રાજ્ય બહાર રેતી લઈ જવા માટે કોણ પરમિશન આપી રહ્યું છ? શુ તે કાયદેસર છે? વધુ સ્ટોક ભરી રોયલ્ટી ની ચોરી થાય છે ? ખુબજ મોટુ નેટવર્ક નો કોણ છે સૂત્રધાર ?
આજથી વર્ષો અગાઉ સુરતમાં પ્રતિદિન રેતીના બસો જેટલાં કંટેઇનર મુંબઈ ખાતે રવાના કરવામાં આવતા હતાં તેની ઉપર રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલી પાબંદી સામે હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્ણયની સામે માંગવામાં આવેલા સ્ટેને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. જેથી જેતે સમયે રેતી રાજ્ય બહાર લઇ જવા પર પાબંદી લાગી ગઇ હતી,મતલબ કે રાજ્ય બહાર રેતી નો બેરોકટોક વેપલો થતો હતો અને તેમાં અમુક તત્વો બિન્દાસ કરોડો કમાઈ લેતા હતા પણ આજ સિલસિલો આજે પણ યથાવત છે અને નવસારી નજીક થી નીકળતી લાખ્ખો ટન રેતી વાયા વલસાડ થઈ ક્યાં જાય છે તે વાત ની સરકાર ને જાણ છે ખરી ? દક્ષિણ ગુજરાત ના નવસારી જિલ્લાના ધોલાઈ બંદર અને આસ પાસ ચાલતું રેતી ખનન એક મોટું ગફલુ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને રોજની 500 થી વધારે ટ્રકો રેતી ભરી ને નીકળે છે જેમાં તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઇ રહી છે.

આ રેતી નો મોટો હિસ્સો વલસાડ કુંડી ફાટક થી ધરમપુર ચોકડી સુધી સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને મોટો જથ્થો મહારાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી રહ્યો છે અહીં ઓવરલોડ રેતી ભરી બાયપાસ ધંધો થતા રોયલ્ટી ચોરી અને લીઝ સિવાય ના તત્વો વગરે શકયતા તપાસ નો વિષય બની છે. આ ધંધામાં રાજકારણીઓ નું ફૂલ બેકઅપ હોવાનું કહેવાય છે ત્યારે ગેરકાયદેસર વહીવટ તપાસ નો મુદ્દો બન્યો છે. અહીં ધોલાઈ અને બોડેલી થી મોટાપાયે રેતી નો જથ્થો એકત્ર કરી મર્યાદિત સ્ટોક કરતા વધુ માત્રામાં સ્ટોક કરી મુંબઇ માં વધુ ભાવ મળતા હોય કન્ટેનરો મહારાષ્ટ્ર તરફ જઈ રહયા છે વલસાડ હાઇવે ઉપર મોટાપાયે ચાલી રહેલા આ ધંધા માં આખી ચેઇન કામ કરતી હોવાની શંકાઓ પ્રબળ બની છે ત્યારે રેતી માફિયા ની આ આખી ચેઇન ની તપાસ થાય તે જરૂરી છે.