પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને એક સમયે સિક્કાની બે બાજુ જેવા ગણાતા મિત્રો આજે શત્રુ બની ગયા છે. હાર્દિકના એક સમયના વિશ્વાસુ એવા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાથે કેટલાક ડોક્યુમેન્ટ અને એક વીડિયો પર જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પટેલ ડાંસ કરી રહ્યો છે, દિનેસ બાંભણિયાએ જણાવ્યું કે ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલે બેંગલોરમાં ખૂબ જલસા કર્યા છે.
દિનેશ બાંભણિયાએ હાર્દિક પર સીધા અને ગંભીર હુમલા કરી કહ્યું કે આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે દગો કર્યો છે. તેણે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન માત્ર નાટક હતું. હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.
દિનેશ બાંભણિયાએ કહ્યું કે હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગલોર ખાતે જવાનું બૂકિંગ કરી લીધું હતું. આ બુકિંગથી સ્પષ્ટ થાય છે કે, ઉપવાસ આંદોલન રાજકીય પ્રેરિત હતું. હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યાં હતાં અને જિંદાલ હોસ્પિટલમાં ખર્ચ રૂપે 3.60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે દગો કર્યો છે. તેણે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન માત્ર નાટક હતું. હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગલુરુ ખાતે 7.25થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મિટિંગ ચાલી હતી. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મિટિંગ થઈ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થાય કે, અનામત અંગે વાત કરવી નહીં સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી.
આ ઉપરાંત બાંભણીયાએ આરોપ લગાવ્યા છે કે, ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મીટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે હાર્દિક પટેલ હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે તેણે કોઇ જ પ્રયાસ કર્યા નથી. એટલું જ નહીં તેણે બેંગલોર જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે.
આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું.