ED raid on Mahadev app: મહાદેવ ઓનલાઇન બેટિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી: રાજ્ય સહિત 15 સ્થળોએ દરોડા, EaseMyTripના નિશાંત પિટ્ટી પણ રાડારમાં
ED raid on Mahadev app: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા મહાદેવ ઓનલાઇન બેટિંગ કેસમાં Enforcement Directorate (ED)એ બુધવારના રોજ મહત્ત્વની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, એજન્સીએ Money Laundering કેસમાં અમદાવાદ સહિત 15 જેટલા સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ દરોડાઓમાં EaseMyTripના સહ-સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીનું નામ પણ સામે આવ્યું છે.
કેટલાંક મુખ્ય શહેરોમાં સર્ચ ઓપરેશન
ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડા દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, ચેન્નઈ, ઈન્દોર, જયપુર, સંભલપુર (ઓડિશા) અને અમદાવાદ જેવા શહેરોમાં પાડવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ શહેરોમાં સ્થાયી અનેક વ્યક્તિઓ અને બિઝનેસ ગ્રુપ્સ મહાદેવ એપના કાળા ધંધા સાથે જોડાયેલા છે.
EaseMyTripના નિશાંત પિટ્ટી પર પણ તપાસ
દરોડાની મોટી લાઈનમાં EaseMyTripના સંસ્થાપક નિશાંત પિટ્ટીનું નામ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર, પિટ્ટીનું નામ હવાલા ટ્રાન્ઝેક્શનમાં સામેલ હોવાનું ઈડીને મળેલા પુરાવાઓમાં દર્શાવાયું છે. એટલાં માટે જ તેમના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
એપના મુખ્ય આરોપીઓ વિદેશ ફરાર
EDના જણાવ્યા પ્રમાણે, મહાદેવ એપના મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ હાલમાં દુબઈમાં છૂપાઈને રહે છે. ભારતમાં તેઓના સંપર્કમાં રહેલા કેટલાંક પાનના ગલ્લા ચાલક અને એજન્ટો પોતાના ફોન મારફતે લોકોથી સટ્ટો રમાડાવતા હતાં. આ સમગ્ર વ્યવહાર પાછળ ભવ્ય હવાલા ચક્ર કાર્યરત હતું, જે અમદાવાદ સહિત દેશભરના નાના શહેરોમાં ફેલાયેલું છે.
કરોડો રૂપિયાના હવાલા અને કાળી કમાણી
જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ લાખો નહીં પણ કરોડો રૂપિયાનું કાળું ધન હવાલા મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાયુ હોવાનું ખુલ્યું છે. આ રકમ પાનના ગલ્લા, એજન્ટો, અને વિવિધ બેન્ક એકાઉન્ટ્સના માધ્યમથી હવાલાના રૂપમાં હતું… ED હવે આવા લોકોની વિગતો મેળવીને વધુ પડકારાત્મક પગલાં લેવાની તૈયારીમાં છે.