Earthquake: “ગુજરાતમાં ફરી ધરતી ધ્રૂજી, 4.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાપર નજીક કેન્દ્રબિંદુ”
- કચ્છના રાપર પાસે ભૂકંપનો આંચકો અનુભયો
- રાપરથી 26 કિમી દૂર કણખોઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું
કચ્છ, મંગળવાર
Earthquake: કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈ રાત્રે સવા આઠ વાગ્યે 4.0 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિમી દૂર કણખોઈ નજીક હતું. આ ભૂકંપના પરિણામે અનેક ગામોમાં ઘરોમાં રહેલા વાસણો ખખડી ઊઠ્યા હતા અને લોકો ગભરાઈને બહાર દોડયા હતા.
Earthquake આ ભૂકંપના આંચકાની અસર આડેસર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સુધીના વિસ્તારોમાં અનુભવાયા. લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. સમયાંતરે આવતા સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકા બાદ ખૂબ લાંબા સમય બાદ આ પ્રકારનો આફ્ટર શોકનો લોકોએ અનુભવ કર્યો છે.
ચાર દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો
આજથી ચાર દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રૂજી હતી. પાટણ, પાલનપુર, મહેસાણા, અને અમદાવાદ સહિતના શહેરોમાં 4.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર, ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં હતું. રાત્રે 10:16 વાગ્યે આ આંચકો અનુભવાતા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ પછી શું કરવું?
- ભૂકંપના ઝટકાંથી બચવા માટે તરત ઘરની બહાર નિકળો.
- ઊંચી ઈમારતો, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું.
- લિફ્ટનો ઉપયોગ ન કરી, સીડીથી નીચે ઉતરવું.
- ઘરમાં રહેલી ભારે સામાનથી દૂર રહેવું અને ખૂણામાં બેસીને સલામતી માટે રાહ જુઓ.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલ: પ્રભાવ ઓછી હોય છે, અવાજ અને સીઝ્મોગ્રાફથી જ ઓળખાઈ શકે છે.
- 2.0થી 2.9: સામાન્ય આંચકો અનુભવાય છે, ઘણીવાર સામાન હલતો દેખાય છે.
- 3.0થી 3.9: પંખા, ઝુમર હલવા લાગે છે, ઘરના સામાનમાં નુકશાન થઈ શકે છે.
- 4.0થી 4.9: આંચકો સાંભળવા મળે છે, ઘરોમાં દીવાલમાં તિરોડો પડી શકે છે.
- 5.0 થી 5.9: ખતરનાક, ફર્નિચર અને અન્ય વસ્તુઓ હલવા લાગે છે.વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6.0 થી 6.9: વધુ ખતરનાક, મકાનોને નુકશાન થઈ શકે છે.
- 7.0 થી 7.9: બિલ્ડીંગો ધરાશાયી થઈ શકે છે, જમીનની અંદરની પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવવાથી વધુ તબાહી મચાવે છે.
- 8.0 થી 8.9: સંપૂર્ણ વિનાશ, પુલ અને ઈમારતો પડી શકે છે.
- 9.0 અને તેનાથી વધુ: તબાહી સર્જાય, સુનામી આવવાની શક્યતા.