Gandhinagar News : શિક્ષક ભરતી મુદ્દે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન, ઉમેદવારોની અટકાયત
ગાંધીનગર: , સોમવાર
Gandhinagar News : ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈને ફરી વિરોધ સર્જાયો છે. પાટનગર ગાંધીનગરમાં ભરતી પ્રક્રિયા ઝડપી અને ક્રમિક કરવા માટે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી. આંદોલનકારીઓએ હાથમાં બેનર લઈને ન્યાયની માંગ સાથે પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં ઉમેદવારોએ આ આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓએ આરોપ લગાવ્યો કે સરકાર સતત બાંહેધરી આપે છે, પરંતુ ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે.
ઉમેદવારોની મુખ્ય માંગણીઓ
શિક્ષણ સહાયક (9થી 12) માટે PML અને DV શિડ્યૂલ જાહેર કરવું.
ધોરણ 1 થી 8 માટે વિદ્યા સહાયકની જગ્યો વિષય અને કેટેગરી મુજબ જાહેર કરવી.
5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડેલી જગ્યો નવી ભરતીમાં ઉમેરવી.
ગત વર્ષે મંજૂર થયેલી 2750 વિદ્યા સહાયકની જગ્યો વર્તમાન ભરતીમાં સામેલ કરવી.
ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવા.
મેરિટ યાદી જાહેર, વાંધા નોંધાવવાની છેલ્લી તક
પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી માટે ગુરુવારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. જો આ યાદીમાં કોઈ ભૂલ જણાય તો 25 ફેબ્રુઆરી સુધીમાં વાંધા દાખલ કરવાની મુદત આપવામાં આવી છે. 27 ફેબ્રુઆરી સુધીમાં અપડેટેડ વિગતો જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. આંદોલનના પડઘમ વચ્ચે, સરકાર કેવી કાર્યવાહી કરે છે તે હવે મહત્વપૂર્ણ રહેશે.