Gandhinagar ડાન્સર રાધિકા મારફતિયાના નામનાં આજકાલ ગાંધીનગરમાં સિક્કા પડે છે.Gandhinagar નાં સચિવાલયમાં અમદાવાદની નૃત્યાંગનાના વિશાળ સંપર્કો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પીઠ પાછળ કોઈક તો એવું છે કે, જે ધારે તે કરાવી શકે છે.
આ અગાઉ પૂર્વ નાણા પ્રધાન અને મહેસૂલ પ્રધાન તથા ગુજરાતના સૌથી મોટા બિલ્ડર એવા ભાજપના નેતા વજુભાઈ વાળાના સમયમાં પણ વસ્ત્રાપુરની એક યુવતી ધારે તે કરાવી શકતી હતી.
કચ્છની એક આર્કિટેક યુવતી પણ નરેન્દ્ર મોદીની સરકાર વખતે વિવાદમાં હતી. આવું જ વિજય રૂપાણીના સમયમાં થયું હતું.
પાટનગરમાં સાંસ્કૃતિક ક્ષેત્રનું કોઈ પણ કામ રાધિકાની ઈચ્છા અનુસાર થાય છે એમ કહેવાઈ રહ્યું છે.
રાધિકા મારફતિયા કોઈ કામનું ટેન્ડર ભરે અને કોઈ ટેકનીકલ કારણ સબબ તેઓનું ટેન્ડર અમાન્ય ઠરે તો સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરાવવાની તાકાત અને આવડત રાધિકા ધરાવે છે.
રાધિકા મારફતિયા અંગે સાવ અફવા લાગે એવી એક વાત એ પણ વહેતી થઈ છે કે એક સર્વોચ્ચ સત્તાધીશના અંગત મદદનીશ(પી.એ.)ની મદદથી તેઓ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.
સરકારમાં હમણાં રૂ. 30 લાખના એક ટેન્ડર આ સન્નારીની વગથી કેન્સલ કરવામાં આવ્યું હતું.