આગામી સમય ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂ્ંટણી યોજાવા જઇ રહી છે દિવસને દિવસે દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે એક સમયે રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસ પાર્ટી હવે પ્રાદેશિક પાર્ટી તરફ ફેરવાતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયો છે એક બાદ એક રાજ્યમાંથી કારમી હાર મળતા કોંગ્રેસની રણનિતી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે હવે કોંગ્રેસ વિશાળ સમુદ્ગમાંથી કુવામાં ફેરવાઇ છે તે વચ્ચે ગુજરાત કોંગ્રેસની સ્થિતિથી સૌ કોઇ વાકેફ છે 2017 પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને ઘણો લાભ થયો હતો હવે 2022 ચૂંટણીમાં આ વખત ત્રણ પાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે અને જેં પ્રકારે આમ આદમી પાર્ટી લોકોમા સ્થાન મેળવી રહી છે તેને લઇ કોંગ્રેસની મુશ્કેલીઓમાં પણ વધારો થઇ રહ્યો છે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સત્તાપક્ષ સામે જોરદાર પ્રહાર કરી તમામ મુદ્દાઓ પર ઘેરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ વિપક્ષમાં રહીને પણ ધારાદાર દલીલ ન કરતા લોકોનાં અંદર ઘણા પ્રશ્ન ઉઠી રહ્યા છે કેટલાક લોકોના કહેવા મુજબ કોંગ્રેસ ચૂંટણી સમયે કેમ આક્રમક બને છે તે સૌથી મોટો પ્રશ્ન છે.
ગુજરાતમાં વેન્ટિલેટર પર રહેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકાવા કોંગ્રેસ હાઇકમાન્ડ ચૂંટણી રણનિતિકાર પ્રશાંતકિશોરને જવાબદારી સોંપી છે જેમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ પુન :જીવિત કરવા રણનિતિ તૈયારી કરી છે હવે કોંગ્રેસ PODAMPODAM થિયરીથી જનતા સમક્ષ જશે પાટીદાર,આદિવાસી,દલિત,ઓબીસી, અને મુસ્લિમ તમામ સમાજના મત અંકે કરવા પ્રયાસ કરશે જેમાં પ્રશાંત કિશોરની આ થિયરીની રાહુલગાંધી મંજૂરી આપી દીધી છે પ્રશાંતકિશોર આગાઉ ભાજપ ,તૂણમૂલ કોંગ્રેસ,શિવસેના માટે પણ કામ કરી ચુક્યા છે 2012 ગુજરાત વિધાનસભાની ચૂંટણી PKPK ભાજપના રણનિતીકાર રહ્યા હતા અને 2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી હવે શું પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસ નાવ તારવી શકશે ?
ગુજરાતએ ભાજપનું ગઢ મનાવામાં આવે છે ગુજરાતના જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી લોકસભાની તમામ જંગી બહુમતથી જીતતી આવી છે આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખે સી આર પાટીલે ગુજરાતમાં 150 પ્લસનું નેમ કર્યો છે જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ પણ હવે ગુજરાતમાં ચૂંટણીને લઇ એકટિવ મોડમાં જોવા મળી રહ્યાછે બે મહિના દરમિયાન તેમણે બીજી મુલાકાત કરી ચોથી વખત રોડ-શો કર્યો હતો જેમાં રાજ્યવાસીઓને 22 હજાર કરોડની વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ ફરી એકવાર મતદારોને રિઝવવા ભાજપે મેદાને આવી ચૂકી છે વડાપ્રધાન નરેન્દ્ગ મોદીની આ મુલાકાતને રાજકીય વિશ્લેષકો ચૂંટણીલક્ષી મુલાકાત માની રહ્યા છે અને પાટીલના 150 બેઠકોને બળ આપવા આગામી દિવસોમાં પણ વડાપ્રધાનના આટાં ફેરા ગુજરાત વધશે.તો બીજી તરફ આજે ભાજપ પ્રદેશ પ્રભાર ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે જેમાં તેઓ સંગઠના તમામ હોદ્દેદારો,નેતાઓ ,મંત્રીઓ સાથે બેઠક કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ માર્ગદર્શન આપશે આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
1 મે ફરી વાર રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીને લઇ આગળની વ્યૂહરચના ઘડશે પક્ષને વધુ મજબૂત કરવા હોમવર્ક પૂરો પાડશે એટલે એક બાદ એક નેતાઓની ગુજરાત પ્રવાસથી વહેલી ચૂંટણી યોજાવાના સંકેત દેખાઇ રહ્યા છે.ગુજરાતમાં ત્રીજી વિક્લ્પ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પણ કોઇ કચાશ રાખવા માગતી નથી આ મહિનાન અંતે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરી વાર ગુજરાતની મુલાકાત કરશે આમ આદમી પાર્ટી સક્રિયતાથી વિપક્ષ સહિત સત્તાપક્ષમાં પણ ખળભળાટ મચ્યો છે પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાત 182 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગુજરાત 60થી 70 સીટો પર આપ જીત મેળવાની દાવો કર્યો હતો આ તો હવે સમયે બતાવશે જનતા પોતાનો જનાધાર નક્કી કરશે