BZ Group: CID ક્રાઇમની ટીમ હિંમતનગર આવીને ઇ ડોક્યુમેન્ટ લઇ ગઇ
BZ Group બી ઝેડ મામલે તપાસ કરી રહેલ ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમના કેટલાક તપાસનીસ અધિકારીઓ બુધવારે મોડી રાત્રે હિંમતનગરમાં એક એજન્ટ તથા અન્ય સ્થળે આવ્યા હતા અને તેઓને તપાસ દરમિયાન જરૂરી ઇ ડોક્યુમેન્ટ હાથ લાગ્યા હતા. ત્યારબાદ આ ટીમ તરતજ ગાંધીનગર ભણી જતી રહી હતી. જોકે હજુ તો આગામી દિવસોમાં પણ સીઆઇડી ક્રાઇમની ટીમ એકલા હિંમતનગર નહી પણ અન્ય સ્થળે તપાસ કરી શકે છે. તે પાછળનું કારણ એ છે કે છેલ્લા ઘણા વખતથી સીઆઇડી ક્રાઇમને કેટલાક રોકાણકારોએ ઢગલાબંધ વિગતો આપી દીધી હતી.
ત્યારબાદ શકના દાયરામાં આવેલ ૮થી વધુ એજન્ટોની પુછપરછ કરાયા બાદ આગામી દિવસોમાં વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવું લોકો કહી રહ્યા છે. તો બીજી તરફ આજે પણ હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં બી ઝેડના નામે એક ઓફિસ કાર્યરત છે. જયાં કેટલાક ચોક્કસ લોકો રોજ બરોજ અવરજવર પણ કરતા હોવાનું આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે.