જૂનાગઢઃ લગ્ન વાંચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવીને લગ્ન બાદ લૂંટી ફરાર થતી લૂંટેરી દુલ્હન સહિત 5 આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓ ભરત રાજગોર અને અનિરુદ્ધસિંહ આ પ્રકારનું રેકેટ ચાલવતા હોવાની હકીકત જૂનાગઢ પોલીસને મળતા પોલીસે છટકું ગોઠવીને લૂંટેરી દુલ્હન સહીત 5 આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્વયાહી હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં આરોપી ભરત રાજગોર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુટરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલિ અને તેની માતા ધનુબેન કુબેર નગર અમદાવાદ તેમજ અનિરુદ્ધસિંહ ઉખારલા ગામ ઘોઘા જિલ્લોભાવનગરમાં રહેતા હોય તેવો રાજકોટ મુકામે આવવા રવાના થયા હતા.જે રાજકોટ આવતાની સાથે પોલીસે તમામને ધર દબોચી લીધા હતા અને સમગ્ર લૂંટેરી ગેંગનો પર્દાફાશ થયો હતો. લગ્ને લગ્ને કુંવારી ભગવતી ઉર્ફે અંજલિ અને અન્યા 5 આરોપીઓને જૂનાગઢ પોલીસ મથકમાં લાવીને આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો બાદ યુવતીની કથિત માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફ અનિરુદ્ધસિંહ ગોહિલ જૂનાગઢના આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. અહીં ભોગ બનનારા સતીશ અને ભગવતીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પહેલા આ ટોળકીએ સતીશ પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. જે બાદમાં 20 ઓગસ્ટ, 2020ના રોજ સતીશ અને ભગવતીના લગ્ન કરાવી નાખ્યા હતા. લગ્ન વખતે ઠગ ટોળકીએ બીજા 20 હજાર રૂપિયા લીધા હતા. લગ્નમાં અંદાજીત એક લાખ રૂપિયાના ધરેણા અને નવવધૂને સતીશે ગિફ્ટમાં 70 હજારનો મોબાઇલ ફોન આપ્યો હતો.
આઠ દિવસ બાદ કન્યાના કહેવાતા પરિવારજનો ભગવતીની માતા તેના કાકા આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. તમામ કહ્યુ હતું કે, દીકરીને ધરે લઈ જવી છે. થોડા દીવસ બાદ રિવાજ મુજબ તમે ભગવતીને તેડી જજો. આવું કહીને ભગવતી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત તમામ વસ્તુઓ સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન ભગવતીને 20 હજારૂ રૂપિયાની જરૂર છે તેમ કહીને બીજા રોકડા રૂપિયા પણ લીધા હતા.
થોડા દીવસો પછી સતીશ તેમજ તેમના પરિવારજનોએ ભગવતીને ફોન કર્યો તો ફોન બંધ આવતો હતો. બીજા અનેક પ્રયાસો કર્યા પણ કંઈ પત્તો ન લાગતા સતીશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં સતીશે જૂનાગઢના ભરત મહેતા તેની પત્ની અરૂણા, કન્યા ભગવતી, તેની માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફે અનિરુદ્ધ સિંહ ગોહીલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.