Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી, હવે RTI માટે પણ લાંચની માંગ, 10 હજારની લાંચ લેતા RTI કચેરીનો ક્લાર્ક ઝડપાયો
Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરી ગયો છે કે હવે આરટીઆઈ માટે પણ લાંચ માંગવામાં આવી રહી છે. જામનગર એસીબીએ આરટીઆઈ કચેરીમાં આરટીઆઈ અંગે માહિતી આપવાના બદલામાં 10 હજાર રુપિયાની લાંચ માંગનારા ક્લાર્કને રંગેહાથે ઝડપી પાડ્યો છે.
Gujarat: આ મામલામાં ફરિયાદીએ સીલીકા રેતીની લીઝ અંગે માહિતી આપવાની માંગણી કરી હતી. લાંબા સમયથી માંગણી પેન્ડીંગ હોવાથી તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અન્વયે માહીતી માંગી હતી. માહિતી કચેરી તરફથી અધૂરી મળી હોવાથી અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા માટે ફરિયાદી પાસેથી આક્ષેપિત કર્મચારી અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇએ માહીતી કચેરી ખાતે આરટીઆઈ અંગેના જવાબો તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે રુપયા 10,000 લાંચની માંગણી કરી હતી..
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય
Gujarat એસીબી જામનગરનો સંપર્ક કરીને ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન સુરેન્દ્રનગરની ખાણ ખનિજ કચેરી, વર્ગ ૩માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અમૃત ઉર્ફ આનંદને લાંચની રકમ સાથે સુરેન્દ્રનગરનાં ખાણ ખનીજ કચેરી ના ગેટ પાસે , બહુમાળી ભવન પાસેથી રંગહાથે પકડી પાડવામાં આવ્યો હતો.
લાંચ આ છટકામાં ટ્રેપિંગ અધિકારી તરીકે જામનગર એસીબી પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.એન.વિરાણી તેમજ સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટના ઈ.ચા મદદનિશ નિયામક કે.એચ.ગોહિલે કાર્યવાહી કરી હતી