ઈદ-એ-મિલાદના જુલૂસ માત્ર દિવસે જ ઉજવવામાં આવશે અને જુલુસ જે વિસ્તારનું હશે તે જ વિસ્તારમાં ફરી શકશે.
રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ એ મિલાદ તહેવાર હોવાથી સરકારે ગાઇડલાઇન સાથે ઉજવણીની છૂટ આપી છે.જેમાં માત્ર 15 વ્યક્તિઓ અને એક વાહન સાથે જુલુસ કાઢવામાં આવશે.તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તેજ વિસ્તારમાં ફરી શકશે અન્ય કોઈ બીજા વિસ્તારમાં જુલુસ લઈ જવામાં નહિ આવે.જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.
ખેડાવાલા-ગ્યાસુદ્દીન સહિત 3 ધારાસભ્યોએ રજૂઆતો કરી હતી
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ મુખ્યમંત્રીને મળીને ઈદ-એ-મિલાદ જુલુસ માટે પરવાનગી માગી હતી. તેમણે રાજ્યના ડીજીપીને પણ મળ્યા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જુલુસ કાઢવાની પરવાનગીની વાત કરી.
10 નવેમ્બર સુધી આ 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ
સરકારે 9 દિવસ પહેલા રાજ્યમાં નાઇટ કર્ફ્યુ વધાર્યો હતો. સરકારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ,ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યુ 10 નવેમ્બર સુધી લંબાવ્યો હતો. આઠ શહેરોમાં રાતના 12 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.