અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી પ્રચાર સમયે લોકો ભાન ભૂલી સોસ્ટયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગ એટલે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા બોલાવ્યા હતા. જેનું પરિણામ હવે ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ આંકડો આશરે દોઢ મહિના પછી સૌથી વધારે છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે. હાલમાં 2638 એક્ટિવ કેસ છે જ્યારે 39 દર્દી વેન્ટિલેટર પર છે. ડાંગ-છોટા ઉદેપુર-સુરેન્દ્રનગર-તાપી એમ ચાર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 225-ગ્રામ્યમાંથી 2 સાથે 117 સુરત શહેરમાંથી 87-ગ્રામ્યમાંથી 9 સાથે 96, વડોદરા શહેરમાંથી 82-ગ્રામ્યમાંથી 12 સાથે 94 જ્યારે રાજકોટ શહેરમાંથી 57-ગ્રામ્યમાંથી 8 સાથે 65 નવા કેસ સામે આવ્યા હતા.અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 14 સાથે ભાવનગર, 11 સાથે જામનગર, 10 સાથે ગાંધીનગર, 9 સાથે જુનાગઢ, 7 સાથે કચ્છ-મહેસાણા, 6 સાથે ખેડા-પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં 4412 જ્યારે અમદાવાદમાં 2315 છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 98, સુરતમાંથી 72, વડોદરામાંથી 74, રાજકોટમાંથી 38 દર્દીઓ સાજા એમ રાજ્યભરમાંથી કુલ 358 દર્દીઓ સાજા થયા છે.
અત્યારસુધી કુલ 264195 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.40% છે. મંગળવારે કુલ 39187 ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક 1.18 કરોડ છે. હાલમાં 20851 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ 684 એક્ટિવ કેસ છે. એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં 1991 એક્ટિવ કેસ હતા.