અમદાવાદઃ એક તરફ કોરોના વાયરસ સામે લડવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના દિવસેને દિવસે ગુજરાતને પોતાના અજગર ભરડામાં લઈ રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 450થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ 1640 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 1140 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે.
દરમિયાન આજે સુરતમાં રેકોર્ડબ્રેક 483, અમદાવાદમાં 483, વડોદરામાં 159, રાજકોટમાં 146, ભરૂચમાં 14, મહેસાણામાં 12, જામનગરમાં 28, ખેડામાં 41, પંચમહાલમાં 23, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 34, કચ્છમાં 17, આણંદમાં 9, દાહોદમાં 23, નર્મદામાં 16, સાબરકાંઠામાં 7, છોટાઉદેપુરમાં 4, અમરેલીમાં 10, જૂનાગઢમાં 11, મહીસાગર4, મોરબીમાં 17, અરવલ્લી 2, બનાસકાંઠા 6, ગીરસોમનાથમાં 8, વલસાડ 3, પાટણ 15, સુરેન્દ્રનગર 7, તાપી 7, બોટાદ1, -2. ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદરમાં 0 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 7847 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7774 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 2,76,348 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 4454 દર્દીનાં મૃત્યુ થયા છે. આજે 4 દર્દીનાં મોત થયું છે. જેમાં અમદાવાદ 2, સુરતમાં 2 નિધનનો સમાવેશ થાય છે.
આજે રાજ્યમાં કુલ 2,32,821 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. હવે વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં રાત્ર 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 32,74,493 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે થયું છે જ્યારે 6,03,693 વ્યક્તિઓનું રસીકરણ બીજા ડોઝ માટે થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિનું રસીકરણ થયું છે.