Gujarat: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચારથી અનેક વખત ચીનની મુલાકાત લીધી હતી. તેઓ વડાપ્રધાન બન્યા પછી 20 સૈનિકો ડોકલામામાં સહિદ થયા. ચીને 4 હજાર ચોરસ કિલો મીટરનો ભારતનો પ્રદેશ પડાવી લીધો છે. છતાં મોદી ચીન સાથે વેપારી સંબંધો વધારી રહ્યાં છે.
અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના પરિણામે ચીનનો સસ્તો માલ ભારતમાં ડમ્પ થશે. જેમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન થવાનું છે. છતાં કેન્દ્રની ડરપોક મોદી સરકાર ચીન સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી. ચીન સાથે ભારતનું વધતું વેપાર અસંતુલન ઊભું થયું છે. ચીન દેશમાંથી વધુ માલ ખરીદીએ છીએ જ્યારે તેને ઓછો માલ વેચીએ છીએ.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના અહેવાલ પછી વાણિજ્ય મંત્રાલયની ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ અને ગુજરાતનો ઉદ્યોગ વિભાગ ચિંતીત છે. ફેસ માસ્કસ, સિરિન્જ, મેડિકલ ગ્લોવ્સ જેવા સાધનો માટે ભારતમાં ગુજરાતને લાભ થઈ શકે છે.
અમેરીકાએ ચીન ખાતેથી આયાત થતા વીજ વાહનો, બેટરીસ, બીજા માલ પર આયાત ડયૂટીમાં વધારો કર્યો છે. ભારતની મોદી સરકાર આવું કરી શકી નથી તેથી તેની ગંભીર અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર થઈ રહી છે.
ચીન હવે પોતાનો માલ અમેરિકા મોકલી શકે તેમ ન હોવાથી ભારત પર વેપાર આક્રમણ કરશે. ચીનમાં માલસામાનનો ભરાવો થવાની શકયતા છે. ચીનનું અર્થતંત્ર બેસી ગયું છે.
વીજ વાહનો તથા સેમીકન્ડકટર્સમાં ભારત પાછળ છે. ભારતે આયાત કરવી પડે છે.
ચીનથી આયાત વધી
નાણાંકિય વર્ષ 2019થી 2024માં ભારતની ચીન ખાતે નિકાસ 16થી 17 અબજ ડોલર હતી.
ચીનથી આયાત 44 ટકા વધી છે. 70.30 અબજ ડોલર આયાત થતી હતી તે 101.75 અબજ ડોલર પહોંચી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 10 વર્ષમાં ચીનથી આયાત 60 ટકા વધી છે. અમેરીકામાં ચીનની ચીજોની આયાત વધી તેથી પ્રતિબંધ મૂક્યો છે. મોદી આવો પ્રતિબંધ મૂકતાં ગભરાય રહ્યાં છે.
નાણાં વર્ષ 2024માં ચીન ભારતનો સૌથી મોટો આયાત સ્રોત રહ્યો હતો. ગયા નાણાં વર્ષમાં ભારતની કુલ આયાતમાં ચીનનો હિસ્સો 15.10 ટકા રહ્યો હતો. બીજા ક્રમે રશિયા રહ્યું હતું.
2023-24માં ચીનમાંથી ભારતની આયાત 3.24 ટકા વધીને $101.7 બિલિયન થઈ છે. ચીનમાં ભારતની નિકાસ $16.67 બિલિયન માત્ર છે.
ભારતનું રોકાણ ચીનમાં ગયું
ચીનના અર્થતંત્રમાં સુધારો થતાં એફઆઈઆઈ ભારતમાંનું પોતાનું ઈન્વેસ્ટમેન્ટસ પાછું ખેંચી ચીનમાં ઠાલવી રહ્યા છે. એપ્રિલમાં એફઆઈઆઈની રૂ. 35 હજાર 700 કરોડ રોકાણ હતું જેમાંથી રૂ. 20 હજાર કરોડ ઈક્વિટીસ વેચઈ છે. શેર બજાર નીચું ગયું છે. ચીનમાં નીચો ભાવ છે. પૈસા ત્યાં જઈ રહ્યાં છે.
ચીનથી આયાત
ચીનથી વિશ્વમાં સૌથી વધારે આયાત ભારત કરે છે, અમેરિકા નહીં. છતાં અમેરિતાએ આયાત પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે નહીં. ભારત અમેરિકા સાથે નહીં પણ ચીન સાથે વધારે વેપાર કરે છે. 2023-24માં ચીન ભારતનું નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર બની ગયું છે. અમેરિકા પાછળ રહી ગયું છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપારની વિગતો જાહેર કરી છે. બંને દેશો પોતપોતાની શક્તિનો ઉપયોગ સહકારમાં કરે તો તે બંને દેશો માટે શુભ સાબિત થશે.
અમેરિકા નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું, પરંતુ હવે ચીને આ સ્થાન હાંસલ કર્યું છે.
ઉત્પાદનમાં ભારત પાછળ
ઉત્પાદનમાં ભારત તે જગ્યાએ નથી જ્યાં ચીન છે. ભારત હાલમાં મેન્યુફેક્ચરિંગ પાવર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત પાસે સર્વિસ સેક્ટર છે, ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ચીનમાંથી અકાર્બનિક રસાયણો, ફાર્માસ્યુટિકલ્સની આયાત ભારત કરે છે. જેની વિપરીત અસર ગુજરાતને થાય છે. લોખંડ અને સ્ટીલ ચીનને નિકાસ કરાય છે.
ચીનની કંપનીઓ ભારતમાં તેમના પ્રોડક્શન સેન્ટર્સ ખોલી રહી છે. સ્માર્ટફોન ઉદ્યોગમાં, માત્ર થોડા ભાગો જ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે. સ્માર્ટફોન પાર્ટસના સપ્લાયર તરીકે ચીન ભારતના સ્માર્ટફોન પ્લાન્ટ પર વર્ચસ્વ જાળવી રહ્યું છે.
ગુજરાતમાં ચીની કંપનીઓ
2022માં ભારતમાં 174 ચીની કંપનીઓ નોંધાયેલી છે. 3,560 કંપનીઓમાં ચીની ડિરેક્ટરો છે.
CDM ડેટાબેઝ અનુસાર, ભારતમાં 3,560 કંપનીઓ છે જેમાં ચીનના ડિરેક્ટર્સ છે.
કેન્દ્ર સરકારે તે માટે કાયદો પણ સુધાર્યો છે.
2014માં ભારતમાં 92 ચીનની માલિકીની કંપનીઓ નોંધાયેલી હતી. તેમાં 80 કંપનીઓ ચાલે છે.
આમ મોદી રાજમાં ચીનની કંપનીઓ અને કંપનીઓના સંચાલકો ચીની પ્રજા વધી રહી છે.
જેમાં ગુજરાતમાં ઘણી કંપનીઓ ચીનની છે.
દેશની 1,600થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. ભારતીય કંપનીઓ ચીનના 7500 કરોડ રૂપિયામાં રોકાયેલા છે.
એક અંદાજ પ્રમાણે તેમાં ગુજરાતમાં 221 કંપનીઓ છે. ચીનના પૈસાથી ચાલતી આ કંપનીઓને ગુજરાતની બિકણ ભાજપ સરકાર બંધ કરાવી શકે તેમ નથી. એપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં 1,600 થી વધુ કંપનીઓને ચીન તરફથી 102.25 કરોડ ડોલર ($ 1.02 અબજ ડોલર)નું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગ, પુસ્તકોના છાપકામ, ઇલેક્ટ્રોનિક્સ, સેવાઓ અને ઇલેક્ટ્રિકલ સાધનોને આ સમયગાળા દરમિયાન ચીન તરફથી $ 10 કરોડ ડોલરથી વધુની એફડીઆઈ પ્રાપ્ત થઈ. ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. સર્વિસ સેક્ટરને 13 મિલિયન 96.5 મિલિયન ડોલરની એફડીઆઈ મળી છે.
ભારતના સોલર એનર્જી ઉત્પાદનમાં ચીનની ભાગીદારી લગભગ 78 ટકા છે, થર્મલ અને કોલ ઈન્ડસ્ટ્રીઝમાં ચીનના જ સાધનો લગાવવામાં આવે છે.
માર્કેટ શેરની દ્રષ્ટિએ Xiaomi ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની છે. જે ભારતની માર્કેટમાં 18 ટકા હિસ્સો ધરાવે છે. કંપની ભારતમાં જ તેના સ્માર્ટફોન એસેમ્બલ કરે છે, જેમાં અમુક સ્પેરપાર્ટ્સ ચીનથી આયાત કરે છે
રંગ કામ પર અસર
2016માં ગુજરાતની ડાઇઝ અને ઇન્ટરમિડિયેટ કંપનીઓ સામે હરિફાઈ કરવા 10 ચીની કંપનીઓ 10 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં ઉત્પાદન સુવિધા સ્થાપવાનું આયોજન કરી રહી ગતી. જે કુલ ડાઇઝ અને ઇન્ટરમિડિયેટ્સ ક્ષેત્રે ચીન ગુજરાતમાં ઓછામાં ઓછું 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાની હતી. સ્થાનિક ભાગીદાર કંપનીઓની શોધ કરી રહી હતી.
ભારતમાં કુલ 1100 ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ કારખાનામાંથી 80 ટકા ગુજરાતમાં છે. 4 અબજ ડોલરની રેવન્યુ મેળવે છે. જેમાંથી અડધી નિકાસ થાય છે. ચીનમાં માત્ર 300 ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ યુનિટો હતા. જે 10 અબજ ડોલરની રેવન્યુ મેળવે છે. ચીનની 1.2 મિલિયન ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા સામે ગુજરાતના યુનિટોની ઉત્પાદન ક્ષમતા માત્ર 0.3 મિલિયન ટન છે.
ગુજરાતમાં રોકાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. ચીનની કંપનીઓ છેલ્લા ત્રણ વાઈબ્રન્ટ સમિટથી ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કરી રહી છે. આમ, ચીની કંપનીઓ ગુજરાતમાં પ્રભુત્વ મેળવવા લાગી છે.
ચીની કંપનીઓએ ગુજરાતમાં અત્યાસુધી રૂ. 17,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
મુખ્ય પ્રધાન મોદી
2011ના શાસનમાં ફ્લાઈટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન ,બુલેટ ટ્રેન, મોટા પાયે હાઉસિંગ, કૃષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના 30થી વધુ જુદા જુદા MOU ચીની કંપની સાથે થયા હતા. ચીનની એકેય કંપની મોદી લાવ્યા નથી.
2011માં ચાઇના એનર્જી કંપની દ્વારા ગ્રીન પાર્ક નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હજી સુધી આ કંપની જમીન પર કઈ જગ્યાએ પાર્ક બન્યો નથી. વીજળી બની નથી. મોદીની વાતો સાબિત થઈ છે.
2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા જાહેરાત કરવામાં આવી હતી.
આનંદીબેન પટેલ
ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ 2015માં સાત દિવસ ચીનમાં ગયા હતા. ચીની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે મુલાકાત અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસને પગલે ગુજરાતમાં રોકાણની તકો વધશે અને ચીની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આવશે તેમ જણાવ્યું હતું.
2015માં આનંદીબેન પટેલે 30,000 કરોડનાં 24 MOU કરી ચીનના મસમોટા રોકાણની જાહેરાત કરી હતી. જેમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત થઈ હતી. કંઈ ન થયું.
વિજય રૂપાણી
2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની 37500 કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી.વર્ષ 2019માં 10,500 કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલપાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં 15000 ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ કરવાની વાતો કરી હતી.
મેટ્રો ટ્રેનના કોચ
ચીનની બીજી કંપની CRCC Nanjing Puzhen પણ લગભગ 400 કરોડનો ખર્ચ કરી રહી છે અને તેઓ ધોલેરામાં મેટ્રો ટ્રેનના કોચનું નિર્માણ કરશે. તેનો અર્થ એ છે કે આગામી પાંચ વર્ષમાં ધોલેરા પણ ગુજરાત ગ્રોથનું એન્જીન બની જશે. ના બન્યું.
ભૂપેન્દ્ર પટેલ
2019માં ચીનની સ્ટીલ બનાવતી Tsingshan Industries કંપની રૂ. 21 હજાર કરોડનો ધોલેરામાં પ્લાન્ટ નાખવાની જાહેરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. ઇસ્કોન ગ્રુપ સાથે મળીને ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ નાખવાનો કરાર કર્યો હતો. 500 એકરના પ્લાન્ટમાં વર્ષે 4 લાખ મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું હતું. સ્ટીલમાંથી બનતી દરેક વસ્તુઓ બનાવવાની હતી. ભારતનો સૌથી મોટો HR સ્ટીલ પ્લાન્ટ અને લિથીયમ આર્યન બેટરીના પ્રોજેકટમાં રૂા. 21 હજાર કરોડના રોકાણની ઘોષણા કરી હતી. આ પ્રોજેકટ ટીન્સાન તેના ભારતીય સહભાગી ઇસ્કોન ગૃપ સાથે મળીને કરવાના હતા. ના થયો.
2019
સપ્ટેમ્બર 2019માં 10થી વધુ ચીની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતપં. ચીની ઓટોમોબાઈલ કંપની ‘ધ ગ્રેટ વોલ મોટર્સ કંપની લિમિટેડ’ કંપની રૂ. 7 હજાર કરોડનું રોકાણ કરવાની હતી. ઈલેક્ટ્રીક મોટર વાહનો માટે.
અમદાવાદ નજીક સાણંદમાં ટાટા નેનો મોટર્સ પાસે બનાવવાની હતી.
ધ ગ્રેટ વોલ મોટર્સને જમીન ફાળવવાનો નિર્ણય લીધો હતો.
હાલોલ ફેક્ટરી
હાલોલ સ્થિત કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પહેલેથી જ અન્ય એક ચીની ઓટો પ્રમુખ, શંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનએ ખરીદી લીધો છે.
વિશ્વમાં નંબર વન નહીં
ચીન 13.6 ટ્રિલિયન ડોલર(1033 લાખ કરોડ રૂપિયા) GDPની સાથે એશિયાનું સૌથી મોટું અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ છે. જ્યારે ભારત 2.7 ટ્રિલિયન ડોલર(લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની સાથે એશિયામાં ત્રીજા નંબરે છે.
ઉર્જા માટે 75 ટકા, ફાર્મા ઉદ્યોદ માટે 69 ટકા ચીનથી માલ આવે છે. ખેતી માટે 50 ટકા, પ્લાસ્ટીક 44 ટકા, લેધર 38 ટકા, જ્વેલરી-જેમ્સ 36 ટકા, પેટ્રોકેમિકલ્સ 34 ટકા ચીનથી જેને ચીજોની આયાત કરતું રહ્યું છે. આ વેપાર અને ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધારે છે.
2022માં ચીનની કંપનીઓ દ્વારા અમદાવાદ થતું GST ચોરી અને રૂ.15 કરોડનું હવાલા કૌભાંડ ખુલ્યું હતું.
42 મોબાઈલ એપ્સ કોઈને કોઈ પ્રકારે જાસુસી કરી રહી છે અથવા તો માલવેલનો ઉપયોગ કરીને સિસ્ટમને પ્રભાવિત કરે છે. જેના કારણે ભારતીય લશ્કર અને સંસદમાં તેના વપરાશ ઉપર નિયત્રણ લાદવામાં આવ્યા હતા. આવી કંપનીઓમાં યુસી ન્યૂઝ, ન્યૂઝ ડોગ, વીચાટ, શેરઈટ, ટ્રુકોલર, યુસી બ્રાઉઝર, ફોટો વન્ડર, યુકેમ મેકઅપ, એમઆઈ સ્ટોર, ડીયુ બેટરી સેવર, પેરેરલ સ્પેશ, વાયરસ ક્લિનર વગેરેનો સમાવેશ થાય છે.
ચીની-કંપની-pmoના-અધિકારીઓની-જાસૂસી-કરી-રહી-હોવાનો આરોપ રહ્યો છે.
ચીનની વિવિધ કંપનીઓ પણ ભારતમાં વેપાર ધંધાના નામે પગપેસારો કરીને ભારતીય અર્થતંત્ર ઉપર કબજો કરી રહી છે.
રિલાયન્સે માર્ચ 2022માં રૂ. 470 કરોડમાં ચીનની કંપની ખરીદી હતી. Lithium Werks કંપની LFP બેટરી બનાવે છે. ચીન સ્થિત તમામ એસેટ 6.1 કરોડ ડોલરમાં ખરીદી છે.