Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી: 10 ગ્રામ સોનું 92,000ને પાર, જાણો આજનો નવો ભાવ
Gold Silver Price Today : ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવ સતત ઉંચા જઇ રહ્યા છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાની કિંમત 93,000 રૂપિયાની નજીક પહોંચી છે, જ્યારે ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે.
રાજકોટ અને અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં વધારો
રાજકોટના બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 89,300 રૂપિયે મળતું 10 ગ્રામ સોનું આજે 40 રૂપિયા વધી 89,340 રૂપિયા થયું છે. ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે, ગઈકાલે 1,00,000 રૂપિયાના ભાવે મળતી ચાંદી આજે 1,01,000 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.
અમદાવાદના બજારમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 92,840 રૂપિયે મળતું 10 ગ્રામ સોનું આજે 930 રૂપિયા વધીને 92,940 થયું છે. ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતા આજનો ભાવ 1,05,500 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
સોના-ચાંદીના ભાવ વધવાનો કારણ શું છે?
દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે. મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વૃદ્ધિ અને ચલણ વિનિમય દરના કારણે તેની અસર ભારતીય બજારમાં જોવા મળે છે. ઉપરાંત, તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જતાં પણ ભાવ વધે છે.
સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનામાં 91% શુદ્ધતા હોય છે. સરકારી હોલમાર્કિંગ અનુસાર, 24 કેરેટ માટે 999, 22 કેરેટ માટે 916, 21 કેરેટ માટે 875, અને 18 કેરેટ માટે 750 હોલમાર્ક હોય છે. BIS Care એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.
ઘરે બેઠા સોના-ચાંદીના ભાવ કેવી રીતે જાણી શકાશે?
તમારા મોબાઈલ પરથી 8955664433 પર મિસ્ડ કોલ આપવાથી તમને SMS દ્વારા તાજા સોના-ચાંદીના ભાવની માહિતી મળી રહેશે. ઉપરાંત, તમે ibjarates.com વેબસાઈટ પર જઈને પણ દૈનિક ભાવ ચેક કરી શકો છો.