Gujarat: દિલ્હી અને અમદાવાદ શહેરોમાં જે રીતે પ્રદૂષણ અને હાડમારી વધી રહી છે તેથી લોકો પરેશાન છે. તેઓ શહેરના સ્થાને ગ્રામ્ય વિસ્તારો કે જંગલોના વિકલ્પની શોધમાં છે ત્યારે અમરેલીમાં આવો એક વિકલ્પ ખેડૂતે શોધી આપ્યો છે. તે એચ વીઘા જમીનમાં ખેતી કરીને 1થી 3 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી રહ્યાં છે. જો આ નવું મોડેલ ગુજરાતના 55 લાખ ખેડૂતો અપનાવે તો શહેરોમાં માણસોનો જતો પ્રવાહ અટકી જાય તેમ છે. વળી, ઊંધી હિજરત થઈ શકે છે. શહેરો છોડીને લોકો ગામમાં જવા લાગશે. કારણ કે 5 વીઘા જમીન હોય તો પણ ગામડામાં 5 સભ્યોનું કુટુંબ તે જમીન પર પોતાનું સારી રીતે ગુજરાત જાત મહેનતથી કરી શકે તેમ છે.
શહેરી કરણ, બેકારી, વધુ ઉત્પાદન અને મોંઘવારી સમસ્યાનો એકી સાથે ઉકેલ સુરેશભાઈની ખેતી પદ્ધતિમાં છે.
તેમની પદ્ધતિ ગુજરાતની શાકભાજીની ખેતીમાં ઉપયોગમાં લેવાય તો કલ્પનાતીત ફાયદો કૃષિ અર્થતંત્રને થઈ શકે તેમ છે.
એક છોડ પર 100 રીંગણ
ગુજરાતની ખેતીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આવા જ એક ખેડૂતે ઈઝરાયેલની ગ્રાફ્ટીંગ પદ્ધતિનો ઉપયોગ કરીને રીંગણનો અદભુત પાક ઉગાડ્યો છે. જેમાં તેમણે સાવ કુદરતી ખેતી ઉમેરી છે. જે શૂન્ય ખર્ચે થાય છે.
આ રીંગણનો છોડ 7 થી 8 ફૂટ ઊંચો થાય છે. સમજો ફળનું એક ઝાડ ઊભું હોય એટલો મોટો છોડ છે. એટલું જ નહીં, આ છોડની ઉંમર એક વર્ષથી લઈને 3 વર્ષ સુધીની હોય છે. એક વર્ષમાં એક છોડ 100 રીંગણનો પાક આપે છે. જંગલી રીંગણના મૂળ અને વર્ણસંકર રીંગણના દાંડીને કલમ બનાવીને રોપવામાં આવે છે.
સુરેશભાઈ ખેડૂત
અમરેલી તાલુકાના શેડુભાર ગામના ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ એક છોડમાં 100 રીંગણા પેદા કરી બતાવ્યા છે. તેમની પાસે 6 વીઘા જમીન છે અને તેમાં તેઓ સંપૂર્ણ કુદરતી ખેતી કરે છે. કોઈ પણ જાતનું ખાતર કે દવા નાંખતા નથી. તેમનો ધંધો મંડપ સર્વીસનો છે. તેઓ જાન્યુન્યુઆરી 2022માં કલમી રીંગણ લાવેલા એ જ છોડ હજું ઊભા છે. છત્તીશગઠની એક નર્સરી પાસેથી 2022માં ગ્રાફ્ટ 1 હજાર છોડ રીંગણના રૂ. 11માં લાવેલા હતા. જેમાં 800 છોડ ઉછરી શક્યા.
ગુજરાતની કહેવત છે કે રેઢી વાડીને વેપારી પૂછે છે રીંગણ લઉં બે ચાર ત્યારે પોતે જ રહે છે લેને 10-12. આ કહેવત સુરેશભાઈએ સાચી પાડી છે. તેઓ હવે પોતાના જ ખેતરમાં બે ચાર નહીં 10-12 રીંગણ પેદા કરી રહ્યાં છે.
એક છોડની ઉપર રૂ.500 જેવી
બેથી 3 ગણું ઉત્પાદન અને વર્ષો સુધી એક જ છોડમાં ઉત્પાદન લઈ રહ્યાં છે. આ તેમનું બીજું વર્ષ છે. તેમને રીંગણનો અમરેલીમાં ભાવ 20થી 60 રૂપિયે 20 કિલો આવે છે. 500 રૂપિયા એક છોડની કમાણી છે. 12 મહિના રીંગણ આવતાં રહે છે. ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ કહ્યું.
શુન્ય ખર્ચ
સુરેશભાઈના ખેતરમાં ઈકોસીસ્ટમ ઉભી કરી છે, પહેલાં તેઓ એક વીઘામાં 20થી 30 હજાર વીઘે ઝેર અને ખાતર નાંખતાં હતા. હવે તે 2016થી બંધ કરીને માત્ર જંગલમાં જે રીતે છોડ અને વૃક્ષ ઉગે તે રીતે જ ખેતી કરે છે. દેશી કે વિદેશી ખાતર કે દવા નાંખતા નથી. શુન્ય – 0 – ખર્ચમાં ખેતી કરે છે. માત્ર મજૂરીનું જ ખર્ચ કરે છે. શુભાષ પાલેકર પદ્ધતીએ ખેતી કરે છે. જેટલી ઉપજ એટલી આવક એ એમનું સૂત્ર છે. તેઓ જીવામૃત કે યુરીયા કંઈ નાંખતા નથી.
કુદરતી ખેતી
રીંગણની આટલી ઊંચી ઉપજ મેળવવા માટે, તમારે ખેતીની અદ્યતન પદ્ધતિઓ અપનાવવી પડે છે. દેશી ખાતર, ટપક, દેશી દવા, છાણ અને સારી સંભાળથી એક છોડમાંથી એક વર્ષમાં એક ક્વિન્ટલ કરતાં વધુ રીંગણનું ઉત્પાદન કરી શકાય છે. એક એકર જમીનમાં કલમી રીંગણના 2500 છોડ ઉગાડી શકાય છે. ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ કહ્યું.
બેકારી ભગાવો ખેતી અપનાવો
બેકારી હવે ગામડાને તારી શકે તેમ છે. શિક્ષણ મેળવ્યા બાદ પણ યુવાનો બેરોજગાર બનીને રખડતા હોય છે, આવા સંજોગોમાં યુવાનો ખેતીને મુખ્ય રોજગાર બનાવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વધુ સારો નફો કમાઈ શકે છે. હાઇબ્રિડ રીંગણનો છોડ 2થી 3 ફૂટ હોય છે અને 120 દિવસ સુધી છોડ ટકે છે અને 20-30 કિગ્રા ઉપજ આપે છે. તેની સામે ક્રફ્ટીંગ રીંગણ 7થી 8 ફૂટ છોડ 3 ગણું ઉત્પાદન 3 વર્ષ સુધી આપે છે. 5થી 7 વીઘા જમીન હશે તો તે પણ તેના ઘરરનું ખર્ચ કાઢી શકે એવું મેડેલ સુરેશભાઈએ તૈયાર કર્યું છે.
રીંગણની ગુજરાતમાં ખેતી
શાકભાજીની ખેતીમાં બટાટા, ડૂંગળી પછી ત્રીજા નંબરના રીંગણ આવે છે.
હાલ ગુજરાતમાં રીંગણાની ખેતી 81 હજાર 673 હેક્ટરમાં થાય છે. જેમાં 16 કરોડ 25 લાખ ટન રીંગણા પાકે છે. હેક્ટરે 20 ટનની ઉત્પાદકતા છે.સુરેશભાઈની પદ્ધતીથી 20 ટનની ઉત્પાદકતાં વધીને 40થી 100 ટન સુધી રીંગણા પેદા કરી શકાય તેમ છે.
સૌથી વધારે રીંગણા ક્યાં પાકે છે
ગુજરાતમાં સૌથી વધારે રીંગણા આણંદમાં 9800 હેક્ટરમાં 2 લાખ ટન પેદા થાય છે. ત્ાર પછી વડોદરામાં 8200 વેક્ટરમાં 1 લાખ 66 હજાર ટન પેદા થાય છે.
સૌથી સારા રીંગણા ક્યાં પાકે છે
હેક્ટરે સૌથી સારી ઉત્પાદકતા 28.50 ટનનની સાબરકાંઠા અને અરવલીની 26 ટન જામનગર 24 ટનની છે. 17 ટનની નીચી ઉત્પાદકતાં ધરાવતાં મોરબી, નર્મદા અને મહેસાણાના અને 16 ટનની દ્વારકા અને 15 ટન પોરબંદરના રીંગણાની ઉત્પાદકતા વધારી શકાય તેમ છે.
ઉત્પાદન વધ્યું પણ ખેતી મોંઘી થઈ
1995માં 1 લાખ 21 હજાર હેક્ટરમાં શાકભાજીનું ઉત્પાદન 17 લાખ 26 હજાર ટન મળતું હતું. જેમાં હાઈબ્રીડ શાકભાજીની ક્રાંતિથી આધુનિક ખેતી કરાતાં 28 વર્ષ પછી 2022માં શાકભાજીનું વાવેતર 7 ગણું વધીને 8 લાખ 33 હજાર હેક્ટરમાં થયું હતું. ઉત્પાદન 9 ગણું વધીને 1 કરોડ 67 લાખ 33 હજાર ટન થયું છે.
વૈજ્ઞાનીક ખેતી સરવાળે ઠેરના ઠેર
આમ સરવાળે 28 વર્ષમાં ખોટ સાબિત થઈ છે. કારણ કે એક હેક્ટરે ઉત્પાદકતા 15 ટન વધીને 20 ટન થઈ છે. આ કોઈ બહું મોટો ફર્ક નથી. તેમાંએ છેલ્લા 10 કે 11 વર્ષથી એક વીઘે ઉત્પાદન સ્થિર થઈ ગયું છે. ઉત્પાદનમાં વધારો થયો નથી. તેથી હવે નવી ક્રાંતિની શોધમાં વિજ્ઞાનીઓ અને ખેડૂતો છે. આ ક્રાંતિ સુરેશભાઈની કુદરતી અને કમલી ખેતીમાં દેખાઈ રહી છે.
1 કરોડ ટન વધીને 5 કરોડ ટન ઉત્પાદન મળે
જો સુરેશભાઈની કુદરતી અને કલમી ખેતી આખા ગુજરાતમાં 55 લાખ ખેડૂતો અપનાવે તો બે વર્ષમાં જ ઉત્પાદન 4 ગણું થઈ શકે તેમ છે. એટલે કે શાકભાજીનું ઉત્પાદન 1 કરોડ 67 લાખ ટનથી વધીને 5 કરોડ ટનથી 7 કરોડ ટન થઈ શકે છે. માનો કે એટલું ઉત્પાદન ન વધે તો પણ બે ગણું ઉત્પાદન બે વર્ષમાં જ લઈ શકાય છે.
નર્સરી સહાય
ખેડૂતોની આવક એક કિલો શાકભાજીએ રૂ. 5ની છે તે રૂ. 10થી 20 સુધી વધારી શકાય તેમ છે. પણ સામૂહિક રીતે કરે અને સરકાર કલમી શાકભાજીની નર્સરી માટે લોન અને વ્યાજ માફી કરવાની યોજના બનાવે તો આ શક્ય છે.
5 હજાર કરોડનું ઉત્પાદન 10 હજાર કરોડ –
5 હજાર કરોડ રૂપિયાના શાકભાજી 10 હજાર કરોડના પેદા કરી શકાય તેમ છે. હાલ ટામેટામાં કલમી ખેતી આવી ગઈ છે. તેથી ટામેટા સસ્તા થઈ ગયા છે. રીંગણ અને બીજા શાકભાજી સસ્તા આપી શકાય તેમ છે.
શું છે સુરેશભાઈની નવી પદ્ધતિ
જંગલી રીંગણા છોડ
જંગલી રીંગણના છોડ પર દેશી રીંગણના છોડને કારીને લગાવી દેવાની ગ્રાફ્ટીંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જંગલી છોડના મૂળ મજબૂત હોય છે જે જમીનમાં ઉંડે સુધી જાય છે અને છોડને મજબૂત બનાવે છે. જંગલી રીંગણના છોડ કાપીને તેના થડ પર દેશી રીંગણના છોડની ડાળી ગલાવી દેવામાં આવે છે. ઇઝરાયેલમાં શોધેલી આ ખેતીની ફોર્મ્યુલાને માત્ર અપનાવી જ નહીં પરંતુ તેમાં સફળતા પણ મેળવી છે. ભારતે વર્ષ 2016માં આ ટેક્નોલોજી અપનાવી હતી અને ત્યારથી દેશના અન્ય રાજ્યોના ખેડૂતો આ રીતે ખેતી કરી રહ્યા છે. તેમાં હવે અમરેલી અને સાબરકાંઠા કામ કરી રહ્યાં છે. ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ કહ્યું.
ટેકનોલોજીકલ ખેતી
ટેકનોલોજીકલ ખેતી વધી રહી છે. માત્ર રીંગણ જ નહીં હવે તમામ શાકભાજીમાં વધું ઉત્પાદન માટે કલમી ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શાકભાજીની ખેતીમાં પણ હાલમાં રીંગણ, ટામેટા, મરચા વગેરેની કલમ ટેક્નોલોજી વડે તૈયાર કરાયેલા છોડની માંગ વધવા લાગી છે. 10થી 12 રૂપિયા એક છોડની કલમનો ભાવ છે. કલમી રીંગણની ખેતી. રીંગણની ખેતીની નવી તકનીક. કલમી રીંગણની ખેતી છે. તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીએ પણ એવી ટેકનિક વિકસાવી છે. બે અલગ-અલગ રીંગણના છોડના ભાગોને જોડીને કલમી છોડ તૈયાર કરવામાં આવે છે. આ ટેકનીક વડે તૈયાર કરેલા છોડ ખૂબ જ ઉપજ આપે છે.
ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ કહ્યું. રીંગણના છોડ નર્સરીમાંથી લાવી શકાય છે અને ખેડૂતો પોતે પણ જાતે ગ્રાફ્ટીંગ કરી શકે છે. જાતે ગ્રાફ્ટીંગ કે કલમ કરવાથી ઓછું ઉત્પાદન આવે છે. પણ હાઈબ્રીડ કરતાં વધારે ઉત્પાદન આવે છે.
જંગલી રીંગણીના બી વાવી છોડ ઉગાડવામાં આવે છે. જંગલી રીંગણ અને હાઈબ્રીડ રીંગણને મિશ્રિત કરીને કલમ બનાવવામાં આવે છે.
ઈઝરાયલ નર્સરી હિંમતનગર – તે ગ્રાફ્ટ તૈયાર કરી આપે છે. પ્રાંતિજ પાસે પણ ઇઝરાયલ પદ્ધતિની ખેતી છે. ત્યાં ખેડૂત પોતાની રીંગણીની બી લઈને જાય તો કલમ તૈયાર કરીને રોપા આપે છે. ખેડૂત સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીએ કહ્યું.
કલમી ખેતીના ફાયદા
મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે.
છોડને ઓછું પાણી જોઈએ છે.
છોડમાં મૂળ સડો અને નેમાટોડ્સની સમસ્યા ઊભી થતી નથી.
રીંગણ નેમાટોડ રોગોને સહન કરે છે.
પાકનું આયુષ્ય વધે છે.
જમીન અને મૂળથી થતા તમામ રોગોને અટકાવે છે
કલમી છોડ સામાન્ય છોડ કરતાં 3થી 4 ગણા વધુ ઉત્પાદન આપે છે.
કલમી છોડ રોગો સામે લડી શકે છે.
છોડમાં મૂળના રોગો થતા નથી.
કલમીનો છોડ બહુ ઓછા રોગોથી પીડાય છે.
રોગોને નિયંત્રિત કરવાનો ખર્ચ ઘણો ઓછો છે.
કઈ રીતે કલમ બનાવવી
રીંગણની કલમ બનાવવાની તકનીકનો ઉપયોગ કરીને રોપાઓ તૈયાર કરવામાં 40 થી 70 દિવસનો સમય લાગે છે. ટોચ પોલિથીન સ્ટ્રીપ્સ અથવા પ્લાસ્ટિક ક્લિપ્સની મદદથી જંગલી રીંગણની નર્સરી પર સેટ કરવામાં આવે છે. કલમને કૃત્રિમ રીતે તૈયાર કરેલાં ઠંડા વાતાવરણમાં 40 દિવસ કે તેથી વધું રાખવામાં આવે છે. રીંગણના કલમી છોડ તૈયાર કરવા માટે છોડનો ઉપરનો ભાગ અલગ અને છોડનો નીચેનો (મૂળ) ભાગ અલગ હોય છે. છોડના ઉપરના ભાગ માટે વધુ ઉત્પાદન આપતી વેરાયટી પસંદ કરવાની હોય છે. આ ટેકનિકમાં, જંગલી રીંગણના મૂળને છોડના નીચેના મૂળ ભાગ માટે પસંદ કરવામાં આવે છે.
હેમ ચેમ્બર
હેમચેમ્બરમાં ગ્રાફ્ટ રાખવા પડે છે. પછી તેને ખુલ્લામાં 70-80 દિવસે રોપ તૈયાર થાય છે. બંને પ્રકારની નર્સરીઓ તૈયાર થઈ જાય (રુટ-સ્ટોક) પછી, જંગલી રીંગણના છોડની ટોચ કાપીને મૂળ ભાગ માટે એક ચીરો બનાવવામાં આવે છે, જેના દ્વારા છોડની ટોચ પર બીજા છોડની ટોચ રોપવામાં આવે છે. છોડના નીચેના ભાગ અને ઉપરના ભાગને જોડવા માટે પોલીથીન સ્ટ્રિપ્સ અથવા પ્લાસ્ટિક ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કલમ કરેલા છોડને કૃત્રિમ રીતે ઠંડી જગ્યાએ ખસેડવો જોઈએ. જેને ચીલીંગ પ્લાંટ કહે છે. જે ખર્ચાળ છે. તેથી ખેડૂતો સારી નર્સરીમાંથી છોડ 10થી 12 રૂપિયામાં ખરીદે છે.
કલમ તૈયાર થયા પછી
જ્યારે કલમી છોડ તૈયાર થઈ જાય, ત્યારે છોડને હળવા છાંયડામાં રાખવો જોઈએ. તેને સૂર્યપ્રકાશ (નેટ હાઉસ)માં રાખવું જોઈએ જેથી છોડ ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં તૈયાર થવા લાગે. થોડા સમય માટે છોડ (પાણી અને પર્યાવરણ)ને સામનો કર્યા પછી, છોડને ખુલ્લા મેદાનમાં વાવી શકાય. 40 દિવસથી વધુ સમય પછી, તે નર્સરીના ખેતરમાં રોપવા માટે તૈયાર થાય છે. છોડ તૂટે નહીં તેથી માંડવો બનાવીને દોરીથી ઉપર વાંધવામાં આવે છે.