Gujarat: ગુજરાતમાં 50 લાખ લોકો ડ્રગ્સનો નશો કરતા હોવાનો અંદાજ
Gujarat: અમદાવાદ, તમામ પ્રકારની ડ્રગ્સનો નશો ગણવામાં આવે તો ભારતમાં 9થી 10 કરોડ લોકો નશો કરતા હોવાના અનુમાન છે. નશાને ગ્લેમરાઇઝ અને ધનવાનો માટે પ્રિય બની ગયો હોવાથી Gujarat માં દેશના 5 ટકા લેખે 50 લાખ અને દેશના 10 ટકા લેખે ગણવામાં આવે તો 1 કરોડ લોકો નશો કરતા હોવાનું અનુમાન મૂકી શકાય છે. કોઈના સમર્થન વગર આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ભારતમાં આવે તે શક્ય નથી. જે Gujarat માટે ખતરો છે.
એક અનુમાન મુજબ, ભારતમાં લગભગ સાડા આઠ લાખ લોકો ઇન્જેક્શન મારફત નશો કરે છે.
ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડીફેન્સ(એનઆઈએસડી)ના જણાવ્યા મુજબ, લગભગ 3.1 કરોડ લોકો ગાંજાનો ઉપયોગ કરે છે, જ્યારે 72 લાખ લોકો ગાંજાના બંધાણી છે.
ભારતમાં ઓપિઓઇડના કુલ 2.06 ટકા વપરાશકર્તાઓ છે અને લગભગ 0.55 ટકા એટલે કે લગભગ 60 લાખ લોકોને સારવાર સેવાની જરૂર છે.
એનઆઈએસડીના સર્વેક્ષણ મુજબ, ભારતમાં 1.18 કરોડ લોકો નૉન-મેડિકલ સિડેટિવ્સનો ઉપયોગ કરે છે અને લગભગ 18 લાખ બાળકો સૂંઘીને નશો કરે છે.
કાર્યવાહીથી ડ્રગ્ઝ નેટવર્ક કેમ તૂટતું નથી? ભારતની સીમામાં ડ્રગ્સ પહોંચાડવામાં સફળ કેવી રીતે થાય છે?
જે પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તે અભૂતપૂર્વ છે. પોલીસને નિશ્ચિત રીતે સફળતા મળી છે, પરંતુ સવાલ એ પણ છે કે આ પ્રકારના ડ્રગ્ઝ નેટવર્ક આટલી આસાનીથી ભારતમાં કામ કેવી રીતે કરી શકે છે? હજી સુધી કોઈ મોટો સૂત્રધાર પકડાયો નથી.
ભારતીય માર્કેટમાં પણ ડ્રગ્સની માંગ વધી રહી છે અને તેથી તેની સપ્લાય પણ વધી છે. આ ધંધામાં ચિક્કાર પૈસા છે. ડ્રગ્સ તસ્કરીનું નેટવર્ક વધુ સંગઠિત થયું છે.
દિલ્હી અને ગુજરાતમાં ઓક્ટોબર 2024માં રૂ. 13,000 કરોડની ડ્રગ્ઝ જપ્ત કરાયું છે. જેમાં 5 હજાર કરોડનું અંકલેશ્વરમાંથી પકડાયું છે.
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી 518 કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું
દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત અભિયાનમાં શનિવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી 518 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત રૂ. 5,000 કરોડ હોઈ શકે છે. પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે 1289 કિલો હેરોઈન અને ઉચ્ચ સ્તરનો 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્ઝની કિંમત લગભગ રૂ. 13,000 કરોડ થાય.
10 ઑક્ટોબર 2024માં દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીના રમેશ નગરમાંની એક દુકાનમાંથી નમકીનનાં 20 પૅકેટમાં રાખવામાં આવેલું 208 કિલો કોકેન જપ્ત કર્યું હતું. તેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ રૂ. 2,000 કરોડ આંકવામાં આવી હતી. આગળ ડિલિવરી કરવાની હતી.
1 ઑક્ટોબર 2024માં મહિપાલપુર ખાતેના એક ગોદામમાંથી 562 કિલો હેરોઈન અને 40 કિલો ગાંજો પણ જપ્ત કર્યો હતો. થાઇલેન્ડથી આવ્યો હતો. એક જ ડ્રગ્સ રૅકેટમાં ગુજરાતના ભરૂચમાંથી જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સને પણ તેની સાથે સંબંધ હતો.
ગોદામના માલિકનું નામ તુષાર ગોયલ હતું. તુષાર ગોયલ સૌથી મોટા ડ્રગ પેડલર છે.
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સમાં થયેલી જપ્તી ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી હતી. અદાણીના મુંદરા બંદરેથી રૂ. 21 હજાર કરોડનો જથ્થો પકડી પાકવામાં આવ્યો તેનાથી પણ વધઆરે આ જથ્થો હતો. 2500 ગજ વિસ્તારમાં ફેલાયેલી ફેકટરીની ક્ષમતા રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવાની હતી.
દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સક્રિય હોવાની બાતમી પોલીસને મળી હતી. જિતેન્દ્ર ઉર્ફે જસ્સીની દિલ્હી પોલીસે અમૃતસર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
તમામ કાર્યવાહી એક જ ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક શકમંદ દેશની બહાર પણ છે.
પંજાબ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં સંશોધક અને નશા વિરુદ્ધના અભિયાનો સાથે જોડાયેલા શીશપાલ શિવકંડે કેટકાલ સંશોધનો કર્યા છે. અગાઉની સરખામણીએ આજે માર્કેટમાં ડ્રગ્સ બહુ આસાનીથી મળે છે.