મેં આપની સાથે 17મી માર્ચે કોરોના વાયરસની પરીસ્થિતિ અંગે વાતચીત કરી હતી. મિત્રો, એ વખતે રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. આજે રાજ્યમાં પાંચ વ્યક્તિઓને કોરોના વાયરસનાં પોઝિટીવ કેસ આપણી વચ્ચે આવ્યા છે. સાથીઓ, જે પાંચ પોઝિટીવ કેસ મળી આવ્યા છે તે તમામ વિદેશથી અહીં આવેલા આપણા ભાઈઓ-બહેનો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ અને સંપૂર્ણ સજ્જ છે. આપ સૌ જનતા જનાર્દનનો પણ ખૂબ સક્રિય સહયોગ મળી રહ્યો છે.
ભાઈઓ-બહેનો કોરોના વાયરસની બીમારી આપણા સૌની સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે ત્યારે હું રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે આપ સૌને ફરી એકવાર કેટલીક વિનંતી કરવા ઈચ્છુ છું. વિદેશથી જે લોકો તાજેતરમાં ગુજરાતમાં આવેલા હોય તેઓ શક્ય હોય ત્યાં સુધી એમના ઘરે અલાયદા રૂમમાં ખુદ પોતે સ્વયં ડિસીપ્લીનથી રહે. કોરોન્ટાઈન ખૂબ જરૂરી છે. તે વાતનું સૌ કોઈએ ધ્યાન રાખવું પણ જરૂરી છે. આપણા પરિવારનાં ૬૦ વર્ષથી વધુ વયનાં વરિષ્ઠ વડીલો અને બાળકો ઘરની બહાર જવાનું ટાળે. આપને સૌ પણ શક્ય એટલું ઘરથી બહાર નીકળવાનું જરૂરી પૂરતું જ નીકળીએ બાકી ઓછું કરી નાખીએ.
ઘરની બહાર નીકળવાનું આવશ્યક હોય તો એકબીજાથી મીનીમમ એક મીટરનું અંતર રાખીને આપણે એક સોશિયલ ડિસ્ટનસ્ટ આપણે સૌએ જાળવવું જોઈએ. મિત્રો, આ કોરોના વાયરસનો ફેલાવો એને અટકાવવાનાં નોબેલ સોશિયલ કોર્ષ સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ રવિવાર તા. ૨૨ માર્ચનાં દિવસે એક જનતા કર્ફ્યુંનો વિચાર આપને સૌને આપ્યો છે. ગુજરાતે નક્કી કર્યું છે કે આ વિચારનો અક્ષરશ: પાલન સંપૂર્ણ ગુજરાત કરીએ. આગામી રવિવાર સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સૌ કોઈ ઘરમાં રહીએ અને જનતા કર્ફ્યુંનું સમર્થન કરીએ. સરવાળે આપણા સૌનાં અને સમાજ તથા રાષ્ટ્રનાં આરોગ્યનાં સુખાકારીનાં હિતમાં આ આખી વાત રહેલી છે.
મને વિશ્વાસ છે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સતત પ્રયાસો અને આપ સૌ જનતા જનાર્દનનાં સંપૂર્ણ સહયોગથી આપણે કોરોના વાયરસની આ વૈશ્વિક મહામારીનો વ્યાપ ભારત અને ગુજરાતમાં ઓછો રહે એમાં સફળતા મેળવીશું જ એવી મને શ્રદ્ધા છે. આપ સૌને ફરી વખત ધન્યવાદ આપું છું. કે આપ સૌએ અત્યાર સુધી સાથ અને સહકાર આપ્યો છે, હજુ પણ થોડો સમય આપણે સૌ આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ કોરોના વાયરસ સામે આપણે બધા સાથે મળીને નિર્ણય કરીએ, જે કઈ સરકાર અને કેન્દ્રની ગાઈડલાઈન છે તેને અનુસરીએ એ જ અપેક્ષા.. આપ સૌને જય જય ગરવી ગુજરાત.
– વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય