્યુરી સંપૂર્ણ રીતે કાર્યરત થાય તો ગુજરાત અને અન્ય રાજ્યના ખેડૂતોને પણ ગીર ગાયની શુદ્ધ નસલ પુરી પાડી શકાશે.
વસતી
2019ની પશુધન વસ્તી ગણતરીમાં દેશમાં 23 લાખ શુદ્ધ જાતિની ગીર ગાયો નોંધાઈ હતી. જે 2013ના 14 મિલિયનના અંદાજ કરતાં લગભગ 70 ટકા વધુ હતી. 2013 અને 2019 ની વચ્ચે ગીરની વસ્તી 22 ટકા વધીને 4.56 મિલિયન થઈ હતી. રૂ. 65-75 પ્રતિ લિટર યોગ્ય રહેશે. ગીર ગાય અભયારણ્ય બનાવવા માટેનું મુખ્ય કારણ ગીર ગાયની સંખ્યા ઘટી હોવાનું હતું. પણ ગીર ગાય તો સિંહોના વિસ્તારની આસપાસના ગીર વિસ્તારની ઓલાદ છે. પણ તેની સેન્યુરી 200કિલો મીટર દૂર પોરબંદરમાં બનાવી હતી.
સહિવાલ અને ગીરનું દૂધ
HF ગાયો વધુ માત્રામાં 45-50 લિટર દૂધ આપે છે. દેશી ગાય સાહિવાલ દૂધ ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. ગરમી અને રોગ સામેના પ્રતિકાર માટે જાણીતી છે. દરરોજ સરેરાશ 15 લિટર દૂધ આપે છે. કેટલીક ગાયો દરરોજ 40 લિટર દૂધ આપી શકે છે. આમ ગીર ગાયને પણ 15 લિટરતી વધારીને 30 કે 40 લિટર દૂધ આપે એવી જાતી બનાવવાની હોંશ છે.
સારી આબોહવા હોય તો ગીર ગાય દરરોજ 10 થી 15 લીટર દૂધ આપે છે. સારું દૂધ ઉત્પાદન, A-2 બીટા-કેસીન પ્રોટીન પદાર્થની હાજરીને કારણે ગાયનું દૂધ પ્રીમિયમ ગુણવત્તાનું માનવામાં આવે છે.
જાહેરાત
માર્ચ 2016માં ગીર ગાયો માટે વિશેષ અભયારણ્ય બનાવવાની જાહેરાત કરી હતી. ગાયોના ઉછેરને લઈને નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને ભારતની શ્રેષ્ઠ ગાયને લઈને જેના પર વિદેશી વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. ગીર અભયારણ્ય એશિયાટિક સિંહો માટે છે. રાજ્યના પશુ પ્રધાન બાબુ બોખરીયા પોરબંદર લાવ્યા હતા.
2014-15
2014-15ના ગુજરાત લાઈવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડના વાર્ષિક અહેવાલમાં ગીર ગાયના અભયારણ્યમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
2015-16
કેન્દ્ર સરકારે રાજસ્થાન અને પોરબંદરમાં ગાયના અભયારણ્યને મંજૂરી આપી હતી.
8 વર્ષ પછી
કામ બે વર્ષમાં પુરું થઈ જવાનું હતું. હાલ ત્યાં જમીન પર 8 વર્ષમાં ગોડાઉનો બનાવાયા છે. દર અહેવાલમાં આ ગોડાઉનોના અહેવાલ અને તસવિરો આપવામાં આવી હતી. પ્રોજેક્ટ પ્રગતિહેઠળ હોવાનું કહેવામાં આવે છે.
બાબુભાઈ
પોરબંદરના ધારાસભ્ય અને જળસંપત્તિ, કૃષિ પ્રધાન બોખરિયાએ 2016માં કહ્યું કે, એશિયાટીક સિંહોની જેમ ગીર ગાયને પણ સંરક્ષણની જરૂર છે, તેથી જ અમે આ અભયારણ્ય બનાવી રહ્યા છીએ. બળદ અને ગાયની સારી નસલ માટે અહીં એક બુલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ થશે. સરકાર માંડવીમાં પણ આવો જ બીજો પ્રોજેક્ટ લાવી રહી છે. ગાય અભ્યારણ સુમુલ ડેરી અને બનાસ ડેરીની મદદથી જાહેર ખાનગી ભાગીદારી હેઠળ બનશે. ગુજરાત સરકાર આવા અભ્યારણો બનાવવા માટે રાજ્યના તમામ મોટા સહકારી કેન્દ્રો અને ડેરીઓનો સંપર્ક કરશે.
12 મે 2017
પોરબંદરના ધારાસભ્ય અને પશુપાલન અને પામી પ્રધાન પ્રધાન બાબુ બોખીરીયાએ ગાય અભ્યારણનું ભૂમિપૂજન કર્યું હતું. ભારતનું પ્રથમ ગાય અભયારણ્ય છે.
કિંમત
પોરબંદર ગાય અભયારણ્યની સંભવિત કિંમત 43 કરોડ રૂપિયા નક્કી કરાઈ હતી. રાજ્ય સરકારે આ માટે 41.8 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.
2015-16 નેશનલ પ્રોજેકટ ફોર બોવાઇન બ્રીડીંગ એન્ડ ડેરી ડેવલપમેન્ટ (NPBBDD) કેન્દ્ર સરકારે GLDB દ્વારા રૂ. 43 કરોડ 31 લાખ મંજૂર કર્યા હતા. NPBBDD હેઠળ બે વર્ષ એટલે કે 2015-16 અને 2016-17 માટે રૂ. 27 કરોડ 50 લાખ મંજૂર કર્યા હતા.
ગીર ગાય અભયારણ્યની સ્થાપના માટે રૂ. 41 કરોડ 82 લાખ હતા. આમ NPBB હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા કુલ રકમ રૂ. 69 કરોડ 33 લાખ હતા. આ પ્રોજેક્ટ હેઠળ GLDBને નાણાકીય વર્ષ 2015-16 માટે રૂ. 9 કરોડ 20 લાખ ફાળવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ કરી દેવાયો હતો.
2017-18માં નાણાકીય વર્ષમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 11 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. જેમાંથી રૂ. 5 કરોડ પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા. ભારત સરકારે NPBB હેઠળ રૂ. 9 કરોડ 20 લાખનું ભંડોળ ફાળવ્યું છે. જેમાંથી રૂ. 8 કરોડ 03 લાખ ગીર ગાય અભયારણ્યના પ્રોજેક્ટ માટે છે. ગોકુલ ગ્રામ યોજના મુજબ ગીર ગાય અભયારણ્યની સ્થાપના ચાલુ છે.
150 ગાય
ગાય અભ્યારણનું સંચાલન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવાનું હતું. પ્રથમ તબક્કામાં 150 ગીર ગાયોને ગાય અભ્યારણમાં લાવવાની હતી. પછી તે વધારીને 2,000 ગીર ગાયો વસાવવાની હતી.
પશુ કોલેજ
બાદમાં અહીં વેટરનરી કોલેજ પણ શરૂ કરવાની હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં હાલમાં વેટરનરી મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમ છે.
બે વર્ષમાં તૈયાર
350 એકર બંજર જમીન પર કેન્દ્ર સરકારના સહયોગથી સ્થાપિત થનાર અભયારણ્ય બે વર્ષમાં તૈયાર થઈ જવાનું હતું. અખબારી યાદીમાં સરકારે જાહેરાત કરી હતી.
હેતુ
અભયારણ્યનો ઉદ્દેશ્ય ગીરની ગાયોની જાળવણી અને વીર્ય સંરક્ષણ દ્વારા તેમની વસ્તીમાં વધારો કરવાની સાથે સાથે દૂધની ઉપજમાં વધારો કરવાનો હતો. જેથી ખેડૂતોની આવક બે ગણી થાય. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અભયારણ્યની સ્થાપનામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે.
જમીન
ધરમપુર ગામની ગૌચરની જમીન 11 ડિસેમ્બર 2015માં કૃષિ વિભાગને સોંપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના પોરલંબરના ધરમપુર ગામમાં ગાયનું અભયારણ્ય બનાવવામાં આવી રહ્યું છે. અભયારણ્ય 2100 વીઘા (લગભગ 358 હેક્ટર) જમીન છે. જે કુલ 2,100 એકરમાં છે. ધરમપુર ગામની 600 એકર ગૌચર જમીન 11 ડિસેમ્બર 2015ના રોજ કૃષિ વિભાગને સોંપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન પશુપાલન વિભાગને સોંપવામાં આવી
કામ થયું
2021-22માં કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ પ્રથમ તબક્કાનું બાંધકામ પૂર્ણ થયું હતુ. ચારા અને ઘાસચારાના ગોદામ તથા ઢોર શેડ બનાવાયા હતા.
ગોકુલ
કેન્દ્ર સરકારે આરજીએમ (રાષ્ટ્રીય ગોકુલ મિશન) શરૂ કર્યું છે જે હેઠળ રાજ્યએ પ્રજનન માળખાને મજબૂત બનાવવા, ગોકુલ ગ્રામની અનુરૂપ ગીર ગાય અભયારણ્યની સ્થાપના, વીર્ય સેક્સ સુવિધાની સ્થાપના, ગ્રામીણ ભારતમાં બહુહેતુક કૃત્રિમ બીજદાન ટેકનિશિયનની સ્થાપના (MAITRI) છે.
કરાર
ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગને ફાળવવામાં આવેલી કુલ જમીન 35,06,944 ચો. મીટર છે. ગીર ગાય અભ્યારણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) – જૂનાગઢ, ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB) – ગાંધીનગર અને નાયબ નિયામક – જિલ્લા પંચાયત પોરબંદર વચ્ચે ત્રિપક્ષીય એમઓયુ થયા હતા.
કામ બદલાયુ
કૃષિ યુનિવર્સિટી. સરકાર. ભારત સરકારે 29/10/21 ના તેના પત્ર દ્વારા પ્રોજેક્ટ અમલીકરણ એજન્સી (PIA) ને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) – જૂનાગઢથી બદલીને કામધેનુ યુનિવર્સિટી (KU) – ગાંધીનગર કરી છે. અભયારણ્ય પ્રોજેક્ટ કામધેનુ યુનિવર્સિટી હેઠળ મૂકવામાં આવ્યો હતો.
સુવિધા
પશુ ચિકિત્સા કેન્દ્ર, ગર્ભાધાન કેન્દ્ર, પશુ ચિકિત્સા કોલેજ અને ગાય સંશોધન કેન્દ્ર સાથે ગાયો માટે કુદરતી રહેઠાણ હશે.
આશ્રય અને ખોરાકની વ્યવસ્થા, સ્ટાફ માટે ઓફિસ, સ્ટાફ માટે ક્વાર્ટર્સ, કમ્પાઉન્ડ વોલ વગેરે જેવી વિવિધ પાયાની સુવિધાઓ પણ બનાવવામાં આવી હતી. પશુઓને રહેવા માટે શેડ, ઘાસચારાના ગોડાઉન પાણીનો સંગ્રહ ટાંકી, બોરવેલ, પંપ હાઉસ બનાવવાના હતા.
2021
2021માં તૈયાર થઈ ગયેલો હાઈ ટેક વેટરનરી પોલી ક્લિનિકની સુવિધાનું અને ગીર ગાય અભ્યારણનું હજુ સુધી લોકાર્પણ નથી કરાયું. ધરમપુરમાં આવેલું રાજ્યનું પ્રથમ ગીરગાય અભ્યારણ લોકાર્પણથી વંચિત રહ્યું હતું. હાઈ ટેક વેટરનરી પોલી ક્લિનિકની સુવિધાનું પણ લોકાર્પણ નથી કરાયું. પોરબંદર પશુપાલન અધિકારી એ જી મન્સૂરી હતા. જૂનાગઢ કૃષિ વિભાગ તે બનાવી રહ્યો હતો. કોરોના કાળમાં ગ્રાન્ટના અભાવે લોકાર્પણ કરવામાં આવ્યું નથી.
2022
2022માં પોરબંદરમાં ગીર ગાય અભયારણ્ય શરું કરવા પોરબંદર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખે કૃષિ અને પશુપાલન મંત્રીને રજૂઆત કરી હતી. માળખાકિય બાંધકામ પૂર્ણ કરાયું હતું. વપરાશ નહીં થાય તો ખંડેર બની જશે. હાલ ગીર કાઉ સેન્ચ્યુરીને ડેવલોપમેન્ટનું કામ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલું હતું.
2024
ગીર ગાય અભયારણ્ય પ્રોજેક્ટ 1 માર્ચ 2024 સુધીમાં હજુ શરૂ થયો નથી. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન કારાવદરાએ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2024માં પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે જિલ્લામાં ગીર ગાય અભયારણ્ય પ્રોજેક્ટને પુનઃજીવિત કરવા અપીલ કરી હતી. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. બે વર્ષ 2022માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ જમીન પર કંઈ થયું ન હતું. ગૌચરની 600 એકર જમીન પરની સુવિધાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. હાલત બગડી છે. સરકારી નાણાનો વેડફાટ થયો છે.
બીજા બે અભયારણ્ય
ધરમપુર ઉપરાંત અન્ય બે સ્થળ સુરતજિલ્લાના માંડવી અને કચ્છજિલ્લામાં ગૌ-અભ્યારણ્ય શરુ કરવા 10 વર્ષ પહેલાં સરકારે જાહેરાત હતી. છે. સુરતના માંડવીમાં શરુ થનાર ગૌ-અભ્યારણ્ય માટે સુરતી ભેંસ અને ડાંગી ગાયનું સંવર્ધન કરવાનું હતું. સુરતજિલ્લાના માંડવી અને કચ્છજિલ્લામાં ખાનગી અને સરકારી – પીપીપીથી ગૌ-અભ્યારણ્ય શરુ કરવાની વિચારણા રાજ્યસરકારે કરી હતી. ગૌ-હત્યા પ્રતબિંધક ધારો લાગુ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. જ રીતે ગૌ-અભ્યારણ્યનો પ્રોજેક્ટ અમલમાં મૂકીને ગૌરક્ષામાં પણ ગુજરાત મોખરે રહે એવું ગૌ ભક્ત સરકાર કરી રહી હતી.