- અદાણી કે રાજાઓની કાળી બાજુ પત્રકારો જાહેર કરતાં રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ
Gautam Adaniઅદાણી હિંડનબર્ગ વિવાદ પર લેખ લખવા બદલ બે પત્રકાર રવિ નાયર અને આનંદ મંગનાલે ગુજરાત પોલીસની ધરપકડનું જોખમ હતું.
Gautam Adani સુપ્રીમ કોર્ટે બંને પત્રકારોને ગુજરાત પોલીસની ધરપકડની કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપીને રાહત આપી હતી.
ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા તેમના લેખની પ્રાથમિક તપાસના સંબંધમાં પૂછપરછ માટે તેમને રૂબરૂ હાજર રહેવા કહેવાયું હતું. અદાણી જૂથ ગુજરાતમાં પત્રકારો માટે શું કરી શકે તેનું આ એક ઉદાહરણ છે.
OCCRP એ ઓગસ્ટમાં શેરહોલ્ડરો અંગે વિગતો જાહેર કરતાં પત્રકારોને રાજ્ય સરકારના તંત્ર દ્વારા ધાકધમકી અને દેખરેખના પ્રયાસોનો સામનો કરવો પડ્યો હતો.
અદાણી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતા બે વ્યક્તિઓએ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરીને અદાણી જૂથમાં ગુપ્ત રીતે રોકાણ કર્યું હતું. એવો અહેવાલ જાહેર કર્યો હતો.
OCCRP પત્રકારો રવિ નાયર અને આનંદ મંગનાલેને એક ફરિયાદના આધારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તપાસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જે ફક્ત એક રોકાણકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ હતી.
ગુજરાત સરકાર પાસે આનો જવાબ આપવા માટે અદાલતે બે અઠવાડિયા આપ્યા હતા.
મંગનાલેના ફોનને પણ અત્યાધુનિક સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવ્યો છે. iVerify અનુસાર, ઓગસ્ટમાં અદાણી ગ્રૂપને પ્રી-પબ્લિકેશન ક્વેરીઝ મોકલ્યાના કલાકોમાં પેગાસસ હુમલો થયો હતો. સર્વેલન્સ સાધનોના ઉપયોગમાં અદાણી જૂથની કોઈ ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી.
ફોરેન્સિક પૃથ્થકરણ આ હુમલા પાછળ કઈ એજન્સી કે સરકારનો હાથ છે તે દર્શાવતું નથી. (પેગાસસ માત્ર સરકારોને જ લાઇસન્સ આપવામાં આવે છે.) ભારતે અગાઉ પેગાસસનો ઉપયોગ કર્યો છે, જેને ઇઝરાયેલની ફર્મ NSO ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી હતી.
ઑક્ટોબરમાં, Appleએ ઓછામાં ઓછા 20 ભારતીયોને ચેતવણી આપી હતી – જેમાં નાયર અને મંગનાલેનો સમાવેશ થાય છે – કે તેઓ રાજ્ય દ્વારા પ્રાયોજિત સાયબર હુમલાઓનું લક્ષ્ય છે. ધમકીની ચેતવણીમાં ગુનેગારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
પોલીસ દ્વારા અસ્પષ્ટ કારણોસર પત્રકારોની અટકાયત કરવી એ પત્રકારોની સતામણી ગણાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય પર સીધો હુમલો હતો. પેગાસસ દ્વારા પત્રકારોને નિશાન બનાવવું એ કંઈ નવું નથી.
અદાણીના મહારથીઓ
હવે આ જ જૂથના 5 મહારથીઓ દેશની સૌથી મોટી આર્થિક તાકાત ધરાવે છે. રાહુલ ગાંધી જેવા ભાગ્યે જ કોઈ નેતાને તે નમાવી શક્યા નથી. બાકી મોટાભાગના નેતાઓ તેના પગ ધોવાનું કામ કરે છે. તો પછી પત્રકારો કે સમાચાર માધ્યમોના માલિકોને આ જૂથના 5 મહારથીઓમાંથી કોઈ પણ ખરીદી કે વેચી શકે છે. નમાવી શકે છે. તેમ છતાં રાહુલ ગાંધીની જેમ દેશના ઘણા પત્રકારો અદાણીના ધંધાની કાળા બાજુ રજૂ કરતાં રહ્યાં છે.
અદાણીની કાળા કામો જાહેર કરનારા પત્રકારોની લડત તોડી પાડવા તે ગમે તે કરી શકે છે. આું બધું કર્યા પછી હવે ધીરુભાઈ અંબાણીએ જે ભૂલ કરી હતી તે સુધારી લેવા માટે ગૌતમ અદાણીએ તેના વારસદારો જાહેર કરી દીધા છે. જૂથના 5 નેતાઓ કઇ જવાબદારીઓ સંભાળે છે. તે જાણવા જેવું છે. જેમાં સમાચારોની દુનિયા ક્યાંય નથી.
ભારત અને એશિયાના બીજા સૌથી અમીર 62 વર્ષના વ્યક્તિ ગૌતમ અદાણીએ આગામી પેઢીને કમાન સોંપવાની તૈયારી કરી લીધી છે. 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગે છે. અદાણી ગ્રૂપ, દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ, $213 બિલિયનનો બિઝનેસ ધરાવે છે.
ગૌતમ અદાણીએ તેમના વારસદારોને ટ્રસ્ટ દ્વારા વારસદાર જાહેર કર્યા છે. ગૌતમ અદાણીના પુત્રો કરણ અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અને સાગરનો તેમાં એકસરખો ભાગ છે. પ્રણવ તેના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીનો પુત્ર છે. જ્યારે સાગર તેના બીજા ભાઈ રાજેશ અદાણીનો પુત્ર છે. આ ચાર લોકો અદાણી ગ્રુપનો વારસો સંભાળી રહ્યા છે…
પ્રણવ અદાણી
પ્રણવ અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ અને ગેસ બિઝનેસના એમડી છે. અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે. 1999 થી અદાણી વિલ્મરમાં છે. ફોર્ચ્યુન બ્રાન્ડ તેલ બજારમાં 20% હિસ્સો ધરાવે છે. અદાણી ગેસ શહેર ગેસ વિતરણ કંપની, અદાણી રિયલ્ટી, એગ્રી લોજિસ્ટિક્સ અને અદાણી એગ્રી ફ્રેશ પ્રણવે બનાવી છે. મુંબઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંભાળે છે.
પ્રણવ બોસ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવે છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઓનર્સ/પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામનો પણ અભ્યાસ કર્યો છે.
કરણ અદાણી
ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના MD છે. સિમેન્ટ, પોર્ટ, લોજિસ્ટિક્સ સંભાળે છે. 2030 સુધીમાં 1 અબજ ટન માલ હેરફેર કરવાનો લક્ષ્ય ધરાવે છે. કરણ અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો સ્નાતક છે. તેમણે APSEZની વિકાસ વ્યૂહરચ બનાવી છે. 10 બંદર છે.
સાગર અદાણી
સાગર અદાણી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવ્યા બાદ 2015માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા. એનર્જી, ફાઇનાન્સ, ગ્રીન એનર્જીના સોલાર અને વિન્ડનો ધંધો સંભાળે છે 2030 સુધીમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છે. ઓર્ગેનાઈઝેશન બિલ્ડિંગ પર કામ કરે છે.
જીત અદાણી
ગૌતમ અદાણીનો નાનો પુત્ર જીત અદાણી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા-સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતો. એરપોર્ટ, ડિજિટલ, સંરક્ષણ, ફાઇનાન્સ, મૂડી બજાર, જોખમ અને શાસન નીતિનો ધંધો સંભાળે છે. ડિજિટલ લેબ્સ એક સુપર એપ બનાવવાની તૈયારી કરે છે.
આ બધા ધંધામાં ક્યાંય સમાચારોનો ધંધો કોણ કરે છે તેનો તેની વેબસાઈટ પર ઉલ્લેખ નથી.
વીજાણુ ટૅક્નૉલૉજીથી સમાચારો કે દેશની સરહદોને સમાચારોની દુનિયાએ ઓળંગી લીધી છે. પણ ગુજરાતના ઉદ્યોગપતીઓએ સમાચાર માધ્યમોની મર્યાદા ઓળંગી દીધી છે. આ ઉદ્યોપતીઓને ખરબ નથી કે ગુજરાતી પત્રકારોએ અને માલિકોએ અખબારી સ્વતંત્રતા મેળવવા અને જાળવી રાખવા માટે કેવી લડાઈ લડી હતી. આજે પણ એ લડાઈ ચાલુ છે.
ગુજરાતી પત્રકારોનો ગૌરવ અને લડાયક ઇતિહાસ કેવો છે તે અદાણી જૂથ હજુ સમજતું હોય એવું લાગતું નથી. તેમાં તેને ધંધો કે ધંધો બંધ કરાવનારાઓ જ દેખાય છે.
1 જુલાઈ, 1822થી શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ને પગલે બીજા ગુજરાતી પત્રો શરૂ થયા હતા. તેમાં 1830માં શરૂ થયેલા ‘મુંબઈ ચાબુક’ (‘મુંમઈના ચાબુક’), 1832માં શરૂ થયેલા ‘જામે જમશેદ’, 1851માં દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ‘રાસ્ત ગોફતાર’ મુખ્ય હતા. આ બધા પત્રો પારસીઓએ શરૂ કર્યાં હતાં. એમાં મુખ્યત્વે પારસી સમાજની સમસ્યાઓની ચર્ચા થતી.
2 મે 1849ના રોજ અમદાવાદમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન’નું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો. ‘વરતમાન’ શિલાપત્ર પર છપાતું હતું. 1854માં બીબાઢાળ ટાઇપ ઉપર મુદ્રણ થઈને ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું હતું. જે આજે પણ ચાલુ છે. 1851માં ‘ખેડા વર્તમાન’ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. 1921ની બીજી ઓક્ટોબરે રાણપુરથી અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ (આજનું ‘ફૂલછાબ’) શરૂ કર્યું હતું. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોની જોહુકમી સામે પ્રજાની વેદનાને વાચા આપી. ‘ફૂલછાબ’ 1950માં રાજકોટ આવ્યું અને દૈનિક બન્યું. 1948માં રાજકોટથી ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકો શરૂ થયાં.
રાજાઓ સામે લડવામાં પત્રકારોએ પાછી પાની કરી ન હતી. આવી લડત લડનારા નાના પણ સ્વમાની પત્રકારોનો ઇતિહાસ ભલે આજે અમદાવાદમાં કે ગુજરાતમાં બહુ ઓછો છે. જે ઇતિહાસ છે તે માત્ર સમાચાર પત્રો અને તેના માલિકોનો છે. પણ ખરી લડાઈ લડનારા સંવાદદાત, અહેવાલ લેખક, રિપોર્ટરોનો ઇતિહાસ ક્યાંય નથી.
1852માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલા ‘સત્યપ્રકાશ’ અને 1864માં નર્મદે શરૂ કરેલા ‘ડાંડિયો’એ સમાજ સુધારાના પત્રકારત્વમાં ઇતિહાસ રચ્યો હતો. આ પત્રો આજીવિકા માટે નહિ, પણ સમાજના ઉત્થાનના મિશનથી જ ચાલ્યા હતા. હવે 2024 કે 2030માં મિશન મની વધારે દેખાય છે.
1880માં ઇચ્છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી’ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્વનો એક નવો યુગ શરૂ થયો. રાજકીય પ્રશ્ર્નો ઉપર પણ લખવાનું શરૂ થયું. એક જમાનામાં તેનું સ્થાન ટિળકના ‘કેસરી’ જેવું હતું.
1864માં જૂનાગઢથી મણિશંકર કીકાણીએ ‘સૌરાષ્ટ્રદર્પણ’ શરૂ કર્યું. એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર ગણાય છે. ભાવનગરથી મિરઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ 1868માં શરૂ કરેલું. એ જ વર્ષે, રાજકોટથી ‘વિજ્ઞાનવિલાસ’ શરૂ થયું, જેમાં પણ પ્રેરણા મણિશંકરની હતી. મણિશંકરનો સુધારો નર્મદ-દુર્ગારામ જેવો આક્રમક નહિ, પણ સંરક્ષક હતો. 1862માં અમદાવાદથી ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું તે 1876થી 1888 સુધી નવલરામે રાજકોટથી ચલાવ્યું હતું. 1885માં મણિલાલ નભુભાઈએ ભાવનગરમાં રહીને ‘પ્રિયંવદા’ નામે મહિલાઓ માટેનું માસિકપત્ર ચલાવ્યું હતું, જે 1890થી ‘સુદર્શન’ રૂપે વિસ્તૃત ફલક પર મુકાયું હતું.