ઉત્તર ભારતમાં થઈ રહેલ બરફવર્ષની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી જ્યાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી હતી. જ્યારે ડીસા ખાતે 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી હતું. જોકે શુક્રવારે ગગડીને 2.4 ડિગ્રી નોંધાયું હતું. ઊનાનાં મોટાડેસર ગામે ભારે પવનથી વૃક્ષ માથે પડતાં ખેડુત યુવાનનું મોત નિપજયું હતું.
જૂનાગઢ શહેરમાં શુક્રવારે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરમાં હોર્ડિંગ્સ તુટ્યાં છે, આ ઉપરાંત શહેરનાં સરદારબાગ અને મજેવડી દરવાજા પાસે અનેક વૃક્ષોની ડાળીઓ પડી ગઇ છે. તેમજ શહેરમાં ધૂળની ડમરી ઉઠી છે.