EV Vehicle Tax Reduction : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% ટેક્સ લાગશે, 5% છૂટ લાગુ
EV Vehicle Tax Reduction : પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે હવે તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો પર લાગતો વાહન કર (વીહિકલ ટેક્સ) માત્ર 1 ટકા રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર લોકોને 5 ટકાની છૂટ મળશે. આ નિર્ણય 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે.
કઈ રીતે થશે લાભ?
ગુજરાત સરકારના આ નિર્ણય બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓને સીધી ટેક્સ રાહત મળશે. અગાઉ જેટલો ટેક્સ લેવાતો હતો, હવે તે ઘટાડીને માત્ર 1% કરવામાં આવ્યો છે, જેને લઈને આરટીઓ દ્વારા નવા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે.
નિયમોની અમલવારી
આ નવી જાહેરાત મુજબ નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ મારફતે પોતાનાં ઈલેક્ટ્રિક વાહન માટે નોંધણી કરી શકે છે. ટેક્સ છૂટનો લાભ મેળવવા માટે ખાસ પ્રક્રિયા સરળ અને ઓનલાઈન રાખવામાં આવી છે.
સબસિડી બાદ વેચાણમાં પડી ગયો હતો ઘટાડો
ગત વર્ષે જ્યારે સરકારની ઇવી સબસિડી બંધ થઈ હતી, ત્યારબાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સુરતમાં ગયા વર્ષની તુલનામાં માત્ર 50 ટકા જેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી થઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર ફરીથી ગ્રીન મોબિલિટી તરફ નાગરિકોને વાળવા માટે આ પ્રકારની રાહત આપી રહી છે.
હરિયાળો અને સ્વચ્છ ગુજરાત તરફ એક મહત્વપૂર્ણ પગલું
આ નિર્ણય વડે સરકાર નો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે અને પર્યાવરણને હાનિકારક ધૂળ-ધુમાડાથી બચાવી શકાય. ટકાઉ અને સાવધ જાતે પરિવહન વિકલ્પોને અમલમાં લાવવાનો પ્રયાસ છે.