રાજ્ય સહિત દેશભરમાં અગન ગોળા વરસાવતી ગરમી પડી રહી છે. જેને લઇ કેટલાક રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જળસંકટ સર્જાયું છે. હવે ઉનાળાની સિઝનની શરૂઆત થઇ છે તે પહેલા ઠેર-ઠેર પાણીનો પોકાર બુમરાણ ઉઠી છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં નદીઓ-તળાવો સુકાભઠ્ઠા જોવા મળી રહ્યા છે.ગામડાઓમાંથી પાણીની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે એક બેડુ પાણી મેળવવા મહિલાઓને માઇલ કિમી દૂર ચાલીને જવું પડે છે.તો પણ પૂરતુ પ્રમાણમાં પાણી મળતું નથી તો બીજી તરફ રાજ્યસરકાર દ્ઘારા પાણીની સમસ્યા નિવારવા માટે નલ સે જલ યોજનાનું પણ બાળમરણ થયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યું.
गुजरात में 27 साल में,
जल संकट से निपटने के लिए कोई ठोस कदम नहीं उठाए गए।
नतीजा यह के आज एक बार फिर जल संकट गहराता जा रहा है।
क्या @BJP4Gujarat सरकार बताएगी की,
जल संकट से निपटने के लिए क्या एक्शन प्लान बनाया गया है?
— Arjun Modhwadia (@arjunmodhwadia) May 6, 2022
પાણીના જળસંકટને લઇ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અઘ્યક્ષ અર્જુન મોઢવાડિયા ટ્વીટ કરી સરકાર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યુ કે ગુજરાત 27 વર્ષથી જળસંકટને પહોંચી વળવા સરકાર દ્ઘારા કોઇ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી પરિણામો આજે પણ જળસંકટ ગુજરાતમાં ઘેરાતું જઇ રહ્યુ છે તેમણે ભાજપને ટેગ કરતા જણાવ્યુ હતુ કે જળસંકટને પહોંચી વળવા શું ભાજપે કોઇ એકશન પ્લાન તૌયાર કર્યુ છે એટલે વધુ એકવાર કોંગ્રેસ સરકાર ઘેરવાનો પ્રયાસ કર્યો છે.