Gujarat: સજીવ ખેતી એવી વસ્તુ છે જેનાથી ખેતીમાં 80 ટકા ખર્ચ બચાવી શકે છે. ગુજરાતમાં 1 લાખ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હતા, જે 5 વર્ષમાં વધીને 9 લાખ થઈ ગયા છે. તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીને પડકાર આપી રહ્યાં છે. ગુજરાતના 9 હજાર કૃષિ વિજ્ઞાની, 5 કૃષિ વિશ્વ વિદ્યાલય, 1200 કૃષિ કંપનીઓને પડકાર ફેંકી રહ્યાં છે કે તેમણે શરૂ કરેલી રાસાયણિક ખેતી ખોટી હતી. પણ પ્રાકૃતિક ખેતી શક્ય છે. 9 લાખ ખેડૂતો વર્ષે 1 કરોડ વીઘા જમીન પર ઓછા ખર્ચે ખેતી કરીને રૂ. 10 હજાર કરોડ બચાવી રહ્યાં છે. આમ આ 9 લાખ ખેડૂતોએ મોટો પડકાર ઊભો કર્યો છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યાનો દર વધારવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ છે.
ચૂપચાપ કામ કરીને પડકાર ફેંકી શકે એવી ખેતી પદ્ધતિ કેવી છે. તે સમજવા જેવું છે.
સજીવ કે પ્રાકૃતિક ખેતી કેમ થાય છે, આ રહી તેની રીત
જીવામૃત
ઘન જીવામૃત શુષ્ક ખાતર છે. તેને બનાવવા માટે, 100 કિલો દેશી ગાયનું છાણ, 2 કિલો ગોળ, 2 કિલો કઠોળનો લોટ અને 1 કિલો ઝાડની નીચેની માટીનું મિશ્રણ કરી ગૌમૂત્ર ઉમેરી દો, છાયામાં સૂકવી તેને લાકડા કુટી બારીક બનાવો. તેનો ઉપયોગ વાવણી સમયે અથવા પાણી આપ્યાના 2 થી 3 દિવસ પછી કરી શકાય છે. આ સૂકું ઘન
બીજામૃત
બીજામૃત નવા છોડના બીજ રોપતી વખતે બીજામૃતનો ઉપયોગ થાય છે. નવા છોડના મૂળને ફૂગ, જમીનથી થતા રોગો અને બીજને રોગોથી બચાવી શકાય છે. ગાયનું છાણ, એક શક્તિશાળી કુદરતી ફૂગનાશક છે. ગૌમૂત્ર વિરોધી બેક્ટેરિયલ પ્રવાહી, લીંબુ અને માટીનો ઉપયોગ બીજામૃત બનાવવા માટે થાય છે.બીજ વાવતા પહેલા બીજમાં બીજામૃત સારી રીતે લગાવી દેવાઈ છે. રોપ્યા પછી, તે બીજને થોડો સમય સૂકવવીને વાવી દેવામાં આવે છે.
ઓર્ગેનિક – સેન્દ્રિય ખેતી વધી છે. ખેતી કરવા માટે ગાયોમાંથી ગૌમૂત્ર, છાણ અને દૂધનો ઉપયોગ કરે છે. ગુજરાતના સુરતના ખેડૂત અશ્વિન નારિયા આવી ખેતી કરે છે. આ પદ્ધતિ અપનાવીને તેમણે તેમની ખેતીનો ખર્ચ 80 ટકા ઘટાડ્યો છે.
પાંચ સંસ્કાર
પંચ સંસ્કારની કુદરતી રીતે બીજ, જમીન, હવા, વનસ્પતિ અને પાણીમાં ઊર્જાનો સંચાર થાય છે.
ખેતરની આસપાસ નાળિયેર, લીમડાના બેરી અને કેરી જેવા મોટા વૃક્ષો રોપવામાં આવે છે. જે ઇકો સિસ્ટમ બનાવે છે. જમીન તૈયાર કરવા માટે ખેતરોમાં 50 લિટર ગોમૂત્ર અને એકર દીઠ 10 લિટર એરંડાતેલનું મિશ્રણ રેડવામાં આવે છે.
ખેતરમાં ગાયના છાણથી બનેલી દાંડીની રાખ છાંટો.
ગાયના છાણમાં 26 ટકા ઓક્સિજન હોય છે. છાણમાં 54 ટકા સુધી ઓક્સિજન છે.
બીજ સંસ્કાર
બીજને ખેતરમાં રોપતા પહેલા સંસ્કાર કરવામાં આવે છે. જેને બીજ સારવાર કહેવામાં આવે છે. આ માટે 10 લીટર પાણીમાં એક કિલો ગાયનું છાણ, એક લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 100 ગ્રામ ગાયનું દૂધ, 100 ગ્રામ હળદરનું મિશ્રણમાં બીજને 24 કલાક રાખવામાં આવે છે. પછી છાંયડામાં સૂકવ્યા બાદ ખેતરમાં વાવેતર કરવામાં આવે છે.
પાણી સંસ્કાર
પાણીનો સંસ્કાર કરવામાં આવે છે. તે ખેતરમાં વપરાતા પાણીના પીએચ સ્તરને જાળવવા માટે કુશ ઘાસનો ઉપયોગ કરાય છે.
વનસ્પતિ યુક્ત સંસ્કાર
જીવાત અને પાકના રોગો સામે રક્ષણ આપવા માટે વનસ્પતિ યુક્ત સંસ્કાર કરવામાં આવે છે. આ માટે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. 15 લીટર પાણીમાં 250 ગ્રામ ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ ભેગા કરી ખેતરોમાં છાંટવામાં આવે છે. ઓર્ગેનિક જંતુનાશકો પણ બનાવવામાં આવે છે.
હવા સંસ્કાર
દિવસના અંતે હવાઈ સંસ્કાર થાય છે. ખેતરની હવાને શુદ્ધ કરવા માટે ખેતરમાં હવન કરે છે. હવનમાં ગાયનું છાણ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. હવનના ધુમાડાથી 108 જાતનો ગેસ નીકળે છે. જે વાતાવરણમાં હાજર બેક્ટેરિયાને દૂર કરે છે.
અન્ય ખેડૂતોના અનુભવો પણ ઘણાં છે.
ભારતીય નસલની તમામ ગાયોમાં એક ગ્રામ છાણમાં 300 કરોડ શુક્ષ્મ જીવાણું – બેક્ટેરીયા હોય છે.
1 ગ્રામ જીવામૃતમાં અબજો જીવાણું
ભારતીય નસલની તમામ ગાયોમાં એક ગ્રામ છાણમાં 300 કરોડ શુક્ષ્મ જીવાણું – બેક્ટેરીયા હોય છે. જે 72 દિસ સુધી દર 20 મીનીટે બે ગણાં થતાં રહે છે. જીવામૃત બનાવવા માટે ડ્રમમાં ગોળ, દાળનો લોટ, વડ નીચેની માટી નાંખી તેમાં 10 કિલો છાણ નાંખીને 4 દિવસ રાખીને સવાર સાંજ હલાવવાથી તે ખાતર તૈયાર થઈ જાય છે. એક બેરલથી એક એકરનું ખાતર તૈયાર થઈ જાય છે.
72 કલાકનું જીવન
દરેક 20 મીનીટે શુક્ષ્મ જીવાણું બે ગણા થાય છે. 30 લાખ કરોડ જીવાણું 20 મીનીટમાં 60 લાખ કરોડ જીવાણું થઈ જાય છે. બીજી 20 મીનીટ પછી તે 120 લાખ કરોડ થઈ જાય છે. આ રીતે 72 કલાક સુધી જીવણું બે ગણાં થતા રહે છે. 72 કલાક પછી તે સ્થિર થઈને પછી ઘટવા લાગે છે. તેથી 72 કલાક પછી તેને ખેતરમાં છાંટી દેવામાં આવે છે.
જે ખેતરમાં જાય ત્યારે ખેતરના અને જીવામૃતમાં રહેલા બેક્ટેરીયા એક બીજામાં ભળવા લાગે છે. જે રીતે દૂધમાં છાશ નાંખવાથી તેમાં કરોડો બેક્ટેરીયા બનીને તેનું દહીં બનાવે છે તે રીતે ખેતરમાં આ બેક્ટેરીયા એક બીજામાં મળવા લાગે છે. આવા હજારો જાતના શુક્ષ્મ જીવાણું ખેતરમાં જીવામૃતમાં હોય છે.
વિજ્ઞાનીઓ શું કહે છે
જેમાં વિજ્ઞાન એવું કહે છે કે, 10 કિલો ગાયના છાણમાં 30 લાખ કરોડ શુક્ષ્મ જીવાણું હોય છે. જે પ્રોટીન સાથેનો દાળનો લોટ ખાય છે. તેનાથી શુક્ષ્મ જીવાણું બળવાન અને સ્વસ્થ બની જાય છે. ગોળ તેની સંખ્યા વધારે છે. માટીના શુક્ષ્મ જીવાણું બીજા પ્રકારના હોય છે તે પણ આ બેક્ટેરિયા સાથે ભળીને કામ કરવા લાગે છે.
તેમાંથી યુરિયા – નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, જીંક, પોટાશ, આયર્ન, તાંબુ આ જીવો બાવવામાં મદદ કરે છે. તેથી બહારથી ખાતર નાંખવાની જરૂર પડતી નથી.
પ્રકૃત્તિક ખેતીમાં એવા શુક્ષ્મ જીવો 24 કલાકમાં આકાશમાંથી નાઈટ્રોજ ખેંચીને 78 ટકા નાઈટ્રોજન બનાવી દે છે. તે પોતે જ યુરિયા બનાવીને છોડપે આપે છે. બાકીના તત્વો જમીનમાં હોય છે , પણ તે શુસુપ્ત હોય છે પણ જીવાણુંઓ તેને પોતાના ભોજન તરીકે લઈને ખેતર બનાવે છે. ખરબો જીવાણુંઓ પોતે છોડ માટે આ રીતે જાતે ખાતર કે તત્વો બનાવીને આપતાં રહે છે. જીવાણું પોતે છોડ માટેનો ખોરાક બનાવી આપે છે.
ઘન જીવામૃત
ખેડૂતો દર ત્રણ વર્ષે એક વીઘામાં ત્રણ કે ચાર ટ્રોલી જેટલું ખર્ચાળ છાણીયું ખાતર કે રાસાણિક ખાતર નાખે છે. દર સીઝને જીવામૃત પાકને એકસરખું પોષણ આપે છે. એક એકરે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને નાંખવાથી સારો પાક જોવા મળે છે. પાકના અવશેષોનું મલ્ચીંગ કરવું. મહિનામાં એક વખત જમીન પર 200 લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃતને પાક પર છાંટશો તો છોડ સારા રહેશે. વાવેતર બાદ એકરે 200 લિટર પાણી સાથે આપેલું છે તેઓ મહિનામાં બે વખત 200 લિટર જીવામૃત એકરે જમીનમાં આપવું જોઈએ. અત્યારે આપી શકો છે.
ખેડૂતો કોઈપણ પણ પાકમાં ઘનજીવામૃતથી અદભૂત પરિણામ મેળવી શકે છે. ઘનજીવામૃત બનાવવા માટે 100 કિલો ગાયાના છાણમાં ગોળ અથવા સડી ગયેલ ગોળની 2 કિલો રબડી, કઠોળનો લોટ, 6 લિટર ગૌમૂત્ર, એક મુઠ્ઠી શેઢા પાળા અથવા વડ નીચેની માટી લઈ આ તમામને મિક્સ કરી છાયામાં પાથરી સુકવી નાખવું, સુકાયા બાદ તેને ખાંડીને કોથળીમાં ભરી દેવી બાદમાં એક એકર જમીનમાં દરેક ચાસે છાંટી દેવુ.
પંચગવ્ય
જ્યારે પંચગવ્ય બનાવવા માટે 1 કિલો ગાયનું છાણ લઈ તેમાં 3 લિટર ગૌમૂત્ર, 500 ગ્રામ ગાયનું ઘી, 2 લિટર ગાયનું દૂધ, 2 કિલો દંહી, 3 લિટર નાળિયેર પાણી, 3 લિટર શેરડીનો રસ અથવા 500 ગ્રામ દેશી ગોળ અને 12 નંગ કેળા લઈ તમામ વસ્તું મિશ્રિત કરી 21 દિવસ સુધી રોજ 5 મીનીટ હલાવવું, 21 દિવસ બાદ એક પંપમાં 300 મી.લી ઉમેરી પાક ઉપર દર 15 દિવસે છંટકાવ કરવાથી ખેડૂતો પાકમાં અદભૂત પરિણામ મેળવી શકશે.
સાવ સસ્તું યુરિયા
બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. જે યુરિયા તરીકે વપરાય છે. આ દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે. ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે.
ઓળસિયા – હળસિયા
સજીવ ખેતીમાં એક એકરમાં 8થી 10 લાખ અળસિયા હોઈ શકે છે. 8થી 10 ફૂટ સુધી જમીનની અંદર દર બનાવે છે. દરમાં જમીનની અંદર સિંચાઈનું અને ચોમાસાનું પાણી ઉતરે છે. અળસિયાના કારણે યુરિયા કે ડીએપીની જરૂર નથી. બહારના કોઈ રસાણિક ખાતરની જરૂર નથી. તેને બેક્ટેરીયા અને હળસિયાની જરૂર છે. મિત્રજીવની જરૂર છે. પ્રૃકત્તિ પોતે જ જરૂરીયાત પુરી કરે છે, જંગલમાં આવી જરૂરિયાત પુરી કરે છે. બે પ્રકારનું કલ્ચર એટલે કે મેળવણ બનાવે છે.
અળસિયા હળ બન્યા
અળસિયા માટી ખાઈને જીવે છે. અળસિયું માટી ખાઈને મળ બહાર કાઢે છે. તેણે જે માટી ખાધી હોય તે માટી કરતાં તેમાં 7 ટકાથી વધું નાઈટ્રોજન હોય છે. 9 ટકાથી વધું ફોસ્ફરસ, 11 ટકાથી વધું પોટાશ અને 6 ટકાથી વધું ચૂનો હોય છે. 8 ટકાથી વધું મેગ્નેશ્યમ હોય છે. 10 ટકાથી વધું સલ્ફર હોય છે. એ ઉપરાંત જમીનની સૂક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે. ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપૂર થાય છે. દેશી અળસિયું જુદા-જુદા તાપમાને કામ કરી શકે છે. તેના મળથી તે 13 ગણો પોટાશ પેદા કરીને જમીનમાં નાંખે છે. મફતમાં રાતદિવસ આ રીતે ખાતર બનાવતાં રહે છે.
40 પ્રકારના ખાતર
40 પ્રકારની ખોરાકની પૂર્તી માટે અળસિયા ખાતર બનાવે છે. જેટલાં વધારે અળસિયા એટલો વધારે છોડનો ખોરાક પેદા કરશે. જમીનની ઉપજાવ ક્ષમતા બધારવા અળસિયા બલીદાન આપે છે. અળસિયા પોતાના જીવન દરમિયાન 50 હજાર બચ્ચા પેદા કરે છે. પણ ફેક્ટરીનું રાસાણિક ખાતર નાંખવાથી અળસિયા મરી જાય છે. જંતુનાશક વાપરવાથી અબજો જીવોની હત્યા ખેડૂતો કરે છે.
રસાયણ ખાતરની ફેક્ટરી
અળસિયાની વસતી વધારવા માટે રાસાયણીક ખાતર અને રાસાયણીક જંતુનાશક દવા વાપરવાનું બંધ કરવું જોઈએ. અળસિયાની વસતી વધારવા માટે જીવામૃત ઉત્તમ છે. જે ખેતરમાં જ બની શકે છે. 200 લિટર પાણી, 10 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિલો છાણ, 1 મૂઠી વડ નીચેની માટી, 1 કિલો કાળો ગોળ, 1 કિલો ચણાનો લોટ ભેગા કરીને દિવસમાં સવાર સાંજ 4 દિવસ હલાવવું. જે ખેતરમાં છાંટવું કા પાણી સાથે આપવું. આમ કરવાથી સજીવ ખેતી થશે અને અળસિયા વધશે.