કચ્છમાં આજ રોજ થયેલા આકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. કચ્છના ભુજૃ ભચાઉ નજીક હાઈવે પર ઈકો અને આઈસર વચ્ચે જોરદાર ટક્કર થતા બે .યુવતી સહિત એકનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે અકસ્માત થયો હતો. અહીં આઈસર ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે યુવતી અને એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક યુવકની ઉંમર 40 વર્ષની આસપાસ જ્યારે બંને યુવતીઓની ઉંમર 18-19 વર્ષની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અકસ્માત સર્જનાર આઈસર ટ્રક હાઇવેની રેલિંગ તોડીને રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. ઘાયલોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો ભુજના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.