Gandhinagar: ગુજરાત વનવિભાગમાં ખૂટતા ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી કરવા થોડા સમય પહેલાં યોજાયેલી પરીક્ષાની પરીક્ષાનું આજે સોમવારે પરિણામ જાહેર થયું હતું
Gandhinagar પરંતુ આ પરીક્ષા આપનારા ઉમેદવારોએ પરિણામના દિવસે જ ગાંધીનગરના રામકથા મેદાનમાં ખુબ મોટી સંખ્યામાં એકત્રિત થઇને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપનારા ઉમેદવારોની માંગ છે કે
બીટ ગાર્ડ માટેની પરીક્ષામાં અપનાવવામાં આવેલી કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (સીબીઆરટી) પદ્ધતિ અને નોર્મલલાઇઝેશન મેથડના પગલે તેઓની સાથે ભારોભાર અન્યાય થયો છે. ઉમેદવારોએ રાજ્યના તમામ જિલ્લા મથકે આ અંગે છેલ્લાં બે દિવસ દરમ્યાન વિરોધ નોંધાવ્યો હતો. આ ઉમેદવારોની મુખ્ય માંગ છે કે સરકારે નોર્મલાઇઝેશની સાથે માર્ક્સ જાહેર કરવા જોઇ અને તેની એક પીડીએફ નકલ પણ ઉમેદવારો સુધી પહોંચાડવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
અત્યાર સુધીમાં સબ ઓડિટર, સિનિયર સર્વેયર, આયોજન મમદનીશ, મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર સહિત અલગ અલગ સંવર્ગ અને કેડરની પરીક્ષાઓનું આયોજન પણ કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ દ્વારા જ કરાયું હતું.
વાસ્તવમાં ગૌણ સેવા પસંગદી મંડળે આ પ્રકારની પરીક્ષાઓનું આયોજન કરવાનું
આખું કામ આઉટસોર્સિંગ કરીને તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) સહિતની કેટલીક ખાનગી કંપનીઓને સોંપી દીધું હતું. આ વી કંપનીઓ છે જેમાં ગુજરાતી ભાષાને સમજનારા જવલ્લેજ જ કોઇ કર્મચારી કામ કરતાં હોય છે જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવાઇ હતી. ભાષાની આ તલીફના કારણે પરીક્ષાના પેપરોમાં અનુવાદનો પ્રશ્ન ઉભો થતાં એજન્સીઓ અને કંપનીઓ દ્વારા પરીક્ષામાં અનેક છબરડાં થયા હતા. ગુજરાતના તમામ નોકરી વાંચ્છું ઉમેદવારોની માંગ છે સરકારે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરવી જોઇએ