હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી હોવાની અફવાએ સોશિયલ મીડીયામાં હલચલ મચાવી દી ધી છે. તેની સત્ય હકીકત એ છે કે 182 મીટર ઊંચી પ્રતિમા ઊભી કરવી હોય તો કોઇ સિંગલ પાર્ટથી ઉભી કરવી શક્ય જ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી ગઇ હોવાની અફવા વેલ્ડિંગના કારણે જોઇન્ટની તિરાડો દેખાતા ભાષ થાય છે.
આટલી મોટી પ્રતિમા અલગ અલગ પ્રકારના હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરીને ઊભી કરવી પડે છે. એવી જ રીતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી પણ હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઊભી કરાઇ છે.