Gujarat: રાજકોટના અગ્નિકાંડ પછી વાહન-વ્યવહાર વિભાગ સફાળો જાગ્યો છે, અને ગુજરાતની સ્કૂલો તથા સ્કૂલવાનો-રીક્ષામાં પણ ફાયર સેફ્ટી તથા ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાને લઈને પરિપત્રો કરાયા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળો જાગ્યું છે, જેમાં દરેક સ્કૂલ ઓટોરીક્ષામાં ફાયર સેફ્ટી સર્ટી. ફરજિયાત કરાયું છે, તેમજ સર્ટીફિકેટ ન લેનારાઓ સામે આરટીઓ વિભાગ કાર્યવાહી કરશે, તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે આરટીઓ કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જૂન 2019 માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
વાહનવ્યવહારના સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી છે.
તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. સર્ટીફિકેટ ન લેનારાઓ સામે શાળા ખૂલતાની સાથે આરટીઓ કચેરીએ ટીમ બનાવી તપાસ કરવા સૂચના છે, જેમાં અમદાવાદ આરટીઓ કચેરીએ ટીમ તૈયાર કરી છે. તેમાં સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન છે કે જૂન 2019 માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
RTOની ટીમો તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે.
રાજકોટ અગ્નિકાંડ પછી સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11 મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ ઉપરાંત સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રીક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.
શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા આજે શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલિસી-2016 નો ચૂસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાબતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્કૂલના બાળકોને લાવા-લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, રીક્ષા-વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સુચના અપાઈ છે.