Gujarat: 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે.
જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભારતની સૌથી મોટી ફેક્ટરી અદાણીની કચ્છમાં ચાલુ થઈ ગઈ છે.
અમરેલીમાં આ ફેક્ટરી મોટું પ્રદૂષણ કરશે એવું જાહેર કરીને અહીં આંદોલન ચાલી રહ્યું છે. જેને ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે.
ફેક્ટરી માટે પ્રશ્નો ઊભા કરનારાઓને ઉમેદવાર નહીં બનાવીને અંગુઠા છાપ 6 ધોરણ ભણેલાં કહ્યાગરા નેતાને ઉમેદવાર બનાવીને દિલ્હીના એક નેતા પોતાના ક્રિકેટના વ્યવસાય સાથે જોડાયેલા પુત્ર માટે માર્ગ મોકળો કરી આપ્યો છે.
અહીં ફેક્ટરી બની રહી છે તેમાં ભાજપના કેટલાંક નેતાઓના કરોડો રૂપિયાના હીત છે.
આ ફેક્ટરી તાંબુ બનાવશે. તેની બાય પ્રોડક્ટ તરીકે વર્ષે 5 હજાર કરોડનું સોનું નિકળવાનું છે. ગોલ્ડ માટેની લડાઈ અમરેલીમાં લડાઈ રહી છે.
અમરેલીમાં ભાજપના આંતરિય જૂથવાદ તો છે જ પણ ઉમેદવારો ઊભા રાખવાની ખરી લડાઈ છે તેનું બહું ઓછા લોકો જાણે છે.
તેથી અમરેલીમાં 100 કિલોમીટરમાં આવતાં 50 જેટલા ગામના લોકોના જીવન સાથે ચેંડા થવાના છે.
અહીં ચૂંટણી પહેલાં 15 સરપંચો પાસેથી કોરા લેટર પેડ લઈ લેવામાં આવ્યા છે. 2022માં પ્લાંટ આવી ગયો ત્યારે બધાને તેના ખતરાની ખબર પડી અને તેનો વિરોધ શરૂ થયો હતો. જેમાં 3 ધારાસભ્ય, એક સાંસદ, પોલીસ અધિકારીઓ મોટું રોકામ અને હિત ધરાવે છે. 2022માં 6400 કરોડની ફેક્ટરી રૂ.20 હજાર કરોડની કેમ થઈ ગઈ તેનું રહસ્ય છે.
આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં નારણ કાછડિયા એક હતા. ભાજપમાં પક્ષાંતર કરીને લઈ જવાયેલાં અમરીશ ડેર દ્વારા વિરોધ કરાયો હતો. હવે તેઓ ભાજપમાં ગયા છે તેથી કંપની સામે શાંત થઈ ગયા છે. પણ ભાજપના બે ધારાસભ્યો અહીં રસ લઈ રહ્યાં છે.
ભરત સુતરીયાને લાવવામાં આવ્યા કારણ કે ભાજપના સાંસદ કાછડિયાએ આ ફેક્ટરીનાં પ્રદૂષણ સામે વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ જેનીબેન ઠુમરે તેનું રાજકારણ શરૂ કર્યું હતું. તેમણે કોપર કંપનીનો વિરોધ કર્યો હતો.
તેમની ચૂંટણીનો આ મહત્વનો મુદ્દો હતો. પણ ભાજપના એક પણ નેતા કોપર કંપની સામે અહીં 35 ગામ વિરોધ કરે છે તેની વાત ક્યાંય ન હતી. તેઓ મૌન બની ગયા હતા. અમરીશ ડેરને ભાજપમાં લાવવાનું મુખ્ય કારણ અંદરના લોકો આ ફેક્ટરી બતાવી રહ્યાં છે. કારણ કે તેઓ ભારે વિરોધ કરતાં હતા. હીરા સોલંકી આ ફેક્ટરી માટે બચાવ કરી રહ્યાં છે.
તે કોઈ આ ફેક્ટરી સામે પડે છે તેમનું રાજકારણ ભાજપમાં પૂરું કરી દેવાનું માનવામાં આવે છે.
અમરેલીમાં ભડકો થયો છે તે રાજકારણ છે. પણ ભડકા પહેલાં જે રાજરમત અને અર્થ રમત રમાઈ ગઈ તેની પડદા પાછળની આ કહાની છે.
ઈન્ડો એશિયા કોપર એ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કોપર સ્મેલ્ટર અને ખાતર સંકુલ માટે 2021 માં ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે પ્રોજેક્ટ 2025 સુધીમાં કામગીરી શરૂ થવાની ધારણા છે.
હિંડોરણા-બારપટોલી વિભાગ પર કોપર પ્લાન્ટ સ્થાપવા માટે જમીન ખરીદવામાં આવી હતી. સૂચિત પ્લાન્ટ માટે જાહેર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આંદોલન બાદ દરખાસ્ત મોકૂફ રાખવામાં આવી હતી.
પર્યાવરણીય સંભાળ માટે 1302.05 કરોડ. પ્લાન્ટની પાંચ કિમીની ત્રિજ્યામાં 8 ગામો આવેલા છે.
ભાજપના નેતા કે જે ક્રિકેટ સાથે જોડાયેલાં છે તેમનું મૂડી રોકાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાળા નાણાં ધોળાં કરવાનું અહીં મોટા પ્રમાણમાં કામ થઈ શકે છે. કીરી ગૃપ એક કેસ જીતી જતાં 4 હજાર કરોડના વ્હાઈટના મળ્યા છે. અહીં 4500 કરોડનું સોનું વર્ષે બાયપ્રોડક્ટ તરીકે નિકળશે. જમીનોના ભાવ ઊંચકાયા અને અહીં દિલ્હી ભાજપના એક નેતાનું કાળા નાણાનું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે.