Gujarat: ગાંધીનગર ની જાણીતી એપોલો હોસ્પિટલ(ભાટ)માં કાયમી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એકાએક નોકરીમાંથી દૂર કરાતા આ અંગેની ફરિયાદ શ્રમ વિભાગને કરવામાં આવી છે. અને આજે શ્રમ વિભાગના એક લેબર અધિકારીએ એપોલોની વિઝિટ કરીને ફરિયાદ અંગેની હકીકતો મેળવી હતી. તો આ સફાઇ કર્મચારીઓએ હોસ્પિટલ સત્તાવાળાઓની સામે કામદાર એક રક્ષક યુનિયનના પ્રમુખ શ્રી સત્યવાન આદિશ્વર તથા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ધરણાં દેખાવો યોજીને રામધૂન પણ બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો,.
આ કર્મીઓ છેલ્લાં ૨૦ વર્ષથી આ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેમનું PF પણ કપાય છે.
હોસ્પિટલ દ્વારા તેમના પગાર પહેલા ૧૮ હજારમાંથી ઘટાડો કરીને ૧૩૫૦૦ હજાર કર્યા અને છેવટે ૧૦ હજાર કર્યા તો પણ આ કર્મીઓ ખૂબ જ ગરીબ અને પછાત વર્ગના હોવાથી કામ કરતાં હતા. તેમ છતાં હવે તેમને ફરજમાંથી દૂર કરાતા તેઓ રસ્તે રઝળતા થઇ ગયા છે અને આ કર્મીઓએ કોરોના કાળમાં હોસ્પિટલમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવીને હોસ્પિટલની સેવાને મુશ્કેલીમાં મૂકી નથી. તેમ છતાં હોસ્પિટલ દ્વારા તેમના પ્રત્યે કૂર્ર ભેદભાવ અને અન્યાય રાખીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યાં તે અન્યાયકારી પગલુ છે. હોસ્પિટલ સત્તાવાળાઓને અમારી વિનંતી છે કે તેમને નોકરીમાં પરત લઇને તેમની સાથે ન્યાય કરે નહીંતર હોસ્પિટલની સામે આંદોલન કરવામી ફરજ પડશે અને તેની તમામ જવાબદારી એપોલોની રહેશે.
ગાંધીનગરની ઊંચા આરોગ્ય બીલ બનાવતી એપોલો હોસ્પિટલ(ભાટ)માં 20 વર્ષથી કામ કરતાં ગરીબ, પછાત 20 સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાતા શ્રમ અધિકારીએ તપાસ કરી તો 18 હજારનો પગાર 13500 અને પછી 10 હજાર કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. જ્યોર્જ ડાયસે ધરણાં દેખાવો રામધૂન કરી.ફરજ પર જતાં સફાઈ કર્મચારીઓને સીક્યુરીટીએ લાફા માર્યા!