Gujarat: ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓ
Gujarat: છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં નકલી અધિકારીઓ લોકોને છેતરી રહ્યા હતા. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે.
Gujarat: નકલી અધિકારી બની છેતરપિંડી કરવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રજા લૂંટાતી રહી અને સરકાર તમાશો નિહાળતી રહી છે. ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીને ગઠિયા પ્રજાને સરેઆમ લૂંટી રહ્યાં છે. કાયદાનો જાણે કોઈને ડર રહ્યો નથી. લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓના બનાવો
વર્ષ – નકલી અધિકારીનુ નામ – નકલી હોદ્દો ખબર પડી
- ઓક્ટો, 24 – રોહિત પરમાર – નકલી વકીલ – કેસ લડવા માટે દોઢ લાખ ફી લેતા
- ઓક્ટો, 24 – બ્રિજેશ પરમાર – નકલી શિક્ષણ સચિવ – શિક્ષકનો નકલી ઓર્ડર કરી દીધો
- ઓક્ટો, 24 – મોરીસ ક્રિશ્ચિયન – નકલી જજ – અમદાવાદમાં નકલી કોર્ટ ચલાવતો હતો
- સપ્ટે, 24 – હિમાશું રાય – નકલી કસ્ટમ અધિકારી – સુરતના વરાછામાંથી પકડાયો
- સપ્ટે, 24 – પ્રકાશ નાઈ – નકલી ડે.કલેક્ટર – બાયડમાંથી ઝડપાયો
- સપ્ટે, 24 – હિતેશ્વર મોરી – નકલી સીબીઆઈ – ભાજપનો કોર્પોરેટર પકડાયો
- સપ્ટે, 24 – ભરત છાબડા – નકલી અધિકારી – નેતા સાથે ફોટા દેખાડી છેતરપીંડી કરતો
- ઓગષ્ટ, 24 – પ્રદીપ પટેલ – નકલી આઈપીએસ – સુરત કામરેજમાંથી પકડાયો
- ઓગષ્ટ, 24 – તરુણ ભટ્ટ – નકલી સીઆઇડી – મહિલાને પજવણી કરતો પકડાયો
- એપ્રિલ, 24 – સીરીશ ઘોષ – નકલી અધિકારી – ગુજરાત યુનિવર્સિટી પોલીસે પકડ્યો
- માર્ચે, 23 – મયુર તડવી – નકલી પીએસઆઈ – કરાઈમાં ટ્રેનિંગ લેતો પકડાયો
- એપ્રિલ, 23 – નકલી પીએમઓ અધિકારી – કરાઈમાં ટ્રેનિંગ લેતો પકડાયો
- એપ્રિલ 23 – કિરણ પટેલ – નકલી પીએમઓ અધિકારી – કાશ્મીરથી પકડાયો એપ્રિલ, 23 – સંજય શેરપુરિયા – નકલી પીએમઓ – કોર્પોરેટ કંપનીઓને છેતરી
- ઓગષ્ટ, 23 – લવકુશ દ્વિવેદી – નકલી સીએમઓ – રાજકીય સબંધ રાખી છેતરપીંડી આચરી
- ઓગષ્ટ, 23 – નિકુજ પટેલ – નકલી સીએમઓ – પોલીસને આરોપીને છોડી મૂકવા ભલામણ કરી
- ઓગષ્ટ, 23 – ઓમવીરસિંહ – નકલી ઇડી અધિકારી
- ઓગષ્ટ, 23 – ગુંજન કાંતિયા – નકલી એનઆઈએ – સરકારી કચેરીમાંથી પકડાયો
- ઓક્ટો, 23 – નેહા પટેલ – નકલી.ડે,કલેક્ટર – માંડવી તાલુકામાંથી કૌભાંડ પકડાયું
- નવેમ્બર 23 – પુણ્યદેવ રાય – નકલી અધિકારી – ગાંધીનગર પોલીસ ભવનમાંથી પકડાયો
- નવેમ્બર 23 – વિરાજ પટેલ – નકલી સીએમઓ – વડોદરામાંથી પકડાયો
- ડિસેમ્બર 23 – નકલી સરકારી કચેરી – આખી કચેરીએ રૂ. 22 કરોડ સરકારના વાપરી નાંખ્યા