CM Big Gift To Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: આદિવાસી વિસ્તારોમાં પરિવહન માટે થશે બેજોડ સુધારાઓ
દમણગંગા નદી પર કપરાડાના 16 ગામોને જોડતા પુલ માટે 26 કરોડ રૂપિયાનું મંજૂરી
મહેસાણા અને આણંદ જિલ્લામાં 4 લેનના માર્ગો માટે કુલ 268.16 કરોડની ફાળવણી
ટ્રાફિક અને પરિવહન સુવિધાઓને વધુ અનુકૂળ બનાવવા મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો
ગાંધીનગર , સોમવાર
CM Big Gift To Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એક મોટી પહેલ હાથ ધરી છે. દમણગંગા નદી પર કપરાડાના 16 ગામોના 23 હજારથી વધુ નાગરિકોને ઉપયોગી પુલ બનાવવા માટે 26 કરોડ રૂપિયાની મંજુરી આપવામાં આવી છે. આ પુલથી ગ્રામીણ વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ અને આદિવાસી સમુદાય માટે અવરજવરમાં સુવિધા આવશે.
મહેસાણા અને આણંદમાં 4 લેન માટે ખાસ ફાળવણી
મહેસાણા જિલ્લાના વિસનગરથી વીજાપુર વચ્ચેના 24 કિમી લાંબા માર્ગને 4 લેન બનાવવા માટે 136.16 કરોડ રૂપિયા ફાળવાયા.
આણંદ, કરમસદ, સોજીત્રા થી તારાપુરના માર્ગોને 10 મીટર પહોળા કરીને 4 લેન બનાવવા માટે 132 કરોડ રૂપિયા ફાળવાયા છે.
આ નાણાકીય ફાળવણી રોડ માળખાકીય સુધારા, સુરક્ષા દિવાલ અને માર્ગ ફર્નિચરના કામમાં વપરાશે.
વિશ્વસનીય પરિવહન માટે નવી પહેલ
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે આ પ્રોજેક્ટ્સથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થી સમુદાયને વ્યાપક લાભ થશે. આણંદ GIDC અને વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અવરજવર આરામદાયક થશે.
મુખ્યમંત્રીએ પોતાનું વચન પુરૂ કર્યું છે. અને તેમણે કહ્યું કે, ટ્રાન્સપોર્ટ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ગુજરાત આગેવાન બની રહેશે.