Gujarat: ગુજરાતના કલેક્ટરોના બેફામ વહીવટ સામે હવે ખેડુત આગેવાનો લડત શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ દિલ્હીમાં કિસાન નેતા રાકેશ ટીકેત સાથે મુલાકાત કરીને ગુજરાતના ખેડુતોના પ્રાણ પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. આ મુલાકાત બાદ રાકેશ ટીકેત ખેડુતોની જમીન અંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાતના ખેડૂત આગેવાન ભેમાભાઈ ચૌધરી, રમેશભાઇ પટેલ, સોમા કાકા, વિજયભાઈ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓ
સાથે દિલ્હી ખાતે ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત સાથે મુલાકાત કરવામાં આવી હતી જેમાં પાલનપુરની બાજુમાં બાયપાસ રોડ બની રહ્યો છે જેમાં 1500 જેટલા ખેડૂતોની જમીન લેવામાં આવી રહી છે.500 સર્વે નબરો એવાં છે કે જેમાં જમીન લઈ લેવામાં આવશે તો 100 જેટલા ખેડૂતો જમીન વિહોણા થઈ જશે .60 જેટલા પાણીના બોર પણ નીકળી જશે, મહત્વની વાત એ છેકે જમીનનું પૂરતું વળતર મળી રહ્યું નથી.
ખેડુતોની મુખ્ય રજૂઆતોમાં સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા બાબતે તેની સાથે
સાથે ઓએનજીસી કંપની હોય કે પાણી નીપાઇપ લાઇન નાખનાર કંપની, ખેડૂતોના ખેતરોમાંથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેટકો વીજ કંપની દ્વારા પૂરતું વળતર મળી રહ્યું નથી, ગુજરાતના ખેડૂતોને ડરાવી ધમકાવી પોલીસ બોલાવી હેરાન,પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવા વિવિધ મુદ્દાઓ સાથે ભેમાભાઈ ચૌધરી,રમેશભાઇ , સોમાંકાકા,વિજયભાઈ દ્વારા ખેડૂત આગેવાન રાકેશ ટીકેતને રજૂઆત કરવામાં આવી હતી અને રાકેશ ટીકૈત દ્વારા ગુજરાતના ખેડૂતોને પૂરેપૂરું સમર્થન આપી અને ટૂંક સમયમાં આંદોલન કરવામાં આવશે, જો ખેડૂતોને ન્યાય નહિ મળે તો ગુજરાત આવવાની અને આંદોલન કરવાની ચીમકી આપી હતી..