Gujarat: ભારતના ખેડૂતો પોતાની ચીજોના ભાવ નક્કી કરવા આંદોલન કરી રહ્યાં છે. તેઓ દિલ્હી જઈને ધરણાં કરવા માંગે છે. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને ભાવ નક્કી કરી આપવા તૈયાર નથી. પણ ગુજરાતમાં ઘણાં ખેડૂતો એવા છે કે જે પોતે પોતે પોતાના ખેતરમાં પેદા કરેલી ચીજોનાં ભાવ જાતે નક્કી કરીને વેચે છે. આવા એક ખેડૂતની વાત સમજવા જેવી છે.
જામનગરના ધ્રોલના ખારવાના ગામના 53 વર્ષના મહેશ રામજી ઘેટીયા 2008થી શરૂ કરી પ્રાકૃતિક ખેતી કરે છે. 15 વર્ષથી કુદરતી ખેતી કરે છે. જ્યારે આંગળીના વેઢે ગણાય એટલા સજીવ ખેતી કરતાં ખેડૂતો હતા ત્યારથી તેઓ ખેતી કરે છે.
તેઓ 10 વીઘામાં પ્રાકૃતિક મગફળી ઉગાડે છે. વીઘે 20 મણ એટલે કે 400 કિલો મગફળી પકવે છે. એકર દીઠ 1 હજાર કિલો અને હેક્ટર દીઠ 2500 કિલોનું ઉત્પાદન સજીવ ખેતીથી આવે છે. તેનો મતલબ કે ગુજરાતની હેક્ટરે સરેરાશ ઉત્પાદકતા 2331 કિલોની છે તેનાથી વધારે આવે છે.
સરેરાશ કરતાં વધારે ઉત્પાદન
ગુજરાતમાં 20 લાખ હેક્ટરમાં મગફળી સરેરાશ પાકે છે. જેમાં 6 લાખ હેક્ટરમાં જ સિંચાઈની સુવિધા છે. બાકી ચોમાસાના વરસાદથી પાકે છે. 2022-23માં 17.63 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું જેમાં 45.32 લાખ ટન પેદશ થઈ હતી. હેક્ટરે સરેરશ 2331 કિલો મગફળી પાકી હતી.
4 હજારનું 15 કિલો કિંમત
જેનું તેઓ મીની ઓઈલ મીલમાં તેલ કાઢીને તેના ગ્રાહકોને સીધું વેચે છે. તેઓ દર ઋતુમાં 50થી 60 ડબ્બા તેલ કાઢે છે. મોરબી, અમદાવાદ, સુરત તેમનું તેલ મોકલે છે. મગફળીની સિંગ કે દાણા તેઓ વેચતા નથી, કારણ કે તેનો ભાવ બે હજાર રૂપિયા ગણાય છે. 2023માં તેઓએ 15 કિલોના એક ડબ્બાની કિંમત રૂ.4 હજારમાં વેચાણ કર્યું છે. કિલોના 167 રૂપિયા ભાવે તેઓ વેચાણ કરે છે. જે બજાર કરતાં ઘણી ઉંચો ભાવ મળે છે.જી 20 મગફળી નિકળે છે. તેલની ઘાણી ભાડા પર કઢાવી લે છે. ધ્રોલમાં મીની ઓઈલ મીલમાં કઢાવે છે. વરાળ આપે તેથી નિકળે છે.
ઘઉં
અત્યારે ઘઉંનો પાક વાવેલો છે. ગયા વર્ષે ઘઉં 800 રૂ. 20 કિલોના ભાવે વેચેલા હતા. 10 વીઘામાં ઘઉં તેઓ વાવેલા છે. દર વર્ષે સજીવ ખેતીના ઘઉં વાવે છે.
ગાય
મહેશ ઘેટીયા 9879915822 7 ગાય રાખી છે. તેનું ઘી અમદાવાદમાં રૂ. 1500 લીટરના ભાવે વેચે છે.
પંચગવ્ય નશ્ય
મહેશ ઘેટીયાએ પંચગવ્ય નાકના ટીપા બનાવ્યા છે. જેમાં તેઓ છાણ, ઘી, દૂધ, દહીં અને ગૌમૂત્ર નાંખે છે. ગળાથી ઉપરના કોઈ પણ રોગ માટે નાકમા ટીપા નાંખવાથી રોગમાં રાહત રહે છે. તેઓ અકસીર ઈલાજ હોવાનો દાવો કરે છે. ધુપબત્તીમાં ગાયનું છાણ, ગૌ મૂત્ર, ચંદન કપુર નાંખે છે. કોઈ કેમીકલ નહીં. દંતમંજન ગાયના છાણામાંથી બનાવ્યું છે. સાબુ બનાવ્યો છે.
સિંગ અને ઘઉં સીધું વેચાણ થઈ શકે છે બીજી ચીજો વેચવા ગ્રાહકો સુધી પહોંચાતું ન હોવાથી તેઓ ઓછી ઉગાડે છે. એક વખત તેમણે ઓર્ગેનિક કપાસ અને સુર્યમુખી પાક ફેરબદલી માટે ઉગાડ્યા હતા.
જીવામૃત
ગૌ મૂત્ર અને આંકડો – પાણીના ટાંકામાં 20-25 દિવસ પલાળવાના તે પાણીમાં નાંખી દે છે. ફાયદો જમીન જન્ય રોગ ન આવે. પોટાશ મળી રહે છે. વીઘામાં 10 લિટર આપે છે.
વર્મીકંપોસ્ટ – વેચાણ કરું છે. નર્સરી વાળા લઈ જાય છે. અળસિયા 300 રૂપિયે કિલો લઈ જાય છે. ખેડૂતો લઈ જાય છે. 50 કિલ 500 રૂપિયા તેઓ લે છે.
વર્મીવોશ –
મહેશ ઘેટીયા કહે છે કે, અળસિયાને પાણી પાતા હોય તે પાળા કરેલા હોય તેના પરથી પાણી નીચરીને બહાર નિકળે છે. અળસિયા પરની ચીકાશ જમીન. છાંટે છે. પોષક તત્વો મળી રહે છે.જમીન ઓર્ગેનિક 10 વીઘે બીજા ભાડા પર 40 વીઘા વાવે છે. તેમના 10 લોકો કાયમી ગ્રાહક છે. 10 વીઘામાં કુદરતી ખેતીથી રસાણ ખેતીથી વધારે આવક મળે છે.