દમણનાં સોમનાથમાં આવેલી ફ્લેર પેન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 12 જેટલા ફાયરોએ આગને 8 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. દમણનાં સોમનાથ ખાતે આવેલી પેન બનાવતી ફ્લેર પેન નામની કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગયી હતી. પેન બનાવતી કંપનીમાં કેમિકલ હોવાથી આગે જોત જોતામાં જોર પકડ્યું હતું. ઘટનાની જાણ દમણ અને વાપીનાં ફાયરને થતા શરૂઆતમાં 4 જેટલા ફાયરોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.
આગ કંપનીનાં ત્રીજા માળે લાગી હતી જેને કાબુમાં લેવાનાં પ્રયાસો નિષ્ફળ જતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે વલસાડ જિલ્લામાં સરીગામ, ઉમરગામ, વાપી જીઆઈડીસી, વલસાડ અને પારડીની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર આવી પોહચી હતી. આગ વધુ પ્રસરતા કંપનીનાં ફરતેથી પાણીનો મારો કરતા મહામુસીબતે આગને 8થી 9 કલાકની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી, હાલ દમણ પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.